ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતનું નવું સપનું: એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે PM મોદીએ કરી ખાસ મુલાકાત
Last Updated: 07:57 PM, 15 October 2026
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2026 ના પદક વિજેતા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ વિશેષ અવસર પર પીએમ મોદીએ વર્ષ 2036 ના ઓલિમ્પિક્સની યજમાની કરવાના ભારતના સંકલ્પને ફરી એકવાર મજબૂતાઈથી દોહરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત માત્ર રમતગમતના પ્રદર્શનમાં જ મજબૂત નથી થઈ રહ્યું, પરંતુ મોટા આંતરરાષ્ટ્રીય ખેલ આયોજનોની યજમાની માટે પણ એક અત્યંત વિશ્વસનીય દેશ તરીકે ઉભરી રહ્યો છે.
ADVERTISEMENT
"2036 में ओलंपिक्स की मेजबानी करना भी भारत की आकांक्षा है।" – माननीय प्रधानमंत्री श्री @narendramodi जी https://t.co/fMgJ5PUiER
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 15, 2026
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના અધ્યક્ષ જય શાહ અને ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ની અધ્યક્ષ પી.ટી. ઉષા સહિત વિવિધ ખેલ સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન ખેલાડીઓએ પીએમને યાદગાર ભેટો પણ આપી હતી. 17 વર્ષીય તીરંદાજ કુમકુમ જેણે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા છે. વડાપ્રધાનને ધનુષ ભેટમાં આપ્યું હતું. આ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ખેલાડીઓની સહીવાળી જર્સી અને ગોલ્ફર પ્રણવી ઉર્સે ગ્લવ્સ તથા ગોલ્ફ બોલ ભેટ ધર્યા હતા.
ADVERTISEMENT
Glimpses from a memorable interaction with our champions who made India proud at the Asian Games! https://t.co/YovmboGfBO
— Narendra Modi (@narendramodi) October 15, 2026
ADVERTISEMENT
ભારતે એશિયન ગેમ્સ 2026 માં શાનદાર પ્રદર્શન કરતા 21 ગોલ્ડ સહિત કુલ 85 પદકો પોતાના નામે કર્યા છે. આ દળમાં પહેલીવાર ભાગ લેનારા યુવા ખેલાડીઓએ પણ ઉત્સાહજનક પ્રદર્શન કરીને કુલ 41 મેડલ જીત્યા હતા. ખાસ કરીને મહિલા ખેલાડીઓની ઉપલબ્ધિઓની પ્રશંસા કરતા પીએમ મોદીએ જણાવ્યું કે કુલ 85 પદકોમાંથી 38 મેડલ મહિલા ખેલાડીઓએ જીત્યા છે, જેમાં 11 ગોલ્ડ મેડલ સામેલ છે. તેમણે મહિલા હોકી ટીમના ઐતિહાસિક પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટીમે 44 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને લાંબી રાહ પૂરી કરી છે. આ ઉપરાંત ભારતીય તીરંદાજોએ 5 ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. કાર્યક્રમમાં શ્રેયસ અય્યરની કૅપ્ટનશીપવાળી પુરુષ ટી 20 ટીમ અને મહિલા ક્રિકેટ ટીમ પણ ઉપસ્થિત રહી હતી.
ADVERTISEMENT
ખેલાડીઓને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે 140 કરોડ ભારતીયોને ગૌરવાન્વીત કર્યા છે. સૌથી મોટી સફળતા આપણા તિરંગાને હંમેશાં ઊંચો રાખવાની છે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ સંકલ્પ એક દિવસમાં પૂરો થતો નથી, તેના માટે વર્ષોની મહેનત અને સમર્પણની જરૂર પડે છે.
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ, યુવરાજ સિંહ બન્યો ટીમનો આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ
ADVERTISEMENT
છેલ્લા 12 વર્ષના સમયગાળાનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે દેશે ધીરજ અને સખત મહેનત સાથે રમતગમતનું એક મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કર્યું છે. અગાઉના સમયમાં ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર માંડ કેટલાક જ પદકો મળતા હતા અને રમતગમત પ્રત્યે નિરાશાવાદી વાતાવરણ હતું, પરંતુ આજે દેશમાં પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ છે અને ભારતીય ખેલાડીઓની સતત વધતી સફળતા આ જ સકારાત્મક બદલાવનું પરિણામ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
The paisa point / FD vs RD: પૈસા ક્યાં રાખવા? જાણો કયું ક્યારે કામ આવે
ADVERTISEMENT
ADVERTISEMENT