ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / SIR પરની બબાલ વચ્ચે SSRની એન્ટ્રી, ચૂંટણી પંચ 17 રાજ્યોમાં પ્રોસેસ શરૂ કરશે, જાણો શું છે SSR?
Last Updated: 10:34 PM, 15 October 2026
ADVERTISEMENT
દેશભરમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ચૂંટણી પંચે હવે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR)ની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાન હેઠળ ગુજરાત સહિત 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીને અપડેટ કરવામાં આવશે. ખાસ કરીને પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવાનો અને અગાઉ કોઈ કારણસર મતદાર યાદીમાં નામ નોંધાવી ન શકેલા લાયક નાગરિકોને આ પ્રક્રિયાથી ફાયદો થઈ શકે છે.
ADVERTISEMENT
કયા રાજ્યોમાં હાથ ધરાશે SSRની પ્રક્રિયા?
ચૂંટણી પંચના નિર્ણય અનુસાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર સહિતના રાજ્યોમાં મતદાર યાદીનું વિશેષ સંક્ષિપ્ત પુનરીક્ષણ કરવામાં આવશે. આ રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી મતદાર યાદીને ચોકસાઈપૂર્ણ અને અપડેટ રાખવી મહત્ત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
આ અભિયાનમાં કુલ 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ, પુડુચેરી. આંદમાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
મતદાર યાદી માટેની મહત્ત્વની તારીખો
ADVERTISEMENT
ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા માટેનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. નાગરિકો માટે આ તારીખો ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના નામ અને વિગતોની તપાસ કરી શકશે. જેમાં 12 નવેમ્બર, 2026ના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. 11 ડિસેમ્બર, 2026 પર નામ ઉમેરવા, નામ સામે વાંધો નોંધાવવા અથવા વિગતોમાં સુધારા માટે દાવા-વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ. 4 જાન્યુઆરી, 2027 પર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
18 વર્ષ પૂરા કરનારા યુવાનો માટે પણ તક
ADVERTISEMENT
આ અભિયાનનો એક મહત્ત્વનો હેતુ યુવા અને પ્રથમવાર મતદાન કરનારા નાગરિકોને મતદાર યાદીમાં સામેલ કરવાનો છે. આ માટે 1 જાન્યુઆરી, 2027ને મુખ્ય પાત્રતા તારીખ નક્કી કરવામાં આવી છે. આ સિવાય 2027માં 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરની પાત્રતા તારીખોને ધ્યાનમાં રાખીને પણ અગાઉથી અરજીઓ સ્વીકારવામાં આવશે. એટલે કે, વર્ષ દરમિયાન આગળના તબક્કામાં 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનારા લાયક યુવાનો પણ અગાઉથી અરજી કરી શકશે. આ વ્યવસ્થાથી નવા મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે વધુ સુવિધા મળશે.
SSR અને SIR વચ્ચે શું તફાવત?
ADVERTISEMENT
મતદાર યાદી સાથે જોડાયેલી આ બંને પ્રક્રિયાઓના હેતુ અને કામગીરીમાં તફાવત છે. SSR એટલે સ્પેશિયલ સમરી રિવિઝનમાં હાલની મતદાર યાદીની તપાસ કરીને તેમાં નવા લાયક મતદારોનાં નામ ઉમેરવા, વિગતોમાં ભૂલો સુધારવા અને જરૂરી ફેરફારો કરવા પર ભાર મૂકવામાં આવે છે. તો SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં આ વધુ વ્યાપક અને સઘન ચકાસણીની પ્રક્રિયા છે. જેમાં મતદાર યાદીની વિગતવાર ચકાસણી કરવામાં આવે છે.
અમુક રાજ્યોમાં SIRની પ્રક્રિયાને લઈને વિવાદ અને રાજકીય ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન SSRની જાહેરાત થતાં મતદાર યાદીમાં નામ નોંધાવવા અને વિગતો સુધારવા માટેની પ્રક્રિયા ફરી ચર્ચામાં આવી છે.
ADVERTISEMENT
બીજા રાજ્યો માટે કાર્યક્રમ ક્યારે જાહેર થશે?
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં SIRની પ્રક્રિયા ચાલી રહી છે કે તાજેતરમાં પૂરી થઈ છે, ત્યાં SSRનું સમયપત્રક અલગથી જાહેર કરવામાં આવશે. જેમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે પણ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. આથી જે રાજ્યોનો હાલના કાર્યક્રમમાં સમાવેશ થયો નથી ત્યાંના નાગરિકોએ આગામી સત્તાવાર જાહેરાત પર નજર રાખવી પડશે.
મતદારો માટે શું છે મહત્ત્વનો સંદેશ?
મતદાર યાદીમાં નામ હોવું ચૂંટણીમાં મતદાન કરવા માટે ખુબ જરૂરી છે. આથી ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ નાગરિકોએ પોતાનું નામ, સરનામું અને બીજી વિગતો ચેક કરી લેવી જોઈએ. જેમાં કોઈ ભૂલ હોય કે નામ નોંધાયેલું ન હોય, તો નક્કી કરેલી સમયમર્યાદામાં યોગ્ય ફોર્મ દ્વારા અરજી કરવી જરૂરી છે.
SSR એટલે મતદાર યાદીની નિયમિત સુધારણા પ્રક્રિયા. આ પ્રક્રિયા દર વર્ષે હાથ ધરવામાં આવે છે, જેમાં હાલની મતદાર યાદીને આધારે જરૂરી ફેરફારો કરવામાં આવે છે. આ દરમિયાન BLO દરેક ઘરે જઈને ચકાસણી કરતો નથી, પરંતુ મતદારો પાસેથી નામ ઉમેરવા, દૂર કરવા કે સુધારા માટે દાવા-વાંધા મંગાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં વર્ષ દરમિયાન ચાર તારીખોને મહત્વ આપવામાં આવે છે. જેમાં 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઑક્ટોબર. આમાંથી કોઈ તારીખે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર નાગરિક મતદાર તરીકે નોંધણી કરાવવા માટે પાત્ર બને છે. આ સાથે જ, મૃત્યુ પામેલા મતદારોનાં નામ દૂર કરવા, રહેઠાણ બદલવાના કિસ્સામાં જરૂરી સુધારા કરવા અને મતદાર કાર્ડમાં રહેલી ભૂલો સુધારવા જેવી કામગીરી પણ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
The paisa point / FD vs RD: પૈસા ક્યાં રાખવા? જાણો કયું ક્યારે કામ આવે
ADVERTISEMENT
ADVERTISEMENT