ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 વર્ષના અયાંશ અને 7 વર્ષની કાનિશાનું શંકાસ્પદ મોત, દીવના સાઉદવાડીમાં છવાયો માતમ
Last Updated: 05:36 PM, 15 October 2026
ADVERTISEMENT
દીવના સાઉદવાડી-નાગવાડી વિસ્તારમાં સગા ભાઈ-બહેનનાં શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. માત્ર 4 વર્ષના અયાંશ અને 7 વર્ષની કાનિશાનાં મોતને પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બંને બાળકોનાં મોત કયા સંજોગોમાં થયાં તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને બાળકોનાં મોત શંકાસ્પદ જણાતાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. જોકે, બાળકોનાં મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ મામલે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસના ભાગરૂપે પરિવારજનો તેમજ આસપાસમાં રહેતા લોકોનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે. બાળકોનાં મોત પાછળનું કારણ જાણવા પોલીસ વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ જ્ઞાનેશ કુમારનો વિરોધ કરનાર આંદોલનકારીઓના સોશિયલ મીડિયા અકાઉન્ટ થયાં સસ્પેન્ડ
ADVERTISEMENT
બે નાનાં બાળકોનાં એકસાથે શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ છે. હાલ સૌની નજર પોસ્ટમોર્ટમના મેડિકલ રિપોર્ટ પર ટકેલી છે. રિપોર્ટ આવ્યા બાદ જ બંને બાળકોનાં મોત પાછળનું રહસ્ય ઉકેલવામાં મદદ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
The paisa point / FD vs RD: પૈસા ક્યાં રાખવા? જાણો કયું ક્યારે કામ આવે
ADVERTISEMENT
ADVERTISEMENT