ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : માતાજીની ઉપાસના કરવાવાળાને મહિષાસુરોથી કેમ ડર લાગે છે ? કાજલ હિંદુસ્તાનીએ આદિત્ય ગઢવી પર કર્યો પલટવાર

પર્વમાં વિવાદ / VIDEO : માતાજીની ઉપાસના કરવાવાળાને મહિષાસુરોથી કેમ ડર લાગે છે ? કાજલ હિંદુસ્તાનીએ આદિત્ય ગઢવી પર કર્યો પલટવાર

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 12:01 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આયોજિત 'રંગ મોરલા' ગરબા આયોજનને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે.

ADVERTISEMENT

અમદાવાદ રંગ મોરલો ગરબા વિવાદ વકર્યો છે. સામાજિક કાર્યકર કાજલ હિંદુસ્તાનીએ આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર પલટવાર કર્યો છે. કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે માતાજીની ઉપાસના કરવા વાળાને મહિષાસુરો થી ડર કેમ લાગે છે. છોકરીઓની સાથે લવ જેહાદ થાય ત્યારે તમે દીકરીઓને બચાવવા કેમ નથી આવતા? તેમણે કહ્યું કે જર્મન અને નાજી સુધી જવા કરતા કાશ્મિરી પંડિતો ને યાદ કરી શકતા હતા.

શું હતો આખો બનાવ?

અમદાવાદમાં ગરબામાં એક મહિલા સાથે બાઉન્સર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળને મળી હતી. ત્યારબાદ VHP અને બજરંગદળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ત્યારબાદ આદિત્ય ગઢવીએ સ્ટેજ ઉપર થી જાહેરાત કરી હતી કે આમાં મારો અને મારી ટીમનો કોઈ જ પ્રકારનો વાંક નથી જે થયું છે તે બેક સ્ટેજ ઉપરથી થયું છે ત્યારે સમગ્ર ઘટનામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો ત્યારે આ જ મુદ્દે બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતાએ VTV સાથેની ખાસ વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે રંગ મોરલા ગરબામાં એક મહિલાની છેડતી થયાની ફરિયાદ મળતા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનો ગરબાના સ્થળે પહોંચી ગયા હતા.

વધુ વાંચો : બનાસકાંઠામાં PSIએ પિસ્તોલની અણીએ યુવતીનું કર્યું અપહરણ, લોકોએ પકડી લેતાં વોશરૂમ જવાના બહાને ફરાર

13 જેટલા વિધર્મીઓ બાઉન્સરો

સ્થળ પર તપાસ કરવામાં આવતા ગરબા આયોજનમાં તૈનાત કરાયેલા ૧૩ જેટલા બાઉન્સરો વિધર્મી હોવાનું સામે આવ્યું હતું.આ સમગ્ર મામલે બજરંગદળનું સ્પષ્ટ કહેવું છે કે તેમણે આયોજકો સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને ત્યારબાદ જ સહમતિથી સ્ટેજ પરથી જાહેરાત કરવામાં આવી હતી. આયોજનમાં કોઈ પણ પ્રકારની બળજબરી કરવામાં આવી ન હતી. સાથે જ, આ મામલે સિંગર આદિત્ય ગઢવી દ્વારા આપવામાં આવેલા નિવેદનને અયોગ્ય ગણાવતા બજરંગદળે ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં પણ આવી કોઈ ફરિયાદ મળશે, તો ફરીથી 'રંગ મોરલા' ખાતે તપાસ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AHMEDABAD NEWS ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ