ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / નાના પાટેકરનું અચાનક મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો
Last Updated: 08:22 PM, 11 October 2026
ADVERTISEMENT
હિન્દી સિનેમાના બેબાક અને દિગ્ગજ અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH) ના એક સીનિયર ડૉક્ટરે રવિવારે ખુલાસો કર્યો કે અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હૃદયરોગના હુમલાના પરિણામે તેમનું મોત થયુ છે. ડૉક્ટરના મતે તેમના હૃદયની મુખ્ય ધમનીઓમાંની એક (ડાબી મુખ્ય કોરોનરી ધમની) માં લોહી ગંઠાઈ ગયુ હતું, જે તેમના મૃત્યુનું મુખ્ય કારણ બન્યું છે.
ADVERTISEMENT
નાના પાટેકરનું મૃત્યુ કેવી રીતે થયું?
ગોવા મેડિકલ કોલેજના એક સિનિયર ડોક્ટરના જણાવ્યા મુજબ નાના પાટેકરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ "એથરોસ્ક્લેરોટિક ઓક્લુઝિવ કોરોનરી આર્ટરી ડિજીજના કારણે ડાબી મુખ્ય કોરોનરી ધમની થ્રોમ્બોસિસને કારણે તીવ્ર માયોકરડિયલ ઇન્ફાર્ક્શન" છે, જેનો અર્થ હૃદયરોગનો હુમલો ગણાવ્યો છે. તબીબી રીતે આ મૃત્યુનું સ્વાભાવિક કારણ માનવામાં આવે છે. ડોક્ટરે સ્પષ્ટતા કરી કે હૃદયના મોટા ભાગને લોહી પહોંચાડતી મુખ્ય ધમનીમાં અચાનક ગંઠાઈ જવાને કારણે તેમને આ ગંભીર હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
ADVERTISEMENT
પિતૃ ગામમાં અંતિમ સંસ્કાર કરાયા
નાના પાટેકરના પુત્ર મલ્હાર ગોવા પહોંચ્યા અને તેમના પિતાના પાર્થિવ શરીરને પોતાની સાથે લઇ ગયા. તેમના પાર્થિવ શરીરને પહેલા પુણે અને પછી દોંજે ગામમાં તેમના ફાર્મહાઉસ લઈ જવામાં આવ્યું, જ્યાં તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મનોરંજન / અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, એક્સ બોયફ્રેન્ડે સિગારેટથી ડામ આપ્યો અને લાફો માર્યો હોવાનો દાવો
ADVERTISEMENT
આ દુઃખદ ક્ષણમાં તેમને અંતિમ વિદાય આપવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર, કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે અને મુરલીધર મોહોલ, લોકસભા સાંસદ સુનીલ તટકરે, અભિનેતા મકરંદ અનાસપુરે, FDA કમિશનર તુકારામ મુંડે, અભિનેતા જેકી શ્રોફ સહિત રાજકારણ, સિનેમા અને રમતગમતની દુનિયાના ઘણા અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT