ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / IPL ટીમની માલિક કાવ્યા મારન સાથે પ્રખ્યાત મ્યુઝિક કંપોઝર અનિરુદ્ધ કરશે લગ્ન, ગ્રીસમાં લેશે સાત ફેરા
7 ફોટો ગેલેરી
Last Updated: 04:45 PM, 17 October 2026
1/7
સાઉથ ફિલ્મોના જાણીતા મ્યુઝિક કંપોઝર અનિરુદ્ધ રવિચંદર ટૂંક સમયમાં જ લગ્નગ્રંથિથી જોડાઈને વરરાજા બનવા જઈ રહ્યા છે. તેઓ સન ટીવી અને ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારન સાથે સાત ફેરા ફરવાના છે.
2/7
ADVERTISEMENT
3/7
અનિરુદ્ધ અને કાવ્યાના લગ્ન વિદેશમાં આવેલા ગ્રીસ દેશમાં સંપન્ન થશે, જ્યાં માત્ર તેમના પરિવારના નજીકના સભ્યો જ ઉપસ્થિત રહેશે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે આ બંને હંમેશાં માટે એકબીજાના થવા જઈ રહ્યા છે. કરોડો રૂપિયાની સંપત્તિની માલિકણ કાવ્યા મારન સાથે અનિરુદ્ધના સંબંધોની ચર્ચાઓ અવારનવાર સોશિયલ મીડિયા પર થતી રહી છે.
4/7
અનિરુદ્ધ અને કાવ્યા મારન એકબીજાને ખૂબ જ નજીકથી જાણે છે. કાવ્યાના પિતાએ સુપરસ્ટાર રજનીકાંતની અનેક ફિલ્મોનું પ્રોડક્શન કર્યું છે, જેમાં અનિરુદ્ધે અદભુત સંગીત આપ્યું છે. વર્ષ 2023માં 'જેલર' ફિલ્મના એક કાર્યક્રમ દરમિયાન જ્યારે અનિરુદ્ધ સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યા હતા, ત્યારે કાવ્યા નીચે બેસીને તેમના ગીતો ગાઈ રહી હતી.
ADVERTISEMENT
5/7
આ ઘટના બાદ વર્ષ 2024ની આસપાસ બંનેના ડેટિંગ કરવાની અફવાઓ વહેતી થઈ હતી. થોડા સમય પછી બંનેના લગ્નની ચર્ચાઓ પણ સામે આવી હતી, જેને શરૂઆતમાં અનિરુદ્ધે નકારી કાઢી હતી. પરંતુ વર્ષ 2026માં બંને એકવાર ફરીથી જાહેરમાં એકસાથે જોવા મળ્યા, અને ત્યારથી તેમના લગ્નની ખબરો ફરીથી મીડિયાની છવાઈ ગઈ છે. જ્યારથી અનિરુદ્ધ અને કાવ્યાના લગ્નના સમાચાર બજારમાં આવ્યા છે, ત્યારથી બંને વચ્ચેના વયના તફાવતની પણ ભારે ચર્ચા થઈ રહી છે. અનિરુદ્ધ, કાવ્યા કરતાં લગભગ 2 વર્ષ મોટા છે. અનિરુદ્ધનો જન્મ 16 ઓક્ટોબર 1990ના રોજ થયો હતો, જ્યારે કાવ્યાનો જન્મ 6 ઓગસ્ટ 1992ના રોજ થયો હતો.
6/7
કાવ્યા મારનનાં પિતા કલાનિધિ મારને રજનીકાંત સાથે ખૂબ કામ કર્યું છે અને હવે તેઓ ટૂંક સમયમાં જ તેમના સમધી બનવા જઈ રહ્યા છે. વાસ્તવમાં અનિરુદ્ધ તમિલ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતના સગા સંબંધી છે. અનિરુદ્ધના માસી રજનીકાંતના પત્ની છે.
ADVERTISEMENT
7/7
જો અનિરુદ્ધ અને કાવ્યાના લગ્નની તારીખની વાત કરવામાં આવે તો, આગામી 11 નવેમ્બરના રોજ ગ્રીસમાં બંને લગ્નના બંધનમાં બંધાવાના છે. ત્યારબાદ આગામી 21 નવેમ્બરના રોજ ચેન્નાઈમાં તેમના ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દેશ-વિદેશની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / આગલા 30 દિવસ સુધી આ 5 રાશિઓને મોજે દરિયા, થશે માલામાલ
6 ફોટોઝ
દુર્ગા વિસર્જન 2026 / જો નદી કે તળાવે ન જઈ શકો તો આ સરળ વિધિથી ઘરમાં જ આપો માં દુર્ગાને વિદાય
ટોપ સ્ટોરીઝ