ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનમાં ગરબાના નકલી પાસનું કૌભાંડ, 10 હજારની ટીકિટ 3100માં વેચવાની જાહેરાત

પર્વમાં પાપ / અમદાવાદનમાં ગરબાના નકલી પાસનું કૌભાંડ, 10 હજારની ટીકિટ 3100માં વેચવાની જાહેરાત

Published By: Hiralal Parmar

Last Updated: 09:11 AM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનમાં હવે ગરબાના નકલી પાસનું કૌભાંડ સામે આવ્યું છે. કંપનીના મેનેજરે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

ADVERTISEMENT

નવરાત્રિમાં પણ નકલ ઘુસી છે. અમદાવાદનમાં હવે ગરબાના નકલી પાસનું કૌભાંડ સામે આવ્યું છે. ‘અનંત બ્રહ્માંડ’ ગરબાની ઓનલાઈન ટિકિટો રૂ. 4 હજારથી 10 હજારમાં વેચાતી હતી પરંતુ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પર ટિકિટ રૂ. 3100માં વેચવાની જાહેરાત કરાઈ હતી. 25થી વધુ ગરબાના નકલી પાસ સસ્તામાં વેચવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી હતી. પોલીસ તપાસમાં આરોપી ગુજરાત બહારનો હોવાનું ખૂલ્યું છે.

15 હજારનો પાસ પણ સુવિધાને નામે મીંડુ

અમદાવાદમાં ગરબાના આયોજકોની બેદરકારીને કારણે ખેલૈયાઓમાં નારાજગીની વધુ એક બાબત સામે આવી છે. 15 હજારના મોઘા પાસ લીધા પછી પણ ખેલૈયાઓને અવ્યવસ્થાનો સામનો કરવો પડતા હોબાળો મચ્યો હતો. 15 હજારનો પાસ ખરીદ્યા છતાં પાણી પણ નહીં મળતા નારાજગી જોવા મળી હતી. લપકામણમાં ‘સફેદ પરિંદે’ ગરબાનું આયોજન કરાયુ હતું. જેમાં ખેલૈયાઓ દ્વારા 15000ના મોઘા પાસની ખરીદી કરવામાં આવી હતી. આયોજકો દ્વારા અનલિમિટેડ ફૂડની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગરબા શરૂ થયાના બે કલાકમાં ખાણી-પીણી અને પીવાનું પાણી ખૂટી પડતાં ખેલૈયાએ હોબાળો મચાવ્યો હતો. આયોજકો અને કેટરિંગવાળા નાસી જતા અકળાયેલા લોકોએ જાતે જ પિત્ઝા અને કોફી બનાવી પેટપુજા કરી હતી.

આ પણ વાંચોઃ પર્વમાં તકેદારી / અમદાવાદમાં દશેરા પર્વને લઈને AMCએ બહાર પાડી ગાઈડલાઈન, વેપારીઓને શું ઓર્ડર કરાયા?

પોલીસ બોલાવવી પડી

ગરબા શરૂ થયા બાદ બે કલાકમાં ફૂડ અને પાણીને લઇ હોબાળો શરૂ થયો હતો એટલુ જ નહી ગરબામાં આયોજનનો અભાવ જોવા મળતા અવ્યવસ્થા સર્જાઇ હતી. મેનગેટથી ગરબામાં પ્રવશ બંધ કરી દેવાતા પાસ હોવા છતાં લોકો અંદર નહી જઇ શકતા હોબાળો શરૂ થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ