ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આ સરકારી કર્મચારીઓની તો દિવાળી સુધરી ગઈ! મોદી કેબિનેટે આપી 60 દિવસના બોનસને મંજૂરી

ગુડ ન્યૂઝ / આ સરકારી કર્મચારીઓની તો દિવાળી સુધરી ગઈ! મોદી કેબિનેટે આપી 60 દિવસના બોનસને મંજૂરી

Published By: Pravin Joshi

Last Updated: 12:30 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે ટપાલ વિભાગના કર્મચારીઓ અને ગ્રામીણ ડાક સેવકો માટે 60 દિવસના પગાર જેટલા ઉત્પાદકતા આધારિત બોનસની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

રેલવે કર્મચારીઓ માટે તાજેતરમાં જ 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારે ટપાલ વિભાગના કર્મચારીઓ માટે પણ મોટી ખુશખબર આપી છે. સરકારે તાજેતરમાં નાણાકીય વર્ષ 2025-26 માટે ટપાલ કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (પીએલબી) એટલે કે વાર્ષિક બોનસ જાહેર કર્યું છે. આ બોનસ કર્મચારીઓના 60 દિવસના વેતન બરાબર રહેશે અને તેની ગણતરી 7000 રૂપિયાની મહત્તમ બોનસ વેતન મર્યાદાના આધારે કરવામાં આવશે.

POST-OFFICE

સંચાર મંત્રાલયના ટપાલ વિભાગ દ્વારા 16 ઓક્ટોબર, 2026 ના રોજ જારી કરવામાં આવેલા એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પીએલબી મેળવવા માટે મલ્ટી ટાસ્કિંગ સ્ટોફ, ગ્રુપ 'સી' અને બિન-રાજપત્રિત (નોન-ગેઝેટેડ) ગ્રુપ 'બી' ના ટપાલ કર્મચારીઓ પાત્ર રહેશે. જોકે વિભાગ દ્વારા આ કર્મચારીઓને મળવાપાત્ર ચોક્કસ પીએલબી રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ મહત્તમ બોનસની ગણતરી કરવાનું સૂત્ર રજૂ કરવામાં આવ્યું છે.

નિયમિત કર્મચારીઓ માટે પીએલબી રકમની ગણતરીનું સૂત્ર આ મુજબ રહેશે:

નિયમિત કર્મચારીઓ માટે પીએલબી = સરેરાશ વેતન × બોનસના દિવસોની સંખ્યા / 30.4 (જ્યાં 30.4 એ એક મહિનામાં દિવસોની સરેરાશ સંખ્યા દર્શાવે છે).

money-simple-2

કર્મચારીઓને કેટલું ભથ્થું મળશે?

નિયમિત વિભાગીય કર્મચારીઓના વેતનમાં મૂળ વેતન, મોંઘવારી ભથ્થું (ડીએ), એસબી ભથ્થું, ડ્યુટી ભથ્થું અને તાલીમ સંસ્થાઓના સભ્યો માટે તાલીમ ભથ્થાનો સમાવેશ થાય છે. વર્ષ 2025-26 દરમિયાન જો કોઈ પણ મહિનામાં કર્મચારીનું વેતન 7,000 રૂપિયાથી વધી જાય, તો પણ બોનસની ગણતરી માટે વેતન માત્ર 7,000 રૂપિયા પ્રતિ માસ સુધી જ મર્યાદિત ગણવામાં આવશે. આ મુજબ નિયમિત ટપાલ કર્મચારીઓ માટે અંદાજિત મહત્તમ પીએલબી રકમ 7,000 રૂપિયા x 60 / 30.4 = 13,816 રૂપિયા થશે.

નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે બોનસનો લાભ

1 એપ્રિલ, 2025 થી 31 માર્ચ, 2026 ની સમયગાળા દરમિયાન રાજીનામું આપનાર, નિવૃત્ત થનાર, સેવા છોડનાર અથવા ટપાલ વિભાગની અંદર કે વિભાગ બહાર ડેપ્યુટેશન (પ્રતિનિયુક્તિ) પર ગયેલા કર્મચારીઓ પણ આ બોનસ મેળવવા માટે સંપૂર્ણપણે પાત્ર રહેશે.

ગ્રામીણ ડાક સેવકો માટે બોનસની જોગવાઈ

ટપાલ વિભાગના જણાવ્યા મુજબ, વર્ષ 2025-26 દરમિયાન આખું વર્ષ ફરજ પર રહેલા ગ્રામીણ ડાક સેવકો (જીડીએસ) માટે સરેરાશ માસિક સમય સંબંધિત નિરંતરતા ભથ્થું (ટીઆરસીએ) ની ગણતરી કરવામાં આવશે. આ માટે 1 એપ્રિલ, 2025 થી 31 માર્ચ, 2026 સુધી તેમણે મેળવેલ ટીઆરસીએ અને સંબંધિત મોંઘવારી ભથ્થા (ડીએ) નો સરવાળો કરીને તેને 12 વડે ભાગવામાં આવશે.

જોકે, આ સમયગાળા દરમિયાન કોઈ પણ મહિનામાં ટીઆરસીએ અને મોંઘવારી ભથ્થું 7,000 રૂપિયાથી વધુ થઈ જશે, તો પણ ભથ્થું દર મહિને 7,000 રૂપિયા સુધી જ સીમિત રહેશે. આ રીતે મહત્તમ ટીઆરસીએ ધ્યાનમાં લેતાં, ગ્રામીણ ડાક સેવકો માટે પણ મહત્તમ પીએલબી અંદાજે 13,816 રૂપિયા રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PostalEmployees DiwaliBonus IndiaPost

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ