ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ ઓનર કિલિંગ મામલે મોટી અપડેટ, ભક્તિનગરમાં બનેવીની હત્યા કરનાર સાળો 22 દિવસે પકડાયો
Last Updated: 07:03 PM, 15 October 2026
ADVERTISEMENT
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ધોળા દિવસે બનેલી યુવાનની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બહેને સાત વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીની હત્યા કર્યાના આરોપસર ફરાર કમલેશ લાખા ધાંધળને પોલીસે અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે 22 દિવસ બાદ મુખ્ય આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.
ADVERTISEMENT
ભક્તિનગર સર્કલ પાસે યુવાન પર છરીથી હુમલો
મળતી માહિતી અનુસાર, ગત 24 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે વિમલ વાણીયા (ઉંમર 27 વર્ષ) પર છરી વડે આડેધડ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિમલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને LCB ઝોન-1ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં વિમલ વાણીયા સહકાર રોડ પર રહેતા હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT

સાત વર્ષ પહેલાં કર્યા હતા પ્રેમલગ્ન
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, વિમલ વાણીયાએ સાત વર્ષ પહેલાં એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હતા અને ત્યારથી તેમણે વિમલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

ADVERTISEMENT
મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, RC બુક લેવાના બહાને તેના ભાઈ કમલેશે વિમલને બોલાવ્યો હતો અને ત્યારબાદ તેના પર હુમલો કર્યો હતો. આરોપીએ વિમલ સાથે બોલાચાલી કર્યા બાદ છાતી સહિત શરીરના અન્ય ભાગોમાં છરીના છથી સાત ઘા ઝીંક્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ હુમલામાં વિમલનું મોત નીપજ્યું હતું. પતિની હત્યા બાદ પત્નીએ આક્રંદ સાથે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેણે પોતાના ભાઈને ફાંસીની સજા આપવાની માગણી પણ કરી હતી. પતિના મોતથી પત્ની અને તેનો પુત્ર નોંધારા બની ગયા છે.
અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી આરોપીની ધરપકડ
ADVERTISEMENT
હત્યાની ઘટના બાદ આરોપી કમલેશ લાખા ધાંધળ ફરાર હતો. તેને ઝડપી પાડવા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસની ટીમે આરોપીનું પગેરું મેળવ્યું હતું. સતત તપાસ અને પ્રયાસો બાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી કમલેશ ધાંધળને ઝડપી પાડ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જામનગરના સણોસરી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર? રેલવે ટ્રેક પર 3 ફૂટનો લોખંડનો ટુકડો મૂક્યો
ADVERTISEMENT
પોલીસની તપાસ આગળ ધપી
પ્રેમલગ્નના જૂના મનદુઃખને કારણે બનેવીની હત્યા થયાની આશંકા વચ્ચે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 22 દિવસ સુધી ફરાર રહેલા મુખ્ય આરોપીની ધરપકડ થતાં હવે પોલીસ દ્વારા કેસને લગતી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
The paisa point / FD vs RD: પૈસા ક્યાં રાખવા? જાણો કયું ક્યારે કામ આવે
ADVERTISEMENT
ADVERTISEMENT