ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન શરૂ, 130 ઉમેદવારો મેદાનમાં અને 2.59 લાખથી વધુ મતદારો કરશે મતદાન!

ગુજરાત / ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન શરૂ, 130 ઉમેદવારો મેદાનમાં અને 2.59 લાખથી વધુ મતદારો કરશે મતદાન!

Published By: Nidhi Panchal

Last Updated: 08:03 AM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે આજે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 130 ઉમેદવારોનું ભાવિ 2.59 લાખથી વધુ મતદારો નક્કી કરશે.

ADVERTISEMENT

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે રાજકીય જંગનો મહત્ત્વનો દિવસ છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય દાવપેચ બાદ આખરે મતદારો કોને સત્તાની ચાવી સોંપશે તેનો નિર્ણય કરવા મતદાન શરૂ થઈ ગયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે આજે રવિવારે સવારે 7 વાગ્યાથી કુલ 295 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 44-44, આમ આદમી પાર્ટીના 31 સહિત કુલ 130 ઉમેદવારો મેદાનમાં છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં યોજાઈ રહેલી આ ચૂંટણી પર સમગ્ર રાજ્યના રાજકારણની નજર છે.

election-2

2.59 લાખ મતદારો કરશે ઉમેદવારોનું ભાવિ નક્કી

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 2,59,443 મતદારો નોંધાયા છે. જેમાં 1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી માટે 2 સપ્ટેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી અને 14 સપ્ટેમ્બરે આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. તમામ 44 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. શાસક પક્ષ દ્વારા બેઠકો બિનહરીફ કરાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. વિપક્ષ અને અપક્ષ ઉમેદવારો મક્કમ રહેતાં એક પણ બેઠક બિનહરીફ થઈ શકી નથી.

90 સંવેદનશીલ મથકો પર પોલીસની ખાસ નજર

ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે આશરે 1130 સુરક્ષા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા પોલીસ વડાના સુપરવિઝનમાં 6 DySP, 15 PI, 40 PSI, 580 પોલીસ જવાનો, 350 હોમગાર્ડ અને SRPની 3 પ્લાટુન ફરજ બજાવશે. કુલ 295 પૈકી 90 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયાં છે. જેમાં વોર્ડ-2માં 14, વોર્ડ-4માં 13, વોર્ડ-7માં 12, વોર્ડ-10માં 10, વોર્ડ-1માં 8, વોર્ડ-3માં 4, વોર્ડ-5માં 8, વોર્ડ-6માં 8 અને વોર્ડ-11માં 5 મથકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ગાંધીનગર મનપાની ચૂંટણી: ભાજપનો ગઢ જળવાશે કે કોંગ્રેસ કરશે સત્તા પરિવર્તન? આપની ગેરહાજરીથી કોને થશે ફાયદો?

1570 કર્મચારીઓ ફરજ પર, 13 ઓક્ટોબરે મતગણતરી

મતદાન માટે આશરે 1570 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. દરેક મથકે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર અને સેવક સહિત પાંચ કર્મચારીઓની વ્યવસ્થા કરાઈ છે. ચૂંટણી માટે 10 ટકા રિઝર્વ સાથે 730 બુથ યુનિટ અને 625 કંટ્રોલ યુનિટ તૈયાર કરાયા છે. મતદારોની ફરિયાદોના ઝડપી નિવારણ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. નાગરિકો 07923259035 નંબર પર સંપર્ક કરી શકશે. આ કંટ્રોલરૂમ મતદાન અને 13 ઓક્ટોબરની મતગણતરી દરમિયાન કાર્યરત રહેશે. હવે ગાંધીનગરની સત્તા ભાજપ જાળવી રાખશે કે કોંગ્રેસ બાજી મારશે તે પરિણામ બાદ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Voting Gandhinagar Municipal Election GMC Election Candidates

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ