ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / NHRCએ ગુજરાત સરકારને લગાવી ફટકાર, પાયલ ગોટીનું સરઘસ કાઢવું માનવ અધિકારનું ઉલ્લંઘન, સરકારે ચૂકવવા પડશે સાડા સાત લાખ

અમદાવાદ / NHRCએ ગુજરાત સરકારને લગાવી ફટકાર, પાયલ ગોટીનું સરઘસ કાઢવું માનવ અધિકારનું ઉલ્લંઘન, સરકારે ચૂકવવા પડશે સાડા સાત લાખ

Published By: Vishal Khamar
Reported By: Shubham Bhatt

Last Updated: 08:49 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવા મુદ્દે NHRC એ ગુજરાત સરકારને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

ADVERTISEMENT

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ બાદ જાહેરમાં સરઘસ કાઢવાના મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ મહત્વનો આદેશ કર્યો છે. NHRCની ત્રણ જજની બેન્ચ સમક્ષ સમગ્ર મામલે હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા.

હિયરિંગ દરમિયાન પાયલ ગોટીની ધરપકડ અને જાહેરમાં સરઘસ કાઢવાની ઘટનાને લઈને માનવ અધિકારના ઉલ્લંઘનનો મુદ્દો ચર્ચાયો હતો. સમગ્ર મામલાની સુનાવણી બાદ NHRCએ પાયલ ગોટીને વળતર ચૂકવવાનો આદેશ ગુજરાત સરકારને કર્યો છે. NHRCના આદેશ મુજબ, પાયલ ગોટીના માનવ અધિકારોના ઉલ્લંઘન બદલ ગુજરાત સરકારે તેમને ₹7.50 લાખનું વળતર ચૂકવવાનું રહેશે.

ધરપકડ અને સરઘસ મામલે NHRCનો ગંભીર અભિગમ

અમરેલી લેટરકાંડ બાદ પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હોવાના મામલે માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે ફરિયાદ અને કાર્યવાહીનો મુદ્દો સામે આવ્યો હતો.

ત્રણ જજની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ

આ મામલે NHRCની ત્રણ જજની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. હિયરિંગ દરમિયાન ફરિયાદી પક્ષ તેમજ સરકાર તરફથી રજૂઆતો સાંભળવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો અને મામલાની વિગતોને ધ્યાનમાં લીધા બાદ કમિશને પાયલ ગોટીને વળતર આપવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત સરકારને વળતર ચૂકવવાનો આદેશ

NHRCએ ગુજરાત સરકારને પાયલ ગોટીને ₹7.50 લાખ ચૂકવવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ વળતર પાયલ ગોટીના માનવ અધિકારના ઉલ્લંઘન બદલ ચૂકવવાનું રહેશે. આ નિર્ણયથી અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ અને જાહેરમાં સરઘસ કાઢવાના મામલાએ ફરી એકવાર ચર્ચા જગાવી છે. NHRCના આદેશને માનવ અધિકારોના રક્ષણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુરુઓએ જ શિષ્યોનું ભવિષ્ય અંધકારમાં ધકેલ્યું! 3334 શિક્ષકોને આ ભૂલ બદલ દંડ ફટકારાયો

નિર્ણયમાં એક તરફ સંતોષ છે અને એક તરફ નથીઃ પાયલ ગોટી

આ બાબતે ફરિયાદી પાયલ ગોટીએ જણાવ્યું હતું કે, મે હાઈકોર્ટમાં પીટીશન કરી હતી જે હજુ ચાલુ છે. એમાં ન્યાય નહી મળે ત્યાં સુધી હું લડવા તૈયાર જ છું. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં મારા વતી બ્રિજભાઈ શેઠે એપ્લીકેશન કરી હતી. જેનો ચૂકાદો આવ્યો છે. એમાં પણ નોંધ લેવામાં આવી કે કેવી રીતે પરેડ કરવામાં આવી અને રાત્રે ધરપકડ કરવામાં આવી. નિર્ણયમાં એક તરફ સંતોષ છે અને એક તરફ નથી. હાઈકોર્ટમાં જે પીટીશન ચાલી રહી છે. તેમાં હજુ સુધી કોઈ ન્યાય મળેલ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Payal Goti Amreli Letter Case Gujarat Government

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ