ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકેને જામીન, ₹50 હજારના પીસ બોન્ડ પર મળશે મુક્તિ!

નેશનલ / કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકેને જામીન, ₹50 હજારના પીસ બોન્ડ પર મળશે મુક્તિ!

Published By: Nirav Kumar

Last Updated: 09:32 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CJPના મુખ્ય અભિજીત દીપકેને દિલ્હીની મેજિસ્ટ્રેટ કોર્ટે શરતી જામીન આપીને મોટી રાહત આપી છે. તિરંગા માર્ચ પહેલાં કસ્ટડીમાં લેવાયેલા દીપકે હવે પીસ બોન્ડ ભરીને બહાર નીકળશે.

ADVERTISEMENT

દિલ્હીની મેજિસ્ટ્રેટ કોર્ટે કોકરોચ જનતા પાર્ટીના લીડર અભિજીત દીપકેને શરતો સાથે જામીન મંજૂર કરી દીધી છે. તેમને શાંતિ જાળવવા માટે 50 હજાર રૂપિયાનો પીસ બોન્ડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ તે બહાર નીકળશે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે નહીં.

ગઈકાલે દિલ્હીમાં યોજાનારા ‘લહરા દો તિરંગા’ માર્ચ પહેલાં પોલીસે અભિજીત દીપકેને તેમના નવી દિલ્હીના રહેઠાણ પરથી પકડી લેવામાં આવ્યા હતા અને પછી અરેસ્ટ કર્યા હતા. આ સાથે જ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશનની રાષ્ટ્રીય અધ્યક્ષા નેહા બોરાને પણ અટકાયતમાં લેવામાં આવી હતી પરંતુ તેમને એ જ દિવસે મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

આજે અભિજીત દીપકેને કડક સુરક્ષા વચ્ચે મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને શરતી જામીન આપતાં સ્પષ્ટ કર્યું કે, તેઓ પીસ બોન્ડની શરતોનું પાલન કરશે અને શાંતિ ભંગ નહીં કરે.

દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ આ અગાઉથી કાર્યવાહી હાથ ધરી હતી. સીજેપીના પ્રતિનિધિઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને એવી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા જેની તાત્કાલિક માહિતી નહોતી આપવામાં આવી અને શરૂઆતમાં વકીલો સાથે સંપર્કની સુવિધા પણ નહોતી મળી.

વધુ વાંચો : બાળકોના ઇન્ટરનેટ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું, આ મૂળભૂત અધિકાર છે!

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે કનોટ પ્લેસ અને નવી દિલ્હીના બીજા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રોહીબેટરી ઓર્ડરના ઉલ્લંઘનને લઈને અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે લોકોને વારંવાર એકત્રિત ન થવાની ચેતવણી આપી હોવા છતાં ભીડ જમા થઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Abhijit Dipke conditional bail Tiranga March

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ