ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:12 AM, 2 September 2026
1/7
2/7
આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 4 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હોવાથી જન્માષ્ટમીની પૂજા માટે રાત્રિનો સમય સૌથી મહત્વનો માનવામાં આવે છે. 4 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ હોવાના કારણે આ દિવસે જ કાન્હાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.આ વખતે જન્માષ્ટમીની રાત્રે અષ્ટમી તિથિ સાથે રોહિણી નક્ષત્રનો પણ સંયોગ બની રહ્યો છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પણ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગમાં થયો હતો. તેથી આ સંયોગને વિશેષ માનવામાં આવે છે.
ADVERTISEMENT
3/7
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ માટે મધ્યરાત્રિનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. 4 સપ્ટેમ્બરની રાત્રે 11:57થી 5 સપ્ટેમ્બરે રાત્રે 12:43 વાગ્યા સુધી પૂજા અને જન્મોત્સવનો શુભ સમય રહેશે.આ સમય દરમિયાન લાડુ ગોપાલનો પંચામૃતથી અભિષેક કરી શકાય છે. ત્યારબાદ ભગવાનને નવા વસ્ત્રો પહેરાવીને તિલક કરવું અને મોરપીંછ, મુગટ તથા વાંસળીથી શણગાર કરવો. ત્યારબાદ માખણ-મિશ્રી સહિતનો ભોગ ધરાવી આરતી કરવી.
4/7
જન્માષ્ટમીનું વ્રત રાખનારા ભક્તો માટે પારણાનો સમય પણ મહત્વનો છે. સામાન્ય રીતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ તરત જ વ્રત ખોલવામાં આવતું નથી. બીજા દિવસે સવારે પૂજા કર્યા બાદ વ્રતનું પારણું કરવામાં આવે છે.5 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 6:05 વાગ્યા બાદ વ્રતનું પારણું કરી શકાય છે. સવારે સ્નાન કરીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી. ત્યારબાદ ભોગ ધરાવી પ્રસાદ ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરી શકાય છે.
ADVERTISEMENT
5/7
જન્માષ્ટમીના દિવસે લાડુ ગોપાલનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે. સૌથી પહેલાં ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવવું. ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી બનેલા પંચામૃતથી અભિષેક કરવો.અભિષેક બાદ સ્વચ્છ પાણીથી ભગવાનને ફરી સ્નાન કરાવી સ્વચ્છ કપડાથી પ્રતિમાને લૂછી લેવી. ત્યારબાદ નવા વસ્ત્રો પહેરાવીને મુગટ, વાંસળી અને મોરપીંછથી શણગાર કરવો. ભગવાનને ઝૂલામાં બેસાડીને ઝૂલો પણ ઝૂલાવી શકાય છે.
6/7
ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિશ્રી ખૂબ પ્રિય માનવામાં આવે છે. તેથી જન્માષ્ટમીની પૂજામાં માખણ-મિશ્રીનો ભોગ ખાસ ધરાવી શકાય છે. આ ઉપરાંત ફળ, દૂધ અને અન્ય સાત્વિક પ્રસાદ પણ અર્પણ કરી શકાય છે.ઘણા ઘરોમાં જન્માષ્ટમીના દિવસે ધાણા પંજરી પણ બનાવવામાં આવે છે. મધ્યરાત્રિએ ભગવાનના જન્મોત્સવ બાદ પરિવાર સાથે આરતી કરીને પ્રસાદ વહેંચી શકાય છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને આ પર્વની ઉજવણી કરવી શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ