ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 'હવે બચવું મુશ્કેલ છે...' લોહીલુહાણ હાલતમાં પણ ન હાર્યા હિંમત, ભારતીય પાયલટ સ્મિત મચ્છરે સંભળાવી મોતને માત આપવાની કહાની
Last Updated: 06:44 PM, 18 October 2026
ADVERTISEMENT
વિમાન ઉડાવવું એક જવાબદારીભર્યું કામ છે પરંતુ જ્યારે કોકપિટમાં જ જીવલેણ હુમલો થાય ત્યારે પરિસ્થિતિ કેટલી ભયાનક બની શકે તેનો અનુભવ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે કર્યો. 30 સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બનેલી આ ઘટનાને યાદ કરતાં સ્મિતે જણાવ્યું કે એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમને લાગ્યું કે હવે કદાચ તેઓ બચી નહીં શકે.
ADVERTISEMENT
પરંતુ એ મુશ્કેલ ઘડીએ તેમને મનમાં જ પોતાની જાતને હિંમત આપી. તેમનો સંકલ્પ હતો કે ગમે તે થાય તેમને હાર માનવી નથી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમને ફરી ઊભા થવાનો પ્રયાસ કર્યો અને કોકપિટનો દરવાજો ખોલવા માટે પોતાની બધી તાકાત લગાવી દીધી.
આ ઘટના દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બની હતી. અહેવાલો અનુસાર, વિમાનના ઓમાની કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામીએ કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. તપાસ એજન્સીઓના આરોપ મુજબ આ હુમલાનો હેતુ વિમાનને ક્રેશ કરવાનો હતો. આ હુમલા દરમિયાન સ્મિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિસ્થિતિ એટલી ઝડપથી બગડી કે વિમાનનું સંતુલન પણ જોખમમાં મુકાયું. અહેવાલ મુજબ વિમાન લગભગ 30 સેકન્ડથી ઓછા સમયમાં આશરે 14,000 ફૂટ નીચે આવી ગયું હતું. વિમાનમાં મુસાફરોની ચીસાચીસ અને ગભરાટ વચ્ચે સ્મિત કોકપિટમાં પડી ગયા હતા. તેમ છતાં તેમને છેલ્લી ઘડી સુધી પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કર્યો.
ADVERTISEMENT
'આવી રીતે મરી ન શકાય', મનમાં જ લડવાની હિંમત ભરી
કેપ્ટન સ્મિત મચ્છરે પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હુમલા બાદ એક ક્ષણ એવી આવી જ્યારે તેમને લાગ્યું કે હવે બચવું મુશ્કેલ છે. પરંતુ તેમને હિંમત ભેગી કરી અને પોતાની જાતને લડવા માટે તૈયાર કર્યા. તેમના માટે આ માત્ર પોતાનો જીવ બચાવવાની લડાઈ નહોતી. વિમાનમાં સવાર સેંકડો લોકોની સુરક્ષા પણ દાવ પર હતી. કોકપિટનો દરવાજો ખોલવા માટે તેમણે ફરી પ્રયાસ કર્યો અને અંતે દરવાજો ખોલવામાં સફળ રહ્યા. આ દરવાજો ખુલતાં જ અમુક મુસાફરો અંદર પહોંચ્યા અને હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લેવામાં મદદ કરી. આ દરમિયાન અન્ય ક્રૂ સભ્યો અને પાયલટોએ પણ પરિસ્થિતિ સંભાળવા માટે પ્રયાસો કર્યા.
ADVERTISEMENT
સાથી પાયલટની બહાદુરીને જીવનભર નહીં ભૂલે સ્મિત
આ સમગ્ર ઘટનામાં કેપ્ટન સ્મિતે પોતાના સાથી પાયલટની ખાસ પ્રશંસા કરી છે. હુમલા બાદ જ્યારે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને જમીન પર પડી ગયા હતા, ત્યારે તેમના સાથીએ વિમાનનું નિયંત્રણ સંભાળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્મિતના જણાવ્યા અનુસાર તેમના સાથીએ મુશ્કેલ પરિસ્થિતિમાં જે હિંમત બતાવી તે ખરેખર પ્રશંસનીય હતી. તેમને કહ્યું કે આ સાથીની બહાદુરીને તેઓ જીવનભર યાદ રાખશે.
ADVERTISEMENT
વિમાનમાં હાજર બીજા પાયલટો અને મુસાફરોએ પણ સંકટની ઘડીમાં મદદ કરી હતી. મુસાફરોએ કથિત હુમલાખોરને કાબૂમાં લીધો, જ્યારે વિમાનમાં હાજર બીજા પાયલટોએ કમાન સંભાળી. આ સામૂહિક પ્રયાસને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
સાઉદી અરેબિયામાં કરાવ્યું વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
ADVERTISEMENT
પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન કેપ્ટન સ્મિતને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને વધુ સારવાર માટે સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબી લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
હાલ તેઓ સારવાર બાદ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. આ ઘટના બાદ તેમની હિંમત અને સમયસર લીધેલા નિર્ણયોની પ્રશંસા કરવામાં આવી છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે પણ તેમની બહાદુરીની કદર કરતાં પત્ર લખ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ