ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:48 AM, 17 October 2026
ADVERTISEMENT
ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શનને કારણે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે 7:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પલ્મોનરી વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
7 ઓક્ટોબરે પીએમ મોદી અડવાણીને મળ્યાં
વરિષ્ઠ નેતા અડવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેના લગભગ એક અઠવાડિયા પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીના તેમના નિવાસસ્થાને તેમને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન, મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ કરવા બદલ અડવાણીના આશીર્વાદ માંગ્યા હતા.
ADVERTISEMENT
અડવાણીની ઉંમર 98 વર્ષની
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 98 વર્ષના છે. તેઓ 8 નવેમ્બરે તેમનો 99મો જન્મદિવસ ઉજવશે. અડવાણી હાલમાં દિલ્હીના 30, પૃથ્વીરાજ રોડ ખાતે રહે છે. ડિસેમ્બર 2024 માં, અડવાણીને એપોલો હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
અડવાણી વિશે જાણો
ADVERTISEMENT
લાલકૃષ્ણ અડવાણીએ 1980માં અટલ બિહારી વાજપેયી સાથે મળીને ભાજપની સ્થાપના કરી હતી. તેઓ ભાજપના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, પક્ષ 1984માં માત્ર બે બેઠકોથી વધીને 1998માં 182બેઠકો પર પહોંચી ગયો. અડવાણી ૧૯૮૯થી લોકસભાના સભ્ય હતા અને ૨૦૧૯માં નિવૃત્તિ સુધી સાત ટર્મ સુધી સેવા આપી હતી. તેમણે મોટાભાગની ટર્મ ગાંધીનગર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી ગૃહમંત્રી અને ૨૦૦૨ થી ૨૦૦૪ સુધી નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. અડવાણીને ૨૦૨૪માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. હાલમાં મોટી ઉંમરને કારણે તેઓ નિવૃત છે અને પોતાના ઘરે જ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો