ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / આ બોલ્ડ Gen-Z હસીનાએ ફેન્સનાં દિલ જીત્યાં, ફિલ્મોમાં બોલ્ડ સીનથી મળી ઓળખ, જુઓ સિડની સ્વિનિનો હોટ અવતાર

photo-story

9 ફોટો ગેલેરી

મનોરંજન / આ બોલ્ડ Gen-Z હસીનાએ ફેન્સનાં દિલ જીત્યાં, ફિલ્મોમાં બોલ્ડ સીનથી મળી ઓળખ, જુઓ સિડની સ્વિનિનો હોટ અવતાર

Last Updated: 08:11 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હોલિવૂડની ગ્લેમરસ દુનિયામાં સિડની સ્વીની એક એવું નામ બની ગઈ છે. જે પોતાની એક્ટિંગની સાથે બોલ્ડ અંદાજ અને ચર્ચાસ્પદ જાહેરાતોને કારણે પણ સતત હેડલાઇન્સમાં રહે છે.

1/9

photoStories-logo

1. સિડની સ્વીની

હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવી સહેલી નથી પરંતુ પોતાની હાજરીથી સતત ચર્ચામાં રહેવું એ અલગ જ વાત છે. જેમાં અમેરિકન એક્ટ્રેસ સિડની સ્વીનીએ પોતાની એક્ટિંગ, ગ્લેમરસ અંદાજ અને બેબાક પર્સનાલિટીથી દુનિયાભરમાં મોટી ફેન ફોલોઇંગ ઊભી કરી છે. જોકે તેની ફેમસતા જેટલી ઝડપથી વધી છે એટલી જ વાર તે કોઈ ને કોઈ વિવાદને કારણે પણ હેડલાઇન્સમાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. નાની ઉંમરથી જ એક્ટિંગ અને સ્પોર્ટ્સમાં રસ

સિડની સ્વીનીનો જન્મ 1997માં અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સ્પોકેન વિસ્તારમાં થયો હતો. બાળપણથી જ તેને એક્ટિંગ સિવાય અનેક એક્ટીવીટીમાં રસ હતો. ફૂટબોલ, સ્કીઇંગ, ગોલ્ફ, મિક્સ્ડ માર્શલ આર્ટ્સ અને બેલે જેવી અલગ-અલગ એક્ટીવીટીમાં તેને ભાગ લીધો હતો. ધીમે-ધીમે સિડનીએ ટેલિવિઝન અને ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવી. આજે તે માત્ર એક એક્ટ્રેસ તરીકે જ નહીં પરંતુ ફેશન અને પોપ કલ્ચરની ચર્ચાઓમાં પણ જાણીતું નામ બની ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. 'Euphoria'એ અપાવી ગ્લોબલ ઓળખ

સિડનીની કરિયરમાં HBOની લોકપ્રિય સિરીઝ 'Euphoria' મહત્ત્વનો વળાંક સાબિત થઈ. આ સિરીઝમાં તેને કેસિ હાવર્ડનું પાત્ર ભજવ્યું હતું. તેની એક્ટિંગે દર્શકોનું ધ્યાન ખેંચ્યું અને તેને ઇન્ટરનેશનલ લેવલે ઓળખ મળી. આ સિવાય 'The White Lotus', 'Sharp Objects' અને 'The Handmaid's Tale' જેવા શોમાં પણ તેને કામ કર્યું છે. સિરીઝમાં દર્શાવવામાં આવેલી ન્યૂડિટી અને ઇન્ટિમેટ સીન્સને લઈને દર્શકોના અભિપ્રાય વહેંચાઈ ગયા હતા. કેટલાક લોકોએ તેને પાત્રની વાર્તા સાથે જોડીને જોયું, જ્યારે અન્ય લોકોએ આવા દૃશ્યોની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. પોતાના બાથવોટરથી પ્રેરિત સાબુએ પણ ખેંચ્યું ધ્યાન

સિડની સાથે જોડાયેલી એક અનોખી ચર્ચા વર્ષ 2024માં સામે આવી હતી. મેન્સ ગ્રૂમિંગ બ્રાન્ડ Dr. Squatchએ તેની સાથે જોડાયેલી એક ખાસ સાબુની પ્રોડક્ટ રજૂ કરી હતી જે તેના બાથવોટરથી પ્રેરિત કોન્સેપ્ટ પર બેસ્ડ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. Novigની જાહેરાતે ફરી શરૂ કરી નવી ચર્ચા

સિડની તાજેતરમાં Novigના સ્પોર્ટ્સ-ટ્રેડિંગ પ્લેટફોર્મ માટેની જાહેરાતને કારણે પણ ચર્ચામાં આવી હતી. આ કેમ્પેઇનમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. જાહેરાતમાં સ્પોર્ટ્સ સાથે જોડાયેલી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને પોઝ આપવામાં આવ્યા હતા. આ જાહેરાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ક્રિટિક

અમુક લોકોએ તેને બેધડક માર્કેટિંગ અને પોતાની પસંદગી વ્યક્ત કરવાની રીત ગણાવી. બીજી તરફ ક્રિટિકે સવાલ કર્યો કે સ્પોર્ટ્સને પ્રમોટ કરવા માટે મહિલાઓના શરીરને આ રીતે રજૂ કરવાની ખરેખર જરૂર છે? આ ચર્ચા માત્ર એક્ટ્રેસના લુક સુધી સીમિત ન રહી, પરંતુ જાહેરાતોમાં મહિલાઓની રજૂઆત અને સ્પોર્ટ્સમાં મહિલાઓને મળતી ઓળખ જેવા મુદ્દાઓ સુધી પહોંચી ગઈ. આમ, એક જાહેરાતે ફરી એકવાર સિડનીને સોશિયલ મીડિયાની ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ક્રેઝ

સિડનીની લોકપ્રિયતાનો અંદાજ તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ પરથી પણ લગાવી શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના કરોડો ચાહકો છે, જ્યારે X પર પણ મોટી સંખ્યામાં લોકો તેને ફોલો કરે છે. તેની તસવીરો, ફેશન લુક્સ, ફિલ્મો અને જાહેરાતો ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. તેની સાથે જોડાયેલી કોઈ નવી પોસ્ટ હોય કે કોઈ જાહેર કાર્યક્રમમાં તેનો અંદાજ, ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ તેના વિશે વાત કરતા જોવા મળે છે. જોકે સોશિયલ મીડિયા પર મળતી લોકપ્રિયતા સાથે ટીકા પણ જોડાયેલી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. એક્ટિંગ ટેલેન્ટ કે બોલ્ડ ઇમેજ, કઈ બાબત વધારે ચર્ચાય છે?

સિડની સ્વીનીની કરિયરનો સૌથી રસપ્રદ પાસું એ છે કે તેને એક્ટિંગના ક્ષેત્રમાં પોતાની ઓળખ તો બનાવી છે પરંતુ ઘણીવાર તેની ચર્ચા તેના પાત્રો કરતાં બોલ્ડ સીન, ગ્લેમરસ તસવીરો અને જાહેરાતોને કારણે વધારે થતી હોય છે. એક તરફ તેના ફેંસ તેને આત્મવિશ્વાસથી પોતાની પસંદગી વ્યક્ત કરતી આર્ટીસ્ટ તરીકે જુએ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. પબ્લિક ઈમેજ

બીજી તરફ અમુક લોકો માને છે કે તેની જાહેર છબી પર વધારે ધ્યાન આપવાથી તેની એક્ટિંગની ક્ષમતાની ચર્ચા પાછળ રહી જાય છે. હકીકતમાં કોઈ પણ આર્ટીસ્ટની ઓળખ માત્ર એક જ પાસાથી નક્કી કરી શકાય નહીં. સિડનીની સફર બતાવે છે કે આજના હોલિવૂડમાં પ્રતિભા, પબ્લિસિટી, બ્રાન્ડિંગ અને સોશિયલ મીડિયા, આ બધું મળીને સેલિબ્રિટીની ઇમેજ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

glamorous world controversies Sydney Sweeney
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ