ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કોણ છે કરોડોની નેટવર્થ ધરાવનાર મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર? જેની સાથે કાવ્યા મારન ફરશે સાત ફેરા

મનોરંજન / કોણ છે કરોડોની નેટવર્થ ધરાવનાર મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર? જેની સાથે કાવ્યા મારન ફરશે સાત ફેરા

Published By: Pravin Joshi

Last Updated: 04:19 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારન અને જાણીતા સંગીતકાર અનિરૂદ્ધ રવિચંદરના નવેમ્બર 2026 માં લગ્ન થવાની અટકળો તેજ થઈ છે, જેમાં કાવ્યાની સંપત્તિ અનિરૂદ્ધ કરતા વધુ હોવાનું મનાય છે.

ADVERTISEMENT

ઇન્ડિયન પ્રીમિયર લીગની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) કાવ્યા મારન અને જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરના લગ્નને લઈને ચર્ચાઓનું બજાર ચાલે છે. મળતી માહિતી મુજબ આ બંને હસ્તીઓના લગ્ન આગામી નવેમ્બર 2026 માં યોજાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે ચેન્નઈમાં યોજાનારા ભવ્ય રિસેપ્શનને લઈને પણ કેટલીક માહિતી સામે આવી છે. આ ચર્ચાઓ વચ્ચે લોકોમાં એ જાણવાની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે આખરે અનિરુદ્ધ રવિચંદર કોણ છે, તેમની આવક કેટલી છે અને કાવ્યા મારન કુલ કેટલી સંપત્તિના માલિક છે.

didha - 2026-10-17T164219.569

'વાઇ હિસ કોલાવેરી ડિ' થી મળી વૈશ્વિક ઓળખ

અનિરુદ્ધ રવિચંદરનો જન્મ 16 ઓક્ટોબર 1990 ના રોજ ચેન્નઈ ખાતે થયો હતો. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના અત્યંત પ્રતિષ્ઠિત સંગીતકાર, ગાયક અને મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે ખ્યાતિ ધરાવે છે. તેમણે તમિલ સિનેમાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ હિન્દી તથા તેલુગુ ફિલ્મોમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અનિરુદ્ધને વર્ષ 2012 માં રિલીઝ થયેલી ફિલ્મ '3' ના સુપરહિટ ગીત 'વાઇ હિસ કોલાવેરી ડિ' થી દેશ-વિદેશમાં મોટી ઓળખ મળી હતી. આ ગીતે ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે ધૂમ મચાવી હતી. આ સફળતા બાદ તેમણે 'વિક્રમ', 'જેલર', 'લિયો' અને બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' સહિતની અનેક મોટી ફિલ્મોમાં શાનદાર સંગીત આપ્યું છે. મોટા અને ખર્ચાળ ફિલ્મી પ્રોજેક્ટ્સ સાથે સતત જોડાવાના કારણે તેઓ દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી વધુ ચર્ચામાં રહેલા સંગીતકારોમાં સ્થાન પામ્યા છે.

didha - 2026-10-17T163939.350

મળતી માહિતી મુજબ, અનિરુદ્ધ મહાન અભિનેતા રજનીકાંતના પરિવાર સાથે પણ સંબંધ ધરાવે છે અને તેમના પિતા રવિ રાઘવેન્દ્ર પણ જાણીતા અભિનેતા છે. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મોમાં સંગીત રચના, ગીતો તૈયાર કરવા અને મનોરંજન જગત સાથે જોડાયેલા અન્ય પ્રોજેક્ટ્સ છે.

કોણ છે કાવ્યા મારન?

કાવ્યા મારન 'સન ગ્રુપ' ના અધ્યક્ષ કલાનિધિ મારન અને કાવેરી મારનનાં સુપુત્રી છે. તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની જાણીતી ક્રિકેટ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ તરીકે જવાબદારી સંભાળે છે. આઈપીએલ મેચો દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહીને પોતાની ટીમને ઉત્સાહિત કરતા તેમને અવારનવાર જોવામાં આવે છે. કાવ્યાનો પરિવાર મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે. સન ગ્રુપનો વેપાર ટેલિવિઝન, મીડિયા અને ફિલ્મ નિર્માણ જેવા ક્ષેત્રોમાં વિશાળ પાયે વિસ્તરેલો છે. કાવ્યાએ ચેન્નઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને બ્રિટનની વાર્વિક બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ) ની ડિગ્રી મેળવી છે. તેઓ ક્રિકેટ ફ્રેન્ચાઇઝીના મેનેજમેન્ટની સાથે પરિવારના વ્યવસાયિક હિતોની દેખરેખ પણ રાખે છે.

didha - 2026-10-17T164310.188

અનિરુદ્ધ અને કાવ્યામાંથી વધુ ધનિક કોણ?

પ્રશંસકો અને સોશિયલ મીડિયા યૂઝર્સ વચ્ચે આ બંનેમાંથી વધુ અમીર કોણ છે તેને લઈને તીવ્ર ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, અનિરુદ્ધ રવિચંદરની અંદાજિત નેટવર્થ આશરે 50 કરોડ રૂપિયા જેટલી હોવાનું મનાય છે. તેમની કમાણીનો મોટો હિસ્સો ફિલ્મોમાં સંગીત આપવા અને અન્ય વ્યાવસાયિક પ્રોજેક્ટ્સમાંથી આવે છે. જો કે, તેમની સંપત્તિને લઈને કોઈ સત્તાવાર અને જાહેર નાણાકીય ડેટા ઉપલબ્ધ નથી. બીજી બાજુ, કાવ્યા મારનની અંગત નેટવર્થને લઈને વિવિધ મીડિયા અહેવાલોમાં અલગ-અલગ અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. કેટલાક અહેવાલોમાં તેમની સંપત્તિ 400 થી 500 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ આંકડો પણ સત્તાવાર રીતે પ્રમાણિત થયેલો નથી. આ પ્રચલિત અંદાજોના આધારે કાવ્યા મારનની નેટવર્થ અનિરુદ્ધ કરતા ઘણી વધારે હોવાનું કહેવાય છે. જો કે, બંનેની વાસ્તવિક અંગત સંપત્તિની સચોટ તુલના કરવા માટે કોઈ અધિકૃત આંકડા ઉપલબ્ધ નથી.

વધુ વાંચો : આ સરકારી કર્મચારીઓની તો દિવાળી સુધરી ગઈ! મોદી કેબિનેટે આપી 60 દિવસના બોનસને મંજૂરી

અનિરુદ્ધ રવિચંદર કેટલી ફી વસૂલે છે?

અનિરુદ્ધની ફીસને લઈને પણ મીડિયામાં મોટા આંકડાઓ સામે આવતા રહ્યા છે. કેટલાક અહેવાલો મુજબ, તેઓ એક ફિલ્મ માટે સંગીત આપવા બદલ અશરે 8 થી 10 કરોડ રૂપિયા સુધીની ફી વસૂલે છે. જો કે, તેમની ફી ફિલ્મ, પ્રોજેક્ટ અને કરારના સ્વરૂપના આધારે અલગ-અલગ હોઈ શકે છે. કેટલીક ફિલ્મો માટે તેમને આનાથી પણ વધુ રકમની ઓફર કરવામાં આવ્યાના અહેવાલો આવ્યા છે, પરંતુ દરેક પ્રોજેક્ટ માટેની વાસ્તવિક ફીની રકમની પુષ્ટિ કરવામાં આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

KavyaMaran IPL AnirudhRavichander

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ