ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / કોલકાતામાં દુર્ગા પૂજાની ઉજવણી વચ્ચે મોટી દુર્ઘટના! અનેક લોકોનાં મોતની આશંકા અને 40 જેટલા ઘાયલ
Last Updated: 10:11 PM, 17 October 2026
ADVERTISEMENT
દુર્ગા પૂજાની ઉજવણી, ભક્તોની ભારે ભીડ અને માતા દુર્ગાનાં દર્શન માટે ઉમટેલા લોકો વચ્ચે અચાનક એવી ઘટના બની કે ઉત્સવનો માહોલ અફરાતફરીમાં ફેરવાઈ ગયો. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં દુર્ગા પૂજાના સપ્તમીના દિવસે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તર કોલકાતાના ચોરબાગન જાહેર પૂજા મંડપનો એક ભાગ ભીડના દબાણને કારણે તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચોરબાગન પૂજા મંડપમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ અસરગ્રસ્ત લોકોને બહાર કાઢીને કલકત્તા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજા આયોજકો પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને રાહત કાર્યમાં મદદ કરવા માટે તાત્કાલિક જોડાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ પણ કલકત્તા મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ઘટનાસ્થળે હાજર રહેલા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ અનેક લોકો બેહોશ થઈ ગયા હતા. તેમણે નજીકમાં ઘણા લોકોને બેભાન અવસ્થામાં જોયા હોવાનું જણાવ્યું હતું. કેટલાક લોકોને તાત્કાલિક સારવાર માટે મોટરસાયકલ પર લઈ જવામાં આવી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
ADVERTISEMENT
દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન બનેલી આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. અસરગ્રસ્ત લોકોના પરિવારજનો અને જરૂરી માહિતી મેળવવા ઇચ્છતા લોકો 18003455678 નંબર પર સંપર્ક કરી શકે છે. આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોને માહિતી અને જરૂરી સહાય મળી રહે તે હેતુથી હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન સર્જાયેલી નાસભાગ જેવી સ્થિતિ અને દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાના સમાચારથી તેઓ ખૂબ જ આઘાતમાં છે અને તેમને ભારે દુઃખ થયું છે. મમતા બેનર્જીએ ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી. સાથે જ તેમણે દેવી દુર્ગાને પ્રાર્થના કરી હતી કે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોને આઘાત સહન કરવાની શક્તિ અને હિંમત આપે.
ADVERTISEMENT
TMCના ધારાસભ્ય કુણાલ ઘોષે ચોરબાગન પૂજા પંડાલમાં બનેલી દુર્ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને કલકત્તા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવાની પ્રક્રિયા ચાલી રહી છે. કુણાલ ઘોષે સ્પષ્ટ કર્યું હતું કે અકસ્માત કેવી રીતે અને શા માટે થયો તેની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. જોકે, હાલની પ્રાથમિકતા લોકોને સુરક્ષિત રીતે બચાવવાની અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાની છે. તેમણે પોલીસ અને વહીવટીતંત્રને કલકત્તા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તાત્કાલિક ડૉક્ટરો તથા અન્ય તબીબી સ્ટાફની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીએમસીના કાર્યકરો પણ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે.
આ પણ વાંચો : કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકેને જામીન, ₹50 હજારના પીસ બોન્ડ પર મળશે મુક્તિ!
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કુણાલ ઘોષે દુર્ગા પૂજાના સમારોહ માટે બહાર નીકળેલા લોકોને ચોરબાગન તરફ જવાનું ટાળવા અપીલ કરી હતી. હાલ રાહત અને બચાવ કામગીરી તેમજ ઘાયલોને સારવાર આપવાની પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ બની છે. દુર્ગા પૂજાના પવિત્ર તહેવાર દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ અનેક પરિવારોની ચિંતા વધારી છે. અકસ્માતનાં ચોક્કસ કારણો અને જાનહાનિ અંગેની સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે. હાલ પોલીસ, વહીવટીતંત્ર અને રાહત કાર્યમાં જોડાયેલા લોકો અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો