ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોંગ્રેસમાં જોડાયા પહેલા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, વીડિયો વાયરલ

રાજનીતિ / કોંગ્રેસમાં જોડાયા પહેલા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, વીડિયો વાયરલ

Published By: Nidhi Panchal

Last Updated: 12:29 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાય તે પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં સક્રિય જોવા મળ્યા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર-4ના કોંગ્રેસ ઉમેદવારો માટે પ્રચાર કરતા તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી ચર્ચામાં આવી છે. કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે હવે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના ઉમેદવારો માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારો સાથે જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા પહેલા જ તેમણે કોંગ્રેસ માટે પ્રચાર શરૂ કરી દીધો છે.

shankar

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગાંધીનગર મનપાની ચૂંટણીના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. તેમણે ગાંધીનગરના વોર્ડ નંબર-4ના કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના ઉમેદવારો માટે મત માગતા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.

રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો

શંકરસિંહ વાઘેલાની આ રાજકીય સક્રિયતા એવા સમયે સામે આવી છે જ્યારે કોંગ્રેસમાં તેમની વાપસીની ચર્ચા ચાલી રહી છે. જોકે, પક્ષમાં સત્તાવાર રીતે જોડાયા પહેલા જ તેઓ કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં જોડાતા રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર-4ના કોંગ્રેસ ઉમેદવારો માટે પ્રચાર કરીને તેમણે પોતાની રાજકીય સક્રિયતાનો સંકેત આપ્યો છે.

બીજી તરફ, શંકરસિંહ વાઘેલા હાલમાં તેમના એક નિવેદનને લઈને પણ ચર્ચામાં છે. માથે મેલું ઉપાડવાને લઈને આપેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. આ નિવેદનમાં તેમણે પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજનો ઉલ્લેખ કરીને મેલું ઉપાડવા માટે મહિને 50 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. આ નિવેદન બાદ વિવિધ સમાજના આગેવાનો તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી હતી.

શંકરસિંહ વાઘેલાએ ફરી એક નિવેદન આપ્યું

વિવાદ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ ફરી એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું લેવલ વગરના માણસોને જવાબ પણ નથી આપતો.” તેમના અગાઉના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, “માથે મેલું ઉપાડવું શું છે તેની તમને ખબર છે, મોજા પણ પહેરવાના નહીં અને મેલું ઉપાડવું. રાતે વધેલું ઘટેલું ખાવાનું આપવું, આ સમાજની હાલત છે.” તેમણે વધુમાં કહ્યું કે તેઓ અનામતના પક્ષમાં છે અને અગાઉ એક લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. તેમણે અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું કલંક ગણાવી હતી.

બ્રાહ્મણ સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો

આ નિવેદનને લઈને બ્રાહ્મણ સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વાઘેલાના નિવેદનની ટીકા કરવામાં આવી છે. સમાજના આગેવાન હિરેન જોશીએ જણાવ્યું કે નિવેદન પરથી વાઘેલાની માનસિકતા સ્પષ્ટ થાય છે અને તેમણે પોતાનું નિવેદન પરત ખેંચીને સમાજની માફી માંગવી જોઈએ. તેમના જણાવ્યા મુજબ, આ પ્રકારના નિવેદનને લઈને સમાજમાં નારાજગી છે.

આ તરફ ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ પણ શંકરસિંહ વાઘેલાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. બાંભણિયાએ આક્ષેપ કર્યો કે ચૂંટણી સમયે બાપુ ફરી આવા નિવેદનો કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, વાઘેલાના નિવેદનો બાલ્યાવસ્થામાં કરેલા નિવેદનો જેવા છે અને તે બુદ્ધિનું પ્રદર્શન છે. અન્ય અહેવાલોમાં પણ બાંભણિયાએ વાઘેલાના નિવેદનને વખોડી કાઢીને સમાજો વચ્ચે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ ગણાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ટેન્કરચાલકે પાવાગઢ જતાં 9 પદયાત્રીઓને અડફેટે લીધા, 4 વર્ષની બાળકી સહીત 2 લોકોના દર્દનાક મો*ત

આમ, એક તરફ માથે મેલું ઉપાડવાના નિવેદનને લઈને શંકરસિંહ વાઘેલા વિવાદમાં છે, તો બીજી તરફ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા પહેલા જ તેઓ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળ્યા છે. વોર્ડ નંબર-4માં કોંગ્રેસ ઉમેદવારોના પ્રચારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હવે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ સાથેની આગામી રાજકીય ભૂમિકા પર પણ સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Municipal Election Shankarsinh Vaghela Congress Campaign

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ