ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જમ્મુમાં ફરજ બજાવતા તળાજાના જવાને શહીદી વહોરી, 11 ઓક્ટોબરે મનદીપસિંહ ગોહિલની અંતિમયાત્રા નીકળશે
Last Updated: 05:15 PM, 10 October 2026
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેશીયા ગામ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનામાં ફરજ બજાવતા ગામના 32 વર્ષીય જવાન મનદીપસિંહ બોઘુભા ગોહિલનું ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું છે. જમ્મુ ખાતે ફરજ બજાવતા જવાને 9 ઓક્ટોબર, 2026ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
ADVERTISEMENT

11 ઓક્ટોબરે નીકળશે અંતિમયાત્રા
ADVERTISEMENT
મનદીપસિંહ ગોહિલની અંતિમયાત્રા 11 ઓક્ટોબર, 2026ના રોજ યોજાશે. અંતિમયાત્રા તળાજા તાલુકાના રાજપરા ગામથી શરૂ થઈ દિહોર થઈને નેશીયા ગામે પહોંચશે. ત્યારબાદ નેશીયા ગામમાં સૈન્યના ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનની અંતિમવિધિ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્ય પોલીસે 700 કિલો પોષડોડા ઝડપ્યા, 1.47 કરોડનો મુદ્દામાલ જપ્ત
ADVERTISEMENT
ગામમાં શોકની લાગણી
દેશની સેવા દરમિયાન જવાનના નિધનના સમાચારથી નેશીયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. 32 વર્ષની નાની ઉંમરે જવાને દુનિયાને અલવિદા કહેતાં પરિવારજનો અને સ્વજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દેશની રક્ષા માટે ફરજ બજાવતા જવાનને અંતિમ વિદાય આપવા માટે અંતિમયાત્રા દરમિયાન લોકો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT