ન્યૂઝ અપડેટ્સ
11 ફોટો ગેલેરી
Last Updated: 11:07 PM, 17 October 2026
1/11
રવિવારનો દિવસ અમુક લોકો માટે નવી તકો અને સકારાત્મક ફેરફારો લઈને આવી શકે છે. અંકજ્યોતિષની માન્યતા અનુસાર, જન્મતારીખના આધારે વ્યક્તિના મૂળાંકની ગણતરી કરવામાં આવે છે. આ મૂળાંકના આધારે નોકરી, વેપાર, આર્થિક સ્થિતિ, પ્રેમસંબંધો અને પારિવારિક જીવન વિશે સંકેતો મેળવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે 18 ઑક્ટોબરના રોજ મૂળાંક 1થી 9 સુધીના જાતકો માટે દિવસ કેવો રહી શકે છે.
2/11
તમારા માટે રવિવાર આત્મવિશ્વાસ અને મનની શાંતિ આપનારો બની શકે છે. તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હિંમત નહીં હારો અને સમજદારીપૂર્વક આગળ વધવાનો પ્રયાસ કરશો. લાંબા સમયથી સતાવતી કોઈ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ મળી શકે છે. નોકરી કે વ્યવસાયમાં આયોજનબદ્ધ રીતે કામ કરવાથી સારા પરિણામ મળવાની શક્યતા છે. પારિવારિક બાબતોમાં પણ તમારા નિર્ણયો ઉપયોગી સાબિત થઈ શકે છે. કોઈ મોટો નિર્ણય લેતી વખતે પરિવારના ભવિષ્યનો વિચાર કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા માટે શુભ અંક 20 અને શુભ રંગ જાંબલી રહેશે.
ADVERTISEMENT
3/11
મૂળાંક 2 ધરાવતા જાતકોએ આજે આર્થિક અને વ્યવસાયિક નિર્ણયો લેતી વખતે ખાસ સાવચેતી રાખવી. વેપારમાં મોટું જોખમ લેતાં પહેલાં તેના ફાયદા અને નુકસાનનો વિચાર કરી લેવો જરૂરી છે. પૂરતી માહિતી વિના રોકાણ કરવું કે સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં પૈસા લગાવવા નુકસાનકારક બની શકે છે. કોઈ નાણાકીય યોજના અંગે મૂંઝવણ હોય તો અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. પરિવારના વડીલો, ખાસ કરીને પિતા તરફથી મળતું માર્ગદર્શન તમારી સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદરૂપ બની શકે છે. ભાવનાઓમાં વહી જવાને બદલે શાંતિથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો. તમારા માટે શુભ અંક 20 અને શુભ રંગ સોનેરી રહેશે.
4/11
તમારા માટે દિવસ વેપાર અને કારકિર્દીની દૃષ્ટિએ આશાસ્પદ બની શકે છે. કામમાં નવી ગતિ આવવાથી તમે ઉત્સાહપૂર્વક જવાબદારીઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. પરિવારનો સહકાર તમારા મનોબળમાં વધારો કરશે અને આસપાસના લોકો સાથે ખુશનુમા વાતાવરણ જાળવવાની ઇચ્છા રહેશે. જોકે કોઈ નજીકની વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન મતભેદ ઊભા થઈ શકે છે. નાની વાતને મોટું સ્વરૂપ આપવાથી સંબંધોમાં તણાવ વધી શકે છે, તેથી શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરવી. સાસરિયાં પક્ષ સાથેના સંબંધોમાં પણ તમારી વાતને મહત્ત્વ મળી શકે છે. તમારા માટે શુભ અંક 15 અને શુભ રંગ લીલો રહેશે.
ADVERTISEMENT
5/11
તમારા માટે રવિવાર પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ બની શકે છે. તમે જે કામ હાથમાં લેશો તેને પૂર્ણ કરવા માટે ગંભીરતાથી મહેનત કરશો. ભવિષ્યની યોજનાઓ ઘડવા અથવા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય માટે નવી રણનીતિ તૈયાર કરવા માટે સમય અનુકૂળ રહી શકે છે. પ્રેમજીવનમાં પણ સકારાત્મકતા જોવા મળી શકે છે. જીવનસાથી સાથે લાગણીસભર સમય પસાર કરવાની તક મળશે અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બની શકે છે. વિવાહિત જીવનમાં મધુરતા જાળવવા માટે ખુલ્લા મનથી વાતચીત કરવી અને એકબીજાની લાગણીઓને સમજવી જરૂરી રહેશે. તમારા માટે શુભ અંક 29 અને શુભ રંગ વાદળી રહેશે.
6/11
તમારા માટે દિવસ અનેક બાબતોમાં અનુકૂળ રહી શકે છે. બીજાને મદદ કરવાની અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવાની ભાવના વધી શકે છે. પરિવારજનો તથા મિત્રો સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમજીવનમાં પણ નવી શરૂઆતના સંકેતો મળી શકે છે. અવિવાહિત લોકોની કોઈ રસપ્રદ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે, જ્યારે પહેલેથી ચાલી રહેલા સંબંધોમાં જૂની ગેરસમજ દૂર કરવાની તક મળી શકે છે. જોકે, કોઈની વાતથી તરત ગુસ્સે થવું કે ઉતાવળમાં પ્રતિક્રિયા આપવી ટાળવી. ધીરજ અને સમજદારીથી કામ લેશો તો સંબંધોમાં વધુ સારું સંતુલન જાળવી શકશો. તમારા માટે શુભ અંક 41 અને શુભ રંગ પીળો રહેશે.
ADVERTISEMENT
7/11
તમારા માટે દિવસ કામકાજ, સામાજિક પ્રવૃત્તિઓ અને પારિવારિક જવાબદારીઓથી ભરેલો રહી શકે છે. એકસાથે અનેક કામ સંભાળવાનાં આવે તો પણ યોગ્ય આયોજનથી મહત્ત્વપૂર્ણ લક્ષ્યો હાંસલ કરી શકો છો. લાંબા સમયથી મનમાં રાખેલી કોઈ ઇચ્છા પૂરી કરવાની દિશામાં પણ પ્રગતિ થઈ શકે છે. પ્રેમસંબંધોમાં નિકટતા વધારવાની અને જીવનસાથી સાથે યાદગાર પળો વિતાવવાની તક મળી શકે છે. જોકે, કોઈ નાની વાતને કારણે મનદુઃખ થવાની શક્યતા પણ છે. તમારી લાગણીઓ શાંતિથી વ્યક્ત કરશો તો ગેરસમજ ટાળી શકશો. બીજાની મદદ કરતાં પોતાની જરૂરિયાતો અને આરામને પણ મહત્ત્વ આપો. તમારા માટે શુભ અંક 3 અને શુભ રંગ જાંબલી રહેશે.
8/11
તમાંરા માટે વ્યવસાયમાં સુધારા લાવવા અને ભવિષ્યની દિશા નક્કી કરવા માટે દિવસ ઉપયોગી બની શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા અથવા હાલના કામનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા હો, તો દરેક પાસાનો વિચાર કરીને આગળ વધવું. સમય, પૈસા અને અન્ય સંસાધનોનો યોગ્ય ઉપયોગ તમારી પ્રગતિમાં મદદરૂપ થઈ શકે છે. બિનજરૂરી ચર્ચાઓમાં સમય વેડફવાને બદલે તમારા લક્ષ્ય પર ધ્યાન આપો. તમારી નમ્રતા અને શાંત સ્વભાવ લોકો પર સારી છાપ છોડી શકે છે. મિત્રો, પરિવારજનો અને સહકર્મીઓનો સહયોગ મળવાથી કામ સરળ બનવાની શક્યતા છે. તમારા માટે શુભ અંક 12 અને શુભ રંગ લેમન રહેશે.
ADVERTISEMENT
9/11
તમારા માટે કાર્યસ્થળે સંબંધો સુધારવાની તક મળી શકે છે. સીનીયર અધિકારીઓ સાથે સંવાદ વધુ સારો બનવાની અને કામકાજનું વાતાવરણ અનુકૂળ થવાની શક્યતા છે. તમે તમારી જવાબદારીઓ પ્રત્યે ગંભીર રહેશો અને કામની ગુણવત્તા જાળવવાનો પ્રયાસ કરશો. કોઈ નવી કાર્યયોજના અપનાવવાનો વિચાર આવે તો તેના ફાયદા અને સંભવિત મુશ્કેલીઓનું મૂલ્યાંકન કર્યા પછી જ નિર્ણય લેવો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રસ પડી શકે છે અને મુશ્કેલ વિષયો સમજવા માટે તેઓ વધારે મહેનત કરી શકે છે. સોશિયલ મીડિયા પર વાતચીત કરતી વખતે સાવધાન રહો અને અંગત માહિતી અજાણ્યા લોકો સાથે શેર કરવાનું ટાળો. તમારા માટે શુભ અંક 19 અને શુભ રંગ લીલો રહેશે.
10/11
તમારા માટે રવિવાર પારિવારિક ખુશીઓ લઈને આવી શકે છે. ઘરના સભ્યો વચ્ચે સમજણ વધશે અને કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દે હકારાત્મક ચર્ચા થઈ શકે છે. સંતાનોની પ્રગતિથી મન પ્રસન્ન થવાની અથવા તેમના સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી કોઈ બાબતને લઈને ચિંતા સતાવતી હોય તો પરિસ્થિતિમાં સુધારો થતાં રાહત અનુભવાઈ શકે છે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધે અને આસપાસના લોકો સાથેના સંબંધો વધુ મજબૂત બને તેવા સંકેતો છે. જોકે, ઉતાવળમાં મોટો નિર્ણય લેવાનું ટાળવું. ખાસ કરીને પૈસા અને પરિવારને લગતી બાબતોમાં તમામ પાસાં તપાસ્યા પછી જ આગળ વધવું. તમારા માટે શુભ અંક 12 અને શુભ રંગ કેસરી રહેશે.
ADVERTISEMENT
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ