ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'Jailer 2'ના મ્યુઝિક કમ્પોઝર સાથે બંધનમાં બંધાશે SRHની માલિક કાવ્યા મારન, PMને પાઠવ્યું નિમંત્રણ
Last Updated: 12:18 PM, 18 October 2026
ADVERTISEMENT
Kavya Maran: અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્નની ચર્ચા વચ્ચે કલાનિધિ મારને પીએમ મોદી અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું છે. અહેવાલો અનુસાર લગ્ન 11 નવેમ્બરે ગ્રીસમાં થવાના છે, જ્યારે રિસેપ્શન 21 નવેમ્બરે યોજાશે.
ADVERTISEMENT
સાઉથ ફિલ્મ ઇડસ્ટ્રીના જાણીતા સંગીતકાર અને રજનીકાંતના ભત્રીજા અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારન તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર તેઓ નવેમ્બરમાં લગ્ન કરવાના છે. દરમિયાન કાવ્યાના પિતા અને સન ટીવી ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન અને તેમની પત્ની કાવેરી મારન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયને મળ્યા અને તેમને લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું. આ મુલાકાતના ફોટા સામે આવ્યા પછી બંનેના લગ્નની ચર્ચાએ વધુ જોર પકડ્યુ છે.

ADVERTISEMENT
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ પણ કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્ન રિસેપ્શન વિશે માહિતી શેર કરી છે. એવું જાણવા મળ્યું છે કે રિસેપ્શન 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાશે. જોકે લગ્નની તારીખ કે સ્થળ અંગે અનિરુદ્ધ કે કાવ્યા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દંપતી 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્ન કરી શકે છે.
PM મોદીને વેડિંગ રિસેપ્શનનું આમંત્રણ
ADVERTISEMENT
અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્નના સમાચાર વચ્ચે સન ટીવી ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સન ટીવીના તમિલ ન્યૂઝ નેટવર્ક 'સન ન્યૂઝ'એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે. પોસ્ટ અનુસાર કલાનિધિ મારને પીએમ મોદીને તેમની પુત્રી કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન બંને પરિવારના સભ્યો પણ હાજર હતા. જોકે શેર કરેલી તસવીરોમાં અનિરુદ્ધ રવિચંદર જોવા મળ્યો ન હતો.
સીએમ વિજયને પણ આમંત્રણ
ADVERTISEMENT
કલાનિથિ મારન તમિલનાડુના મુખ્ય પ્રધાન સી. જોસેફ વિજયને પણ મળ્યા હતા અને તેમને કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું હતું. 'સન ન્યૂઝ'એ પણ એક્સ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે. ખાસ વાત એ છે કે આ મુલાકાત દરમિયાન કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદર પણ હાજર હતા. બંનેની હાજરી બાદ લગ્ન અને રિસેપ્શનને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
કાવ્યા મારન કોણ છે?
ADVERTISEMENT
કાવ્યા મારન સન ટીવી ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન અને કાવેરી મારનની પુત્રી છે. કાવ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બોલિવૂડ / રણબીરની ‘રામાયણ’નો ભવ્ય અંદાજ જોઈ ચોંકી જશો, 10 હજારથી વધુ લોકોની મહેનત, મેકર્સે શેર કર્યો BTS વીડિયો
અનિરુદ્ધ રવિચંદર કોણ છે?
અનિરુદ્ધ રવિચંદર દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતા સંગીતકાર અને ગાયક છે. તેમના પિતા રવિ રાઘવેન્દ્ર અને રજનીકાંતની પત્ની લતા રજનીકાંત સગા ભાઈ-બહેન છે. તેમણે નાની ઉંમરે પોતાની ઓળખ સ્થાપિત કરી હતી અને ઘણી મોટી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. "લિયો," "ઇન્ડિયન 2," "વેટ્ટાયન," "વિદામુયાર્ચી," અને "કૂલી" જેવી ફિલ્મો ઉપરાંત તેમણે તાજેતરમાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ "જેલર 2" માટે પણ સંગીત આપ્યું હતું. અનિરુદ્ધનું સંગીત અને ગીતો યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.
સંકળાયેલા મુદ્દાઓ