ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / જ્યારે કાજોલના દુર્ગા પંડાલમાં મહિલાને આવ્યા માતાજી! બાઉન્સરોને આવવું પડ્યું, જુઓ Video
Last Updated: 12:57 PM, 18 October 2026
ADVERTISEMENT
બોલિવૂડ અભિનેત્રી કાજોલના પરિવાર દ્વારા દર વર્ષે મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજાના 80મા આયોજનમાં એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં ધુનુચી નૃત્ય દરમિયાન મહિલા ભક્તિમાં લીન થઈને જોરશોરથી ધૂણતી જોવા મળે છે.મુખર્જી પરિવારની આ પરંપરા વર્ષો જૂની છે. આ વર્ષે પણ કાજોલ પોતાની માતા તનુજા, બહેન તનીષા મુખર્જી અને પરિવારના અન્ય સભ્યો સાથે દુર્ગા પૂજામાં સામેલ થઈ હતી. પરિવાર દ્વારા પંડાલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને માતા દુર્ગાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ દરમિયાન પંડાલનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલાની હરકતોને કારણે આસપાસના લોકો સતર્ક થઈ ગયા હતા.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તનીષા મુખર્જી સહિત અન્ય લોકો ધુનુચી નૃત્ય કરતા જોવા મળે છે. આ દરમિયાન એક મહિલા ભક્તિમાં એટલી લીન થઈ જાય છે કે તે ટ્રાન્સ જેવી સ્થિતિમાં જોરજોરથી માથું હલાવવા લાગે છે. ત્યારબાદ તે સામે રાખવામાં આવેલી મોટી દાનપેટીને પણ જોરશોરથી હલાવવા લાગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મહિલાની આ હરકત જોઈને આસપાસ ઊભેલા લોકો દાનપેટી પકડી લે છે, જેથી તે પડી ન જાય. બીજી તરફ ધુનુચી નૃત્ય કરી રહેલી તનીષા અને અન્ય લોકો પણ ત્યાંથી ખસી જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને લઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, મહિલા સાથે ખરેખર શું થયું હતું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
દર વર્ષની જેમ આ વખતે પણ કાજોલના દુર્ગા પંડાલમાં બોલિવૂડની અનેક હસ્તીઓ માતા દુર્ગાનાં દર્શન કરવા પહોંચી હતી. અભિનેત્રી જયા બચ્ચન પોતાની દીકરી શ્વેતા બચ્ચન નંદા સાથે પંડાલમાં આવ્યાં હતાં. આ દરમિયાન કાજોલ અને જયા બચ્ચન વચ્ચેનો ખાસ સંબંધ ફરી જોવા મળ્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'Jailer 2'ના મ્યુઝિક કમ્પોઝર સાથે બંધનમાં બંધાશે SRHની માલિક કાવ્યા મારન, PMને પાઠવ્યું નિમંત્રણ
કાજોલે જયા બચ્ચનને જોતાં જ તેમને પ્રેમથી ગળે લગાવ્યાં હતાં. ત્યારબાદ બંને એકબીજા સાથે વાતો કરતાં અને હસતાં જોવા મળ્યાં હતાં. બંનેએ સાથે તસવીરો પણ પડાવી હતી. આ પ્રસંગે અયાન મુખર્જી, તનીષા મુખર્જી અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
દુર્ગા પૂજાના આ કાર્યક્રમમાં કાજોલ અને અજય દેવગનની સંતાનો નીસા દેવગન અને યુગ દેવગન પણ જોવા મળ્યાં હતાં. કાજોલે આ પ્રસંગે મસ્ટર્ડ યલો રંગની સાડી પહેરી હતી. જ્યારે નીસા પાઉડર બ્લૂ રંગની સુંદર સિલ્ક સાડીમાં જોવા મળી હતી. યુગ સફેદ રંગના કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો.ત્રણેયે સાથે ફોટોઝ પણ પડાવ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ મુખર્જી પરિવારના સભ્યો એકસાથે દુર્ગા પૂજામાં સામેલ થયા હતા. પરિવાર માટે આ પરંપરા ખાસ મહત્ત્વ ધરાવે છે અને આ વર્ષે તેનું 80મું આયોજન કરવામાં આવ્યું હતું.
દુર્ગા પૂજાના કાર્યક્રમ પહેલાં મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તનીષા મુખર્જીએ પંડાલમાં આવતા પાપારાઝી અને સામાન્ય લોકોને મર્યાદા જાળવવા અપીલ કરી હતી. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માતા દુર્ગાનાં દર્શન કરવા માટે અહીં પહોંચે છે. આવી સ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તનીષાએ સૌને સહકાર આપવા જણાવ્યું હતું. નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજાનું આ 80મું આયોજન મુખર્જી પરિવારની વર્ષો જૂની પરંપરાને આગળ ધપાવે છે. આ વખતે પણ પરિવારની હાજરી, બોલિવૂડના કલાકારોની મુલાકાત અને વાયરલ થયેલા મહિલાના વીડિયોને કારણે આ દુર્ગા પૂજાનો કાર્યક્રમ ચર્ચામાં રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ