ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મેરઠ કોર્ટનો મોટો ચુકાદો, સાપ કરડાવી પતિને મોતને ઘાટ ઉતારનાર રવિતાને મોતની સજા, પ્રેમી અમરદીપને પણ ફાંસી

નેશનલ / મેરઠ કોર્ટનો મોટો ચુકાદો, સાપ કરડાવી પતિને મોતને ઘાટ ઉતારનાર રવિતાને મોતની સજા, પ્રેમી અમરદીપને પણ ફાંસી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:31 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Kashyap murder case: સાપના ડંખવાથી મોત થયુ હોવાનો મામલો કહેવાતા અમિત કશ્યપ હત્યાકાંડમાં તેની પત્ની રવિતા અને પ્રેમી અમરદીપને મેરઠ કોર્ટ દ્વારા મોતની સજા ફટકારી છે

ADVERTISEMENT

Amit Kashyap murder case: મેરઠના બહસુમા વિસ્તારમાં બનેલા હત્યા કેસમાં કોર્ટે અમિત કશ્યપની પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપને ફાંસીની સજા ફટકારી છે. બંનેએ અમિતની હત્યા કરી હતી અને તેને સાપના ડંખથી મોત નીપજ્યુ છે તેવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.

સાંપના ડંખવાથી મોત થયુ હોવાનો મામલો કહેવાતા અમિત કશ્યપ હત્યાકાંડમાં તેની પત્ની રવિતા અને પ્રેમી અમરદીપને મેરઠ કોર્ટ દ્વારા મોતની સજા ફટકારી છે, કોર્ટ નંબર 12 ના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે બંનેને હત્યાના દોષી ઠેરવ્યા બાદ ચુકાદો આપ્યો હતો. લગભગ દોઢ વર્ષ ચાલેલી આ ટ્રાયલમાં 86 તારીખો પડી હતી અને તેમાં 12 સાક્ષીઓની જુબાનીનો સમાવેશ થતો હતો.

તત્કાલીન સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ઇન્દુ વર્મા દ્વારા આ કેસમાં પોસ્ટમોર્ટમ કરાવવાના નિર્ણય કરાતા હત્યાનો પર્દાફાશ થયો હતો. તેના પરિવાર અને પત્નીના વિરોધ છતાં પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ હતી કે અમિતનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

ગળું દબાવીને હત્યા, સાપ કરડવાનું કાવતરું

મુઝફ્ફરનગરના તિતાવી વિસ્તારના સૈયદપુરની રહેવાસી રવિતાના લગ્ન નવ વર્ષ પહેલાં બહસુમા વિસ્તારના અકબરપુર સદાતના રહેવાસી અમિત કશ્યપ સાથે થયા હતા. અમિત ટાઇલ અને પથ્થર લગાવવાનું કામ કરતો હતો. આ દંપતીને ત્રણ બાળકો છે. અમિત સાથે કામ કરતો અમરદીપ પાડોશમાં રહેતો હતો અને રવિતાને "કાકી" કહેતો હતો. આ વચ્ચે બંનેની નજીકી વધી ગઇ અને લગભગ અઢી વર્ષ પહેલાં તેઓ પ્રેમમાં પડ્યા હતા.

12 એપ્રિલ 2025 ના અમિત તેની પત્ની અને બાળકો સાથે શાકંભરી દેવીના દર્શન કરવા ગયો હતો. પરત ફરતી વખતે રવિતાએ અમિતથી છુપાઈને બહસુમા બસ સ્ટેન્ડ પર અમરદીપ સાથે વાત કરી. ત્યારબાદ તેઓએ અમિતની હત્યાનું કાવતરું ઘડ્યું. સાંજ સુધીમાં સાપની વ્યવસ્થા કરી લેવાઇ હતી. અને અમરદીપે તેને ખેતરમાં છુપાવી દીધો હતો.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / મેજરના પોતાના જ સાથી ઓફિસર્સની પત્ની સાથે અફેર્સની ફરિયાદ! ઈન્ડિયન આર્મીનો ચોંકાવનારો કિસ્સો

રાત્રિભોજન પછી લગભગ 10 વાગ્યે અમિત ખાટલા પર સૂઈ ગયો. ત્યારબાદ અમરદીપ સાપને બેગમાં લઈને પહોંચ્યો. રવિતાએ અમિતનો હાથ પકડ્યો અને અમરદીપે તેનું ગળું દબાવી દીધું. હત્યા પછી બંનેએ શરીર નીચે ઘોડા જેવો સાપ છોડી દીધો. સાપની પૂંછડી અમિતની કમર નીચે દબાઈ ગઈ અને તેને પાંચ વખત કરડ્યો. તેના શરીર પરના નિશાનોનો ઉપયોગ હત્યાને સાપના ડંખ જેવું દેખાડવા માટે કરવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meerut Court Amit Kashyap Murder Case Crime News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ