ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મોની રૉયનું ઘર અંદરથી કેવું લાગે છે? લક્ઝુરિયસ ઈન્ટિરિયર, ગીતા-ધાર્મિક પુસ્તકોની લાઇબ્રેરી અને બાલ્કનીમાંથી દેખાય છે ‘મન્નત’!
6 ફોટો ગેલેરી
Last Updated: 08:59 AM, 3 September 2026
1/6
મોની રૉયના ઘરના ઈન્ટિરિયરમાં ન્યૂટ્રલ કલર્સનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરમાં આવતી ભરપૂર કુદરતી રોશની આખા સ્પેસને વધુ ખુલ્લો અને શાંત બનાવે છે. ઘરના દરેક ખૂણામાં મોનીની પસંદગી અને પર્સનાલિટીની ઝલક જોવા મળે છે. ફરાહ ખાનના વ્લોગમાં મોનીના આ સુંદર ઘરની ખાસ ઝલક જોવા મળી હતી.
2/6
મોની રૉયના ઘરના લિવિંગ રૂમને ખૂબ જ શાંત અને એલિગન્ટ લુક આપવામાં આવ્યો છે. અહીં બેજ કલરની થીમ જોવા મળે છે અને રૂમમાં મૂકવામાં આવેલો મોટો આરામદાયક સોફા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ન્યૂટ્રલ ઈન્ટિરિયરને સુંદર આર્ટવર્ક અને સ્ટાઇલિશ સેન્ટર ટેબલ્સથી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે. મોનીએ રૂમને જરૂર કરતાં વધારે ડેકોરેટ કર્યા વગર પસંદગીની વસ્તુઓથી સજાવ્યો છે. જેના કારણે લિવિંગ રૂમ એકસાથે સિમ્પલ અને લક્ઝુરિયસ લાગે છે.
ADVERTISEMENT
3/6
મોનીના ઘરની મોટી બારીઓ ઈન્ટિરિયરની સુંદરતામાં વધારો કરે છે. આ બારીઓમાંથી દિવસ દરમિયાન ભરપૂર કુદરતી રોશની ઘરમાં આવે છે. જેના કારણે ઘરની અંદરનું વાતાવરણ વધુ ખુલ્લું અને સકૂનભર્યું લાગે છે. આ બારીઓમાંથી મુંબઈનો સુંદર સિટીસ્કેપ પણ જોવા મળે છે. ફરાહ ખાને પોતાના વ્લોગમાં જણાવ્યું હતું કે મોનીના ઘરમાંથી શાહરૂખ ખાનની ‘મન્નત’ની ટેરેસ પણ દેખાય છે.
4/6
મોની રૉય ધાર્મિક શોમાં કામ કરી ચૂકી છે અને તે પોતે પણ પૂજા પાઠમાં વિશ્વાસ રાખે છે. તેમના ઘરમાં એક નાનું અને સુંદર મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં રાધા-કૃષ્ણ અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. મોની દરરોજ સવારે અહીં દીવો પ્રગટાવે છે. ઘરના લક્ઝુરિયસ ઈન્ટિરિયરની વચ્ચે આ નાનકડું મંદિર આધ્યાત્મિક વાતાવરણ બનાવે છે.
ADVERTISEMENT
5/6
મોની રૉયને વાંચવાનો પણ ઘણો શોખ છે. તેમના ઘરમાં એક સુંદર બુક શેલ્ફ છે જેમાં અનેક પુસ્તકો જોવા મળે છે. તેમાં ભગવદ્ ગીતા અને ભાગવતમ જેવા ધાર્મિક પુસ્તકો પણ સામેલ છે. મોનીએ જણાવ્યું હતું કે તેઓ ભગવદ્ ગીતાનું સંપૂર્ણ વાંચન કરી ચૂક્યા છે. તેમના ઘરની બુક શેલ્ફ તેમની વાંચન પ્રત્યેની રુચિની પણ ઝલક આપે છે.
6/6
મોની રૉયના ઘરના કિચનને પણ ખાસ અંદાજમાં તૈયાર કરવામાં આવ્યું છે. કિચનમાં ન્યૂયોર્ક થીમ જોવા મળે છે જે તેને ઘરના અન્ય ભાગોથી અલગ લુક આપે છે. અહીં જરૂરિયાતની વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવીને કિચનને સુંદર બનાવવામાં આવ્યું છે. મોનીએ કિચનને પણ વધારે ભરચક બનાવવાને બદલે સિમ્પલ અને સ્ટાઇલિશ રાખ્યું છે. તેમના ઘરની જેમ કિચનમાં પણ તેમની પસંદગી અને પર્સનાલિટીની ઝલક જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ