ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કોણ છે શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા? ગ્લેમરસ લાઇફ, લાખોમાં છે ફેન ફોલોઇંગ, બોલિવૂડમાં પણ કરી ચૂકી છે કામ

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / કોણ છે શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા? ગ્લેમરસ લાઇફ, લાખોમાં છે ફેન ફોલોઇંગ, બોલિવૂડમાં પણ કરી ચૂકી છે કામ

Last Updated: 07:03 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ક્રિકેટર શ્રેયસ અય્યરને તો તમે સારી રીતે ઓળખતા હશો પરંતુ તેની બહેન શ્રેષ્ઠા અય્યર વિશે જાણો છો? પ્રોફેશનલ ડાન્સરથી લઈને ફિલ્મોમાં પરફોર્મન્સ આપવા સુધી - જાણો તેની ઉંમર, સ્ટડી, કરિયર અને કમાણી સાથે જોડાયેલી ખાસ વાતો.

1/8

photoStories-logo

1. શ્રેષ્ઠા અય્યર

ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા છે પરંતુ તેની બહેન શ્રેષ્ઠા અય્યર પણ કોઈનાથી ઓછી નથી. ડાન્સિંગથી લઈને કોરિયોગ્રાફી અને ફિલ્મોમાં કામ કરવા સુધી શ્રેષ્ઠાએ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. સોશિયલ મીડિયા પર પણ તેની સારી એવી ફેન ફોલોઇંગ છે. તો ચાલો જાણીએ શ્રેયસની બહેનની ઉંમર, સ્ટડી, કરિયર અને કમાણી વિશેની રસપ્રદ વાતો વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. કોણ છે શ્રેષ્ઠા અય્યર અને કેટલી છે તેની ઉંમર?

શ્રેષ્ઠા અય્યર ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરની નાની બહેન છે. તેનો જન્મ 14 એપ્રિલ, 1999ના રોજ મુંબઈમાં થયો હતો. ઓક્ટોબર 2026 પ્રમાણે તેની ઉંમર 27 વર્ષ છે. શ્રેષ્ઠા ભલે ક્રિકેટના મેદાન પર જોવા ન મળતી હોય પરંતુ તેની પોતાની દુનિયામાં તે સારી ઓળખ ધરાવે છે. તેને ડાન્સનો ખાસ શોખ છે અને આ જ શોખને તેને પોતાની કરિયરનો હિસ્સો બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર તે પોતાના ડાન્સ વીડિયો અને પ્રાઈવેટ લાઈફ સાથે જોડાયેલી ઝલક શેર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. અભ્યાસ ક્યાંથી કર્યો છે શ્રેષ્ઠાએ?

શ્રેષ્ઠા અય્યરે મુંબઈની કોન્વેન્ટ ગર્લ્સ હાઈ સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની રામનારાયણ રુઈયા કોલેજમાં આગળનો અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન તેને ફિલ્મ, ટેલિવિઝન અને ન્યૂ મીડિયા પ્રોડક્શન ક્ષેત્ર સાથે જોડાયેલો અભ્યાસ પણ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ તેની ક્રીએટીવ કરિયર માટે ઉપયોગી બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે બનાવી અલગ ઓળખ

શ્રેષ્ઠા અય્યર વ્યવસાયે પ્રોફેશનલ ડાન્સર, કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ડાન્સ પ્રત્યેનો તેનો લગાવ તેના વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં સ્પષ્ટ જોવા મળે છે. તેની ઓળખ માત્ર ક્રિકેટરની બહેન તરીકે જ સીમિત નથી. ડાન્સિંગ ક્ષેત્રે પોતાની આવડતના આધારે તે આગળ વધી રહી છે. તેના ડાન્સ વીડિયો લોકોને પસંદ આવે છે અને તેના ફેંસ પણ સોશિયલ મીડિયા પર તેને સતત પ્રોત્સાહન આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. બોલિવૂડના સોંગમાં પણ કરી ચૂકી છે કામ

શ્રેષ્ઠા અય્યર ડાન્સિંગની દુનિયામાં પોતાની પ્રતિભા બતાવ્યા બાદ ફિલ્મી પડદે પણ જોવા મળી ચૂકી છે. વર્ષ 2025માં આવેલી ફિલ્મ 'સરકારી બચ્ચા'ના ગીત 'એગ્રીમેન્ટ કર લે'માં તેણે ખાસ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ સોંગમાં તે રુસલાન મુમતાઝ અને અન્યા તિવારી સાથે જોવા મળી હતી. આ રીતે શ્રેષ્ઠાએ ફિલ્મી દુનિયામાં પણ પોતાની હાજરી નોંધાવી છે. હવે તેની ઓળખ ડાન્સર અને સોશિયલ મીડિયા ક્રિએટર ઉપરાંત ફિલ્મોમાં કામ કરી ચૂકેલી આર્ટીસ્ટ તરીકે પણ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ઇન્સ્ટાગ્રામ પર છે મોટી ફેન ફોલોઇંગ

સોશિયલ મીડિયા પર શ્રેષ્ઠા અય્યર એક્ટીવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો નહીં, પરંતુ લાખોની સંખ્યામાં ફેંસ છે. અહેવાલ મુજબ તેના એકાઉન્ટ @shrestaiyer29 પર લગભગ 4.44 લાખ ફોલોઅર્સ છે.તે પોતાના ડાન્સ વીડિયો, તસવીરો અને રોજિંદા જીવનની ઝલક શેર કરતી રહે છે. તેના ફેંસને તેની ડાન્સિંગ સ્ટાઇલ અને આત્મવિશ્વાસભર્યો અંદાજ પસંદ આવે છે. આ ફેન ફોલોઇંગને કારણે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે પણ ઓળખ ધરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. કેટલી છે શ્રેષ્ઠા અય્યરની કમાણી?

શ્રેષ્ઠા અય્યરની કુલ સંપત્તિ કે વાર્ષિક કમાણી અંગે કોઈ વિશ્વસનીય અને ઓફીશીયલ આંકડો જાહેર થયો નથી. તે ડાન્સિંગ, કોરિયોગ્રાફી, ફિલ્મોમાં કામ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલી પએક્ટીવીટી દ્વારા આવક મેળવતી હોઈ શકે છે પરંતુ તેની ચોક્કસ આવક વિશે ખાતરીપૂર્વક કહી શકાય નહીં.બીજી તરફ તેના ભાઈ શ્રેયસ અય્યરની કુલ સંપત્તિ અંદાજે 65 કરોડથી 85 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું અમુક અહેવાલોમાં જણાવાયું છે. જોકે, આ આંકડો પણ અંદાજિત છે અને તેની ઓફીશીયલ પુષ્ટિ થયેલી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ભાઈ શ્રેયસ સાથે છે ખાસ બોન્ડિંગ

શ્રેષ્ઠા અને શ્રેયસ અય્યર વચ્ચેનું બોન્ડિંગ પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. શ્રેષ્ઠા પોતાના ભાઈને સપોર્ટ કરતી જોવા મળે છે અને IPLની મેચો દરમિયાન પણ તેને પ્રોત્સાહન આપે છે. સોશિયલ મીડિયા પર બંનેની સાથેની તસવીરો અને વીડિયો તેમના ખાસ સંબંધની ઝલક આપે છે. શ્રેયસ ક્રિકેટમાં પોતાની મહેનતથી આગળ વધ્યો છે જ્યારે શ્રેષ્ઠા ડાન્સિંગ અને મનોરંજનની દુનિયામાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer Shresta Iyer sister
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ