ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને મુક્ત કરાયા

Delhi CJP Protest / મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને મુક્ત કરાયા

Published By: Nidhi Panchal

Last Updated: 10:37 AM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પહેલાં એરપોર્ટ પરથી અટકાયત કરાયેલા CJPના ત્રણ અગ્રણી નેતાઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસ કાર્યવાહી, અટકાયત અને જાહેર પરિવહન પરના પ્રતિબંધોને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં ખાસ સુનાવણી યોજાવાની છે.

ADVERTISEMENT

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે. શનિવારે એરપોર્ટ પર ફ્લાઇટમાંથી ઉતરતાં જ અટકાયત કરાયેલા CJPના ત્રણ અગ્રણી નેતાઓને આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરવ દાસને મુક્ત કરવામાં આવ્યા છે. આ ઘટનાથી દિલ્હી પોલીસની કાર્યવાહી અને વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવેલી અટકાયતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ, આ જ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં પણ ખાસ સુનાવણી થવાની છે, જેમાં પોલીસ કાર્યવાહી અને જાહેર પરિવહન પરના પ્રતિબંધો અંગે સવાલો ઊઠી શકે છે.

abhijeyt

એરપોર્ટ પરથી અટકાયત, મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ મુક્તિ

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ત્રણ નેતાઓ અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરવ દાસને શનિવારે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. રવિવારે ત્રણેયને દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. CJPનાં કાનૂની વડા રત્ના સિંહે દિલ્હી પોલીસના એક અધિકારી પાસેથી મળેલી માહિતીના આધારે આ અંગે જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ત્રણેય નેતાઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને CJPના કાનૂની વડા તરીકે તેઓ અન્ય વકીલો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે.

વિરોધ પ્રદર્શન રોકવા પોલીસે કરી હતી મોટી કાર્યવાહી

શનિવારે દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલીસે મોટા પાયે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન એક હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા લોકોમાં ચાર ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ, CJPના સ્થાપક અભિજીત દિપકે અને યુટ્યુબર ધ્રુવ રાઠી સહિતનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું

CJPએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. સંગઠન દ્વારા મતદાર યાદીના વિશેષ સંશોધન (SIR)માં અનિયમિતતાઓના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ મુદ્દે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી, જેને પગલે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આજે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ પર ખાસ સુનાવણી

દિલ્હીમાં થયેલી પોલીસ કાર્યવાહી અને જાહેર પરિવહન પર લગાવવામાં આવેલા પ્રતિબંધો અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ખાસ સુનાવણી યોજાવાની છે. આ મામલે બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. એક અરજીમાં સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ સરકાર સામે અવમાનનાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી અરજીમાં વિપક્ષી નેતાઓ, વકીલો અને પત્રકારોની અટકાયતને પડકારતી હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશો જોયમલ્યા બાગચી તથા વી. મોહનાની બનેલી બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે.

આ પણ વાંચો : દિલ્હીમાં આજે ફરી CJPનું વિરોધ પ્રદર્શન, અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ

મેટ્રો અને ટ્રેન સેવાઓ પર પ્રતિબંધનો મુદ્દો પણ ઉઠશે

અરજીઓમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો છતાં વિરોધ પ્રદર્શનને કારણે જાહેર પરિવહન સંપૂર્ણપણે ખોરવાઈ ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું નથી. અરજી મુજબ, અધિકારીઓએ દિલ્હી મેટ્રોનાં કેટલાંક સ્ટેશનો બંધ રાખ્યાં હતાં અને ટ્રેન સેવાઓ પર પ્રતિબંધો ચાલુ રાખ્યા હતા. બીજી અરજીમાં વિપક્ષી નેતાઓની નિવારક અટકાયતને પડકારવામાં આવી છે અને તેમની મુક્તિની માંગ કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં આ મુદ્દાઓ પર શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર રહેશે. CJPના ત્રણ નેતાઓની મુક્તિ બાદ પણ દિલ્હી પોલીસની કાર્યવાહી અને વિરોધ પ્રદર્શનને લઈને ઊભો થયેલો વિવાદ યથાવત્ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Abhijeet Dipake CJP Leaders Release Delhi Police Detention

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ