ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના પાલેજમાં ₹4,300નું પેટ્રોલ ભરાવી કારચાલક ફરાર, નંબર વગરની કાર CCTVમાં કેદ

VIDEO / ભરૂચના પાલેજમાં ₹4,300નું પેટ્રોલ ભરાવી કારચાલક ફરાર, નંબર વગરની કાર CCTVમાં કેદ

Published By: Vishal Khamar
Reported By: Gaurav Patel

Last Updated: 11:27 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના પાલેજ નજીક શિવમ પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગરની બ્લેક કારમાં ₹4,300નું પેટ્રોલ ભરાવી રૂપિયા ચૂકવ્યા વગર ચાલક ફરાર થયો. ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ.

ADVERTISEMENT

ભરૂચના પાલેજ નજીક આવેલા શિવમ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ રૂપિયા ચૂકવ્યા વગર કારચાલક ફરાર થઈ જતાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

મળતી માહિતી મુજબ, એક બ્લેક કલરની ફોરવ્હીલ કારમાં એક કારચાલક શિવમ પેટ્રોલ પંપ પર આવ્યો હતો. તેણે કારમાં અંદાજે રૂ. 4,300નું પેટ્રોલ ભરાવ્યું હતું. જોકે, પેટ્રોલ ભરાવ્યા બાદ રૂપિયા ચૂકવ્યા વગર કારચાલક કાર હંકારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

નંબર પ્લેટ વગરની કારમાં આવ્યો હતો

ઘટનાની ખાસ વાત એ છે કે પેટ્રોલ ભરાવવા આવેલી બ્લેક કલરની કાર પર નંબર પ્લેટ હોવાનું જણાતું નથી. જેના કારણે કારચાલકની ઓળખ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

CCTVમાં સમગ્ર ઘટના કેદ

પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હતો. પેટ્રોલ ભરાવ્યા બાદ કારચાલક દ્વારા રૂપિયા ચૂકવ્યા વગર કાર લઈ જવાની ઘટના સામે આવતા CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

આ પણ વાંચોઃ હોટફિક્સ કચરાના નિકાલ માટે SMCને અલગ પ્લોટની ફાળવણી થશે, મંત્રી પ્રફુલ પાનશેરીયાની મોટી જાહેરાત

હાલ સમગ્ર મામલે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે કારચાલકને ઝડપી પાડવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

₹4,300 petrol theft Palej Shivam Petrol Pump Bharuch petrol pump incident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ