ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુરુઓએ જ શિષ્યોનું ભવિષ્ય અંધકારમાં ધકેલ્યું! 3334 શિક્ષકોને આ ભૂલ બદલ દંડ ફટકારાયો

કાર્યવાહી / ગુરુઓએ જ શિષ્યોનું ભવિષ્ય અંધકારમાં ધકેલ્યું! 3334 શિક્ષકોને આ ભૂલ બદલ દંડ ફટકારાયો

Published By: Vishal Khamar
Reported By: Shubham Bhatt

Last Updated: 04:12 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં ભૂલ કરનારા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. રાજ્યના 3 હજાર 334 શિક્ષકોને ઉત્તવહીમાં ભૂલ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના શિક્ષકો પાસેથી દંડ વસુલાશે.

ADVERTISEMENT

અમદાવાદ: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્યમાં બેદરકારી દાખવનારા શિક્ષકો સામે શિક્ષણ બોર્ડે કાર્યવાહી કરી છે. ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન માર્ક્સ આપવામાં થયેલી ભૂલના આધારે રાજ્યના કુલ 3,334 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

ભૂલ કરનારા શિક્ષકો પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવ

મળતી માહિતી મુજબ, મૂલ્યાંકન કાર્ય દરમિયાન એક અથવા વધુ ગુણની ભૂલ કરનારા શિક્ષકો પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવશે. 1 ગુણની ભૂલ માટે ₹100ના હિસાબે દંડ નક્કી કરવામાં આવ્યો છે. ભૂલની સંખ્યા પ્રમાણે દંડની રકમમાં વધારો થશે.

અમદાવાદ જિલ્લામાં 229 શિક્ષકો સામે કાર્યવાહી

અમદાવાદ જિલ્લામાં પણ ઉત્તરવહીના મૂલ્યાંકનમાં બેદરકારી દાખવનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં 229 શિક્ષકો પાસેથી ₹3 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે. ઉત્તરવહી ચકાસતી વખતે વિદ્યાર્થીઓને યોગ્ય ગુણ ન આપવા અથવા ગુણમાં ભૂલ કરવા બદલ આ દંડની કાર્યવાહી કરાઈ છે.

મૂલ્યાંકન કાર્યમાં ગેરહાજર રહેનારા શિક્ષકોને પણ દંડ

માત્ર ગુણની ભૂલ કરનારા શિક્ષકો જ નહીં, પરંતુ બોર્ડના મૂલ્યાંકન કાર્યમાં હાજર ન રહેનારા શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં 289 શિક્ષકો મૂલ્યાંકન કાર્યમાં હાજર રહ્યા ન હતા, જેથી તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

ભૂલના પ્રમાણ પ્રમાણે દંડની રકમ નક્કી થશે

બોર્ડની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં શિક્ષકો દ્વારા કરાયેલી ભૂલને ગંભીરતાથી લેવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના પરિણામ પર સીધી અસર કરતી માર્ક્સની ભૂલના આધારે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના આ 'હીટ એક્શન પ્લાન'માં યુરોપે દાખવી રૂચી, અનેક લોકોના બચાવ્યા જીવ, જાણો કેવી રીતે કામ કરે છે હીટ એક્શન પ્લાન?

1 ગુણની ભૂલ માટે ₹100નો દંડ વસૂલાશે

નિયમ મુજબ દરેક 1 ગુણની ભૂલ માટે ₹100નો દંડ વસૂલાશે. એટલે કે જેટલા ગુણની ભૂલ હશે, તે પ્રમાણે દંડની રકમ નક્કી થશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ચોકસાઈ જળવાય અને વિદ્યાર્થીઓને તેમના યોગ્ય ગુણ મળી રહે તે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Board Class 12 Board Exam Class 10 Board Exam

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ