ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / મોતની ગટરને 'પૂરી કરો' ! અમદાવાદ બાદ સુરતમાં 9 મહિનાની બાળકી ગટરમાં ખાબકી, 20 મિનિટમાં મળ્યો મૃતદેહ
Last Updated: 11:30 AM, 11 October 2026
ADVERTISEMENT
અમદાવાદના પીરાણામાં 10 વર્ષની દિવ્યાંગ બાળકી ગટરમાં પડી જવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સુરતમાં પણ આવો જ બનાવ સામે આવ્યો છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં રાધિકા પ્રિન્ટ મિલ’ પરિસરમાં ખુલ્લી પડેલી જોખમી ગટરમાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત થયું છે. 20 મિનિટ બાદ તેની લાશ બહાર કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT
રાધિકા પ્રિન્ટ મિલ’ પરિસરમાં શું બન્યું?
માતા-પિતા કારખાનામાં પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, તે દરમિયાન 8 મહિનાની માસૂમ બાળકી જમીન પર રમતાં-રમતાં ગટર નજીક પહોંચી ગઈ હતી. બાળકી નજરે ન પડતાં પરિવારે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. આશરે 20 મિનિટ સુધી મિલ પરિસરમાં શોધ્યા બાદ શંકા જતાં નજીકની ખુલ્લી ગટરમાં તપાસ કરાઈ હતી.ગટરના ગંદા અને કેમિકલયુક્ત પાણીમાં ખાબકેલી બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી હતી, પરંતુ શ્વાસ રુંધાઈ જવાના કારણે તેનો જીવ બચી શક્યો નહોતો.
ADVERTISEMENT
મિલના ઇન્ચાર્જનો લુલો બચાવ
આ મામલે ભારે હોબાળો થતાં મિલના ઇન્ચાર્જે પોતાના બચાવમાં એવો દાવો કર્યો હતો કે માતા-પિતાએ બાળકી પર ધ્યાન ન રાખ્યું હોવાથી આ અકસ્માત સર્જાયો છે અને પરિવાર પોતાની બેદરકારી સ્વીકારે છે. જોકે બાળકીના પિતાએ ઇન્ચાર્જના આ દાવાને તદ્દન ખોટો ગણાવી કંપનીની સુરક્ષા ખામી સામે કડક પગલાંની માંગ કરી છે.બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાંડેસરા પોલીસ મથકનો કાફલો તાબડતોબ રાધિકા પ્રિન્ટ મિલ ખાતે દોડી આવ્યો હતો.પોલીસે સ્થળ પંચનામું કરી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : સૌથી નાનો 'કોકરોચ' પણ પકડાઈ ગયો, ખૂબ દોડ્યો પછી જવાને તેડી લીધો, વીડિયો વાયરલ
અમદાવાદના પીરાણામાં ગટરમાં પડી 10 વર્ષની બાળકી
ADVERTISEMENT
અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર ખુલ્લી ઉંડી ડ્રેનેજ લાઈનમાં પડેલી 10 વર્ષની બાળકીની હજુ સુધી ભાળ મળી નથી. ફાયર બ્રિગેડે સાબરમતી નદીમાં તેની શોધખોળ શરુ કરી છે. નારોલ-પીરાણા રોડ પર ખુલ્લી ઉંડી ડ્રેનેજ લાઈનમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી પડી હતી. આ બાબતની જાણ બાળકીની માતાને થતા માતાએ બુમાબુમ કરી મુકતા આજુબાજથી લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા મેયર પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા.મનીષા સલાટ તેના પરિવાર સાથે કેનાલ પાસે ન્હાવા ગયા બાદ રિક્ષામાં ઘરે પરત ફરી રહી હતી. પરિવાર પીપલજ ઓક્ટ્રોય નાકા પાસે રિક્ષામાંથી નીચે ઊતર્યો હતો. આ દરમિયાન બાળકીની માતા પારુંબેન રિક્ષાનું ભાડું ચૂકવી રહ્યાં હતાં. ત્યારે મનીષા બે ડગલાં પાછળ ચાલી ગઈ અને ખુલ્લી ગટરમાં ખાબકી હતી. મનીષાના પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT