ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ, જાણો શું છે કપાસનો ભાવ

ગુજરાત / બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ, જાણો શું છે કપાસનો ભાવ

Published By: Vishal Khamar
Reported By: Raju Baraiya

Last Updated: 06:18 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે. હાલ પ્રતિ મણ ₹1,800થી ₹2,000 ભાવ મળી રહ્યા છે, જ્યારે ખેડૂતો ખેતી ખર્ચને ધ્યાનમાં રાખીને ₹2,200થી ₹2,500 ભાવની માંગ કરી રહ્યા છે.

ADVERTISEMENT

સૌરાષ્ટ્રના કોટન હબ ગણાતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે. હાલ કપાસના પ્રતિ મણ 1500 થી 2000 હજાર સુધીના ભાવ મળી રહ્યા છે. જોકે, ખેતી ખર્ચની સરખામણીએ ભાવ ઓછા હોવાનો ખેડૂતોનો મત છે. ખેડૂતો પ્રતિ મણ 2200 થી 2500 રૂપિયાના ભાવની માંગ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કપાસની આવક વધવાની પણ સંભાવના છે.

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે. બોટાદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ કપાસ વેચવા યાર્ડમાં પહોંચી રહ્યા છે. હાલમાં કપાસના પ્રતિ મણ 1800 થી 2000 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે.

જોકે, કપાસના વાવેતરથી લઈને પાક તૈયાર કરવા સુધી પ્રતિ વીઘે અંદાજે 17થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોવાથી ખેડૂતો હાલના ભાવને ઓછા ગણાવી રહ્યા છે. ખેડૂતોના મતે, કપાસના પ્રતિ મણ 2200 થી 2500 રૂપિયા ભાવ મળે તો ખેતી ખર્ચ નીકળી શકે તેમ છે. ત્યારે કપાસના ભાવમાં વધારો કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે..

બોટાદ માર્કેટિંગ યાર્ડના સેકેટરી અનકભાઈ મોભે જણાવ્યું કે છેલ્લા દસેક દિવસથી ધીમીધીમી કપાસની આવક શરૂ થઈ છે, હાલ કપાસની 35 હજાર મણ ની આવક થઈ છે, ગયા વર્ષે કપાસની મબલખ આવક થતી હતી, રોજની ૧ લાખ મણ કપાસની આવક થતી હતી.

આ પણ વાંચોઃ જમ્મુમાં ફરજ બજાવતા તળાજાના જવાને શહીદી વહોરી, 11 ઓક્ટોબરે મનદીપસિંહ ગોહિલની અંતિમયાત્રા નીકળશે

ત્યારે આગામી દિવસોમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વધવાની સંભાવના છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા આવતા ખેડુતોને કપાસની ખરીદી બાદ તાત્કાલિક સ્થળ પર પૈસા આપી દેવામા આવે છે જેના કારણે બોટાદ જિલ્લા સહિત ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ જિલ્લાના ખેડૂતો કપાસ વેચવા માટે આવતા હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cotton Arrival in Botad Gujarat Cotton Prices Botad Marketing Yard

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ