ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બુમરાહને લઈને મોટા સમાચાર, વનડે છોડી સીધા ટેસ્ટ મેચ માટે તૈયારી શરૂ કરે તેવી શક્યતા

સ્પોર્ટ્સ / બુમરાહને લઈને મોટા સમાચાર, વનડે છોડી સીધા ટેસ્ટ મેચ માટે તૈયારી શરૂ કરે તેવી શક્યતા

Published By: Nirav Kumar

Last Updated: 08:38 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસપ્રીત બુમરાહની ફિટનેસ સારી હોવા છતાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં તેના રમવા પર સવાલ ઊભા થયા છે. જેમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપીને આ સ્ટાર બોલર માટે ખાસ પ્લાન બનાવી રહી છે જેની અસર આગામી સિરીઝ પર જોવા મળી શકે છે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ભરોસાપાત્ર ફાસ્ટ બોલરોમાંના એક જસપ્રીત બુમરાહને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસમાં બુમરાહ પાંચ મેચની વનડે સિરીઝથી દૂર રહી શકે છે. જેમાં ખાસ વાત એ છે કે તેની પાછળ ઈજાની સમસ્યા નહીં પરંતુ ટીમ મેનેજમેન્ટની લાંબા ગાળાની રણનીતિ હોવાનું કહેવાય છે. ભારત હવે પોતાના આ સ્ટાર બોલરને ટેસ્ટ ક્રિકેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવા માગે છે.

જસપ્રીત બુમરાહની ફિટનેસને લઈને હાલ કોઈ મોટી ચિંતા હોવાના અહેવાલ નથી. તેમ છતાં ટીમ મેનેજમેન્ટ તેના વર્કલોડને લઈને સાવચેતી રાખવા માગે છે. સતત અલગ-અલગ ફોર્મેટમાં રમવાથી બોલર પર શારીરિક દબાણ વધી શકે છે. આથી બુમરાહને વનડે સિરીઝમાં રમાડવાને બદલે ટેસ્ટ ક્રિકેટની તૈયારી માટે સમય આપવાની યોજના બનાવવામાં આવી રહી છે.

એક રીપોર્ટ પ્રમાણે બુમરાહે અમદાવાદમાં જ ટેસ્ટ ક્રિકેટ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમનો ઉદ્દેશ તેને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સંપૂર્ણ રીતે તૈયાર અને તાજગીભર્યો રાખવાનો છે. ભારતીય ટીમ માટે આગામી ટેસ્ટ મેચો ખૂબ મહત્ત્વની છે. ખાસ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સંદર્ભમાં બુમરાહ જેવા અનુભવી અને અસરકારક બોલરની ઉપલબ્ધતા ટીમ માટે નિર્ણાયક બની શકે છે.

ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહની બોલિંગ ભારતને મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિકેટ અપાવવામાં મદદરૂપ બને છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ કોઈ બિનજરૂરી જોખમ લેવા માગતું નથી. વનડે સિરીઝમાંથી આરામ આપીને તેને લાંબા ફોર્મેટ માટે તૈયાર રાખવાનો નિર્ણય આ જ વ્યૂહરચનાનો ભાગ હોવાનું માનવામાં આવે છે. બુમરાહને સીધો ટેસ્ટ મેચમાં ઉતારવાને બદલે તેની મેચ પ્રેક્ટિસ ધીમે-ધીમે વધારવાની યોજના પણ ચર્ચામાં છે. અહેવાલ પ્રમાણે તે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં India A તરફથી એક મેચ રમી શકે છે.

India Aની ત્રીજી મેચ 6 નવેમ્બરથી શરૂ થવાની છે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં રમાવાની છે. આ સમયગાળો બુમરાહને લાંબા ફોર્મેટની મેચ માટે તૈયાર થવાની તક આપી શકે છે. જોકે તેની ભાગીદારી અંગે અંતિમ ઓફીશીયલ જાહેરાતની રાહ જોવી પડશે.

ભારતીય ટીમનું આયોજન માત્ર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂરતું મર્યાદિત નથી. આવનારા સમયમાં ઓસ્ટ્રેલિયા સામેની મહત્ત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બુમરાહ ભારતના બોલિંગ આક્રમણનો મુખ્ય આધાર છે. આથી તેને દરેક બાયલેટરલ સિરીઝમાં રમાડવા કરતાં મહત્ત્વની ટેસ્ટ મેચો માટે યોગ્ય સ્થિતિમાં રાખવો ટીમ માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વધુ વાંચો : ''તેને બરબાદ ના કરો'', વૈભવ સૂર્યવંશીને મોકો ન મળતા ભડક્યો શ્રીકાંત

હાલ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાંથી બુમરાહને બહાર રાખવા અંગે ઓફીશીયલ જાહેરાત થઈ નથી. પરંતુ જો આ યોજના અમલમાં આવે, તો ભારતીય ટીમે પોતાના મુખ્ય ફાસ્ટ બોલર વિના મેદાનમાં ઉતરવું પડી શકે છે. હવે સૌની નજર સિલેક્ટર્સ અને BCCIના અંતિમ નિર્ણય પર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

fast bowler ODI series Jasprit Bumrah

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ