ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ‘સારથિ’ હેઠળ શાળાઓમાં વિદ્યાર્થી સુરક્ષા સમિતિ બનશે, ફરિયાદોના ઉકેલ માટે WhatsApp હેલ્પલાઈન શરૂ થશે

ગુજરાત / ‘સારથિ’ હેઠળ શાળાઓમાં વિદ્યાર્થી સુરક્ષા સમિતિ બનશે, ફરિયાદોના ઉકેલ માટે WhatsApp હેલ્પલાઈન શરૂ થશે

Published By: Nidhi Panchal

Last Updated: 02:28 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની આશરે 2500 શાળાઓમાં ‘પ્રોજેક્ટ સારથિ’ હેઠળ વિદ્યાર્થી સુરક્ષા સમિતિઓ બનાવવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ સાયબર બુલિંગ, હેરાનગતિ અને કેન્ટીનના ભોજન સહિતના મુદ્દે ફરિયાદ કરી શકશે. ફરિયાદ માટે ખાસ વોટ્સએપ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે અને ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

ADVERTISEMENT

એક નવી પહેલના ભાગરૂપે હવે અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને શાળાજીવનને અસર કરતા મુદ્દાઓ પર સીધો અવાજ ઉઠાવવાની તક મળશે. સાયબર બુલિંગ, હેરાનગતિ, કેન્ટીનના ભોજનની ગુણવત્તા અને માર્ગ સુરક્ષા જેવા મુદ્દાઓ પર વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવા તથા તેના ઉકેલ માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) કચેરી દ્વારા ‘પ્રોજેક્ટ સાર‌િથ’ હેઠળ વિદ્યાર્થી સુરક્ષા સમિતિઓ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ahd-school-2

આ સમિતિઓમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને પણ સામેલ કરવામાં આવશે, જેથી સુરક્ષાને લગતા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય અને નિર્ણય પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત થાય. આ પહેલ હેઠળ શહેરની આશરે ૯૦૦ ઈમારતોમાં કાર્યરત લગભગ ૨,૫૦૦ શાળાઓને આવરી લેવામાં આવશે અને તેના દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષણ વહીવટીતંત્ર વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થશે.

વોટ્સએપ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી

અમદાવાદ શહેરના DDO રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાની ફરિયાદો નોંધાવી શકે તે માટે એક ખાસ વોટ્સએપ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને દુરુપયોગ અટકાવવા માટે હેલ્પલાઈન નંબર માત્ર શાળાના પરિસરમાં જ પ્રદર્શિત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે ફરિયાદોના ઉકેલ માટે વિષય નિષ્ણાતો અને મનોવિજ્ઞાનીઓની એક વિશેષ ટીમ બનાવી છે. જો સાથી વિદ્યાર્થીઓ દ્વારા સાયબર બુલિંગ કે હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળે અથવા શિક્ષકો દ્વારા થતી હેરાનગતિના આક્ષેપો સાચા જણાય તો વધુ તપાસ માટે ફરિયાદ પોલીસને સોંપી શકાશે.આ પહેલનો હેતુ શાળાની સુરક્ષાને સહિયારી જવાબદારી બનાવવાનો છે, જેથી વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પોતાની ચિંતાઓ રજૂ કરી શકે, ઉકેલ મેળવવામાં સક્રિય ભાગ લઈ શકે અને વધુ સુરક્ષિત શાળા પરિસરનું નિર્માણ થઈ શકે.

દર અઠવાડિયે ખૂલશે ફરિયાદપેટી, દરેક ફરિયાદનો રેકોર્ડ રખાશે

શાળાઓને વિદ્યાર્થી પ્રતિનિધિઓની હાજરીમાં અઠવાડિયામાં એક વાર ફરિયાદપેટી ખોલવા અને મળેલી દરેક ફરિયાદ તેમજ તેના પર લેવાયેલાં પગલાંનો રેકોર્ડ જાળવવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની ફરિયાદો અંગે મળેલી માહિતી અને તેના પર થયેલી કાર્યવાહીનો હિસાબ રાખવામાં આવશે. શાળાના સ્તરે ઉકેલી ન શકાય તેવી ફરિયાદોને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુધી પહોંચાડવામાં આવશે.

શાળાની કેન્ટીનના ભોજનની ગુણવત્તા પર પણ નજર

વિદ્યાર્થીઓને મળતા ભોજનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગે શાળાની કેન્ટીન પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અધિકારીઓએ અગાઉ ૩૫થી ૪૦ શાળાઓની કેન્ટીનનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં ભોજનની ગુણવત્તા સંતોષકારક હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : ગરબા રમતા ખેલૈયાઓ ખાણી-પીણીની મજા માણી ઘરે પહોંચી જશે ત્યારે આવશે ‘દૂધ-તેલ’ના રિપોર્ટ! AMCએ 148 સ્ટોલ ચેક

સગીર વિદ્યાર્થીઓને વાહન ચલાવીને શાળાએ આવવા નહીં દેવાય

માર્ગ સુરક્ષા પણ આ પહેલનો એક મહત્ત્વનો મુદ્દો છે. આરટીઓ અને માર્ગ સુરક્ષા કમિશનર સતીશ પટેલ સાથેની ચર્ચા બાદ શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે કે સગીર વિદ્યાર્થીઓને કાર કે ટુ વ્હીલર ચલાવીને શાળાએ આવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત નિયમોનું પાલન કરતા હોય તેવાં ગિયરલેસ ઈલેક્ટ્રિક સ્કૂટરોને મંજૂરી આપી શકાય કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Student Safety Committee Ahmedabad Schools Project Sarathi

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ