ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ''મારી સાથે સૂવું પડશે'', કોણ છે એ ફિલ્મ ડાયરેક્ટર, જેને પોતાનાથી નાની એક્ટ્રેસને કરી હતી અશ્લિલ ડિમાન્ડ
Last Updated: 11:14 AM, 15 October 2026
ADVERTISEMENT
એક મુલાકાત દરમિયાન, અભિનેત્રી નીતિ ટેલરે 'કાસ્ટિંગ કાઉચ' વિશે વાત કરી. તેણે ખુલાસો કર્યો કે, દક્ષિણના એક વૃદ્ધ દિગ્દર્શકે તેની પાસે અયોગ્ય માંગણી કરી હતી; તેમણે તેને ફિલ્મમાં ભૂમિકા આપવાના બદલામાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું. આ ઘટનાથી અભિનેત્રી એટલી હદે હચમચી ગઈ હતી કે તેણે તેલુગુ ફિલ્મ ઇન્ડરસ્ટ્રીથી પોતાને દૂર કરી લીધી. જોકે નીતિએ તે દિગ્દર્શકનું નામ જાહેર કર્યું નથી, પરંતુ ઇન્ટરનેટ યૂઝર્સએ તે કોણ હોઈ શકે તે અંગે અટકળો લગાવી રહ્યા છે.
ADVERTISEMENT
યુઝર્સનો દાવો છે કે નીતિ જે વ્યક્તિ વિશે વાત કરી રહી છે તે તેલુગુ દિગ્દર્શક ત્રિનાધ રાવ નકિના છે. નીતિની પ્રથમ તેલુગુ ફિલ્મ, Mem Vayasuku Vacham, 2012માં રિલીઝ થઈ હતી અને તેમાં અભિનેતા તનિશ મુખ્ય ભૂમિકામાં હતા. યુઝર્સ માને છે કે ત્રિનાધ તે ફિલ્મના દિગ્દર્શક હોઈ શકે છે. જોકે, રેડિટ પર કરવામાં આવેલા આ દાવાની અમે કોઈ પણ રીતે પુષ્ટિ કરતા નથી.
ADVERTISEMENT
કોણ છે ત્રિનાધા?
ADVERTISEMENT
ત્રિનાધા રાવ નકિના એક જાણીતા તેલુગુ ડાયરેક્ટર, સ્ક્રીનરાઇટર અને પ્રોડ્યૂસર છે, જેઓ તેમની કોમર્શિયલ, એક્શન-કોમેડી અને પારિવારિક ફિલ્મો માટે જાણીતા છે. જાન્યુઆરી 2025માં, ફિલ્મ 'મઝાકા' ના ટીઝર લોન્ચ કાર્યક્રમ દરમિયાન, અભિનેત્રી અંશુ અંબાનીના વજન અને શારીરિક દેખાવ વિશે ટિપ્પણી કરવાને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. અભિનેત્રીના બોડી-શેમિંગ કરવા બદલ ડાયરેક્ટરને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ તેમણે માફી માંગવી પડી હતી.
નીતિ ટેલરે શું કહ્યું હતું?
ADVERTISEMENT
મીડિયા સાથેની વાતચીતમાં નીતિએ જણાવ્યું કે તેણે માત્ર બે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાંથી એક ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી, તે તેલુગુ ફિલ્મના દિગ્દર્શકે તેને ફોન કર્યો અને અન્ય એક પ્રોજેક્ટમાં ભૂમિકાની ઓફર આપી. તે કહે છે, "દિગ્દર્શકે મને કહ્યું કે, આ વખતે મારે તેની સાથે સૂવું પડશે."

ADVERTISEMENT
આ સાંભળીને હું બિલકુલ હેરાન થઈ ગઈ. મને સમજ નહોતી પડતી કે કેવી પ્રતિક્રિયા આપવી. મેં તરત જ ફોન કાપી નાખ્યો, તેમનો નંબર બ્લોક કરી દીધો અને મારી માતાને ફોન કર્યો. તે દિગ્દર્શક એક મોટી ઉંમરના વ્યક્તિ હતા. મેં તેમને અગાઉ અન્ય યુવતીઓ સાથે જોયા હતા, પરંતુ મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારી સાથે પણ આવું કંઈક થશે. આ ઘટના પછી હું ડરી થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ ''જરૂરથી મારા પણ બાળકો હશે'', કૉફી વિથ કરણ શોમાં સલમાનના નિવેદનથી ફેન્સ ચોંકી ઉઠ્યા
ADVERTISEMENT
નીતિની વાત કરીએ તો, તેણે ટેલિવિઝન અને OTT ક્ષેત્રે જાણીતી અભિનેત્રી છે. 'કેસી યે યારિયાં' શોમાં નંદિની મૂર્તિની ભૂમિકા ભજવીને તે લોકપ્રિય બની હતી. આ શોમાં પાર્થ સમથાન સાથેની તેની જોડી ખૂબ જ સફળ રહી હતી. તે 'ગુલામ', 'ઈશ્કબાઝ', 'ગુલાલ' અને 'બડે અચ્છે લગતે હૈં' જેવા શોમાં જોવા મળી છે. તેનો સૌથી તાજેતરનો પ્રોજેક્ટ રિયાલિટી શો 'એલાયન્સ' હતો. નીતિએ 2020 માં પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યા અને આ કપલ હેપી મેરિડ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો