ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 02:31 PM, 11 October 2026
1/6
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ આર્થિક ટેકો છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં કુલ 6,000 રૂપિયા સીધા જમા કરે છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા આ યોજનાના કુલ 23 હપ્તા જારી કરવામાં આવ્યા છે. જો કે, કેટલીક નાની-નાની ભૂલો અથવા નિયમોની અજ્ઞાનતાના કારણે ઘણા ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ જમા થઈ શકતી નથી. આગામી 24મી હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ સમયસર કેટલીક જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરવી પડશે. જો આમાંથી એક પણ કામ બાકી રહી જશે, તો તમારા ખાતામાં આવનારા 2,000 રૂપિયા અટકી શકે છે.
2/6
પીએમ કિસાન યોજનાનો સીધો લાભ મેળવવા માટે સરકારે e-KYC ની પ્રક્રિયા ફરજિયાત બનાવી દીધી છે. જે ખેડૂતોએ હજુ સુધી પોતાના આધાર કાર્ડ દ્વારા e-KYC વેરિફિકેશન પૂર્ણ નથી કર્યું, તેમના ખાતામાં 24મા હપ્તાની રકમ અટકાવી દેવામાં આવશે. ખેડૂતો પીએમ કિસાન પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જઈને અથવા નજીકના CSC સેન્ટર પરથી આ પ્રક્રિયા તુરંત પૂરી કરી શકે છે.
ADVERTISEMENT
3/6
સરકારે યોજનામાં થતી ગેરરીતિઓ અને બોગસ ખાતાઓને રોકવા માટે જમીનનું ભૌતિક સત્યાપન એટલે કે 'લેન્ડ સીડીંગ' (Land Seeding) પણ અનિવાર્ય કર્યું છે. જો તમારા પીએમ કિસાન એકાઉન્ટ સ્ટેટસમાં લેન્ડ સીડીંગ 'No' બતાવી રહ્યું હોય, તો તમારો હપ્તો અટકી જશે. આ સમસ્યાના ઉકેલ માટે તમારે તમારા વિસ્તારના કૃષિ વિભાગ અથવા મહેસૂલ અધિકારી (લેખપાલ/તલાટી) નો સંપર્ક કરીને તેને 'Yes' કરાવવું પડશે.
4/6
ADVERTISEMENT
5/6
ઘણી વખત અરજી ફોર્મ ભરતી વખતે ખેડૂતના નામનો સ્પેલિંગ, આધાર વિગતો અથવા બેંક એકાઉન્ટ નંબરમાં નાની ભૂલ રહી જતી હોય છે. પીએમ કિસાન પોર્ટલ પર નોંધાયેલી માહિતી અને તમારા આધાર કાર્ડની વિગતો એકસમાન હોવી ખૂબ જ જરૂરી છે, અન્યથા સિસ્ટમ દ્વારા વેરિફિકેશન રિજેક્ટ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
EPFO PF Withdrawal / PF Withdrawal: પૈસા ઉપાડવા પર બદલાયો TDSનો નિયમ, હવે નહીં ચાલે આ ફોર્મ!
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ