ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ''હાર્દિક પંડ્યાનો વિકલ્પ શોધવાનું બંધ કરે ભારત'', ગંભીરને ગાવસ્કરની ચેતવણી

સ્પોર્ટ્સ / ''હાર્દિક પંડ્યાનો વિકલ્પ શોધવાનું બંધ કરે ભારત'', ગંભીરને ગાવસ્કરની ચેતવણી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:53 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunil Gavaskar: ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ સુનીલ ગાવસ્કર માને છે કે હાર્દિક પંડ્યાની જગ્યા લેવી આસાન નથી

ADVERTISEMENT

સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે ભારતે હાર્દિક પંડ્યાનો વિકલ્પ શોધવાનું બંધ કરવું જોઈએ. તેમણે ગૌતમ ગંભીરને ચેતવણી પણ આપી હતી કે બેટિંગ લાઇન-અપને મજબૂત કરવાની કોશિશમાં તે બોલિંગને નબળી બનાવી રહ્યા છે.

ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ સુનીલ ગાવસ્કર માને છે કે હાર્દિક પંડ્યાની જગ્યા લેવી આસાન નથી, તેથી તેના માટે વિકલ્પ શોધવાનો પ્રયાસ કરવાને બદલે ભારતે એવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે વિવિધ ભૂમિકાઓ ભજવી શકે. તેમણે બોલિંગ આક્રમણને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

ભૂતપૂર્વ ઓપનર ગાવસ્કરે કહ્યું કે ભારતે ચાર નિષ્ણાત બોલરો સાથે મેચમાં ઉતરવું જોઈએ, જ્યારે ઓલરાઉન્ડર જે બેટથી પણ યોગદાન આપી શકે છે તેમણે પાંચમા અને છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવવી જોઈએ. ગાવસ્કરે ચેતવણી આપી હતી કે ભારત તેની બેટિંગ લાઇન-અપને મજબૂત કરવા માટે તેની બોલિંગમાં નબળુ બની શકે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ IND vs WI / વરસાદ તો એક બહાનું છે, શ્રેયસ અય્યરે જણાવ્યું T20 સિરીઝ ડ્રો થવાનું અસલી કારણ

વેસ્ટ ઇન્ડીઝ સામે શનિવારે રાત્રે બેગલુરુમાં પાચમા અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ વરસાદને કારણે રદ થયા બાદ જિયોસ્ટાર પર ગાવસ્કરએ કહ્યું, "કેટલીકવાર આપણે હાર્દિક પંડ્યાનો વિકલ્પ શોધવામાં ખૂબ આગળ વધીએ છીએ. પરંતુ તેની ક્ષમતાનો ખેલાડી મળતો નથી. જો તમને તેના કેલિબરનો ખેલાડી ન મળે, તો એવી વ્યક્તિ સાથે જાઓ જે ટીમ માટે થોડી અલગ ભૂમિકા ભજવી શકે".

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Cricket Sunil Gavaskar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ