ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દુર્ગાપૂજા પંડાલમાં મોતનું તાંડવ! એક જાહેરાતથી મચી નાસભાગ, 19નાં મોત બાદ 7 લોકોની ધરપકડ

નેશનલ / દુર્ગાપૂજા પંડાલમાં મોતનું તાંડવ! એક જાહેરાતથી મચી નાસભાગ, 19નાં મોત બાદ 7 લોકોની ધરપકડ

Published By: Nirav Kumar

Last Updated: 07:25 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતાના ચોરબાગાન દુર્ગાપૂજા પંડાલમાં નાસભાગથી 19 લોકોનાં મોત બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને સાત આરોપીઓને 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

ADVERTISEMENT

કોલકાતામાં દુર્ગાપૂજાની ખુશીઓ વચ્ચે સર્જાયેલી ભયાનક નાસભાગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ઉત્તર કોલકાતાના ચોરબાગાન દુર્ગાપૂજા પંડાલમાં બનેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત થયાં છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે અને તેમને 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાને પગલે પંડાલના આયોજકોની જવાબદારી અને ભીડને કંટ્રોલ કરવાની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

7 લોકોની ધરપકડ, આયોજકો પણ પોલીસની કાર્યવાહી હેઠળ

ચોરબાગાન દુર્ગાપૂજા પંડાલમાં થયેલી નાસભાગ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધરપકડ કરાયેલા સાત લોકોમાં પૂજા સમિતિના હોદ્દેદારો, પંડાલના બાંધકામ સાથે સંકળાયેલી વ્યક્તિઓ, ભીડ કંટ્રોલની જવાબદારી સંભાળતા લોકો અને ખાનગી સુરક્ષા એજન્સીના અધિકારીઓનો સમાવેશ થાય છે.

જેમાં પોલીસે આ મામલે બેદરકારીને કારણે મોત થયાં હોવા સંબંધિત ગુનો નોંધ્યો છે. તપાસમાં એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે પંડાલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવા છતાં ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા કેમ નહોતી. જેમાં આરોપીઓ સામેની કાર્યવાહી સાથે પોલીસ સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનોના આધારે ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. જોકે તપાસ પૂરી થયા બાદ જ દુર્ઘટના માટે કોની કેટલી જવાબદારી હતી તે સ્પષ્ટ થશે.

માઇક પર એવી થઈ જાહેરાત કે લોકો જીવ બચાવવા દોડ્યા

આ સમગ્ર દુર્ઘટનામાં માઇક પર કરવામાં આવેલી એક જાહેરાત મહત્ત્વની કડી બનીને સામે આવી છે. અહેવાલો અનુસાર પંડાલની સ્થિતિ ખરાબ હોવાની અને તે પડી શકે તેવી ચેતવણી આપવામાં આવી હતી. જેમાં લોકોને તાત્કાલિક બહાર નીકળી જવા પણ કહેવામાં આવ્યું હતું. આ જાહેરાતથી ત્યાં હાજર દર્શનાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. દરેક વ્યક્તિ સુરક્ષિત બહાર નીકળવાની ઉતાવળમાં હતી. બીજી તરફ ભારે વરસાદને કારણે લોકોની અવરજવર પણ મુશ્કેલ બની રહી હતી.

જોતજોતામાં સાંકડા રસ્તા પર ભીડનો ભારે દબાણ સર્જાયો. લોકો એકબીજાને ધક્કા મારવા લાગ્યા અને ઘણા લોકો નીચે પડી ગયા હતા. ત્યારબાદ સર્જાયેલી નાસભાગમાં અનેક લોકો કચડાયા હતા. હવે પોલીસ એ પણ તપાસી રહી છે કે આ જાહેરાત કોણે કરી હતી તેની પાછળનું કારણ શું હતું અને કટોકટીની સ્થિતિમાં લોકોને બહાર કાઢવા માટે યોગ્ય વ્યવસ્થા કેમ ન થઈ શકી.

કમજોર ભીડ વ્યવસ્થાપન વ્યવસ્થા પર સવાલ

પ્રાથમિક તપાસમાં પંડાલની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક ખામીઓ સામે આવી છે. પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા સાંકડા હોવા ઉપરાંત ભીડને કંટ્રોલ કરવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ તહેનાત ન હોવાની પણ તપાસ થઈ રહી છે. જેમાં દુર્ગાપૂજા જેવા મોટા તહેવારમાં હજારો લોકો દર્શન માટે આવતા હોય છે. આવી સ્થિતિમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ વ્યવસ્થા, પૂરતા સ્વયંસેવકો અને કટોકટીના સમયે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના હોવી જરૂરી છે.

ત્રણ દિવસ માટે પ્રતિબંધાત્મક આદેશ

દુર્ઘટના બાદ ચોરબાગાન અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રે કડક પગલાં લીધાં છે. અહેવાલ મુજબ આસપાસના વિસ્તારોમાં ત્રણ દિવસ માટે પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં સેન્ટ્રલ એવન્યુ, કોલેજ સ્ટ્રીટ અને કોલૂટોલા સહિતના વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પાંચ કે તેથી વધુ લોકોના એકસાથે એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલાંનો હેતુ દુર્ઘટના બાદ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

મુખ્યમંત્રીની તપાસ ટીમ

આ દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાના મોટા અને ફેમસ દુર્ગાપૂજા પંડાલોમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવા માટે વિશેષ ટીમની રચના કરી છે. આ ટીમ પંડાલોની રચનાત્મક મજબૂતી, ભીડ નિયંત્રણ, એન્ટર-એગ્ઝીસ્ટ રસ્તા અને સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થાની સમીક્ષા કરશે. તપાસ બાદ અહેવાલ ગૃહ સચિવને સોંપવામાં આવશે અને તેના આધારે આગળનાં પગલાં લેવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોસ્પિટલમાં જઈને ઘાયલોની મુલાકાત લીધી હતી. તેમણે તબીબો સાથે વાત કરીને ઘાયલોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

વધુ વાંચો : 'હવે બચવું મુશ્કેલ છે...' લોહીલુહાણ હાલતમાં પણ ન હાર્યા હિંમત, ભારતીય પાયલટ સ્મિત મચ્છરે સંભળાવી મોતને માત આપવાની કહાની

હવે દુર્ગાપૂજા પંડાલોમાં VIP લાઇન નહીં રહે

ચોરબાગાનની દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળ સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોલકાતાના મુખ્ય દુર્ગાપૂજા પંડાલોમાં VIP પ્રવેશ વ્યવસ્થા દૂર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું કે હવે તમામ દર્શનાર્થીઓએ એક જ કતારમાંથી પ્રવેશ મેળવવાનો રહેશે. આ નિર્ણયનો હેતુ સામાન્ય લોકો માટે પ્રવેશ વ્યવસ્થાને સરળ બનાવવાની સાથે ભીડના દબાણને નિયંત્રિત કરવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tragedy strikes Chorbagan pandal Stampede

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ