ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બેશકિંમતી MF હુસૈનની પેઇન્ટિંગ્સથી લઈને પ્રાઇવેટ મ્યુઝિક રૂમ સુધી, જાણો માધુરી દીક્ષિતના આલીશાન ઘરની ખાસિયતો

photo-story

6 ફોટો ગેલેરી

Madhuri Dixit Home / બેશકિંમતી MF હુસૈનની પેઇન્ટિંગ્સથી લઈને પ્રાઇવેટ મ્યુઝિક રૂમ સુધી, જાણો માધુરી દીક્ષિતના આલીશાન ઘરની ખાસિયતો

Last Updated: 11:17 AM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લાખો લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. ફિલ્મી દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવનાર માધુરીનું અંગત જીવન પણ એટલું જ ખાસ છે. મુંબઈમાં આવેલા તેમના આલીશાન ઘરમાં લક્ઝરીની સાથે કળા અને પરિવારની યાદોનો સુંદર સમન્વય જોવા મળે છે.

1/6

photoStories-logo

1. માધુરીનું મુંબઈમાં આવેલું છે સી-ફેસિંગ આલીશાન ઘર

માધુરી દીક્ષિત પોતાના પતિ ડૉ. શ્રીરામ નેને અને બાળકો સાથે મુંબઈના લક્ઝુરિયસ સી-ફેસિંગ ઘરમાં રહે છે. આ ઘરની ખાસિયત તેની સુંદર સજાવટ અને ખુલ્લી જગ્યા છે. ઘરની અંદર પ્રવેશતાં જ રોયલ લુક અને આધુનિક ડિઝાઇનનું આકર્ષણ જોવા મળે છે. ઘરની દરેક જગ્યાને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ત્યાં આરામની સાથે પરિવાર સાથે સમય વિતાવવાની પણ સારી વ્યવસ્થા રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મોટો લિવિંગ રૂમ અને સુંદર બાલ્કની

માધુરીના ઘરમાં વિશાળ લિવિંગ રૂમ છે.અહીં બ્લુ કલરનો સોફા સેટ અને તેની સામે વુડન સેન્ટર ટેબલ રાખવામાં આવી છે.રૂમની વિશાળ જગ્યા પરિવારના સભ્યો અને મહેમાનો સાથે બેસવા માટે અનુકૂળ છે. લિવિંગ રૂમના એક ખૂણામાં ટેબલ અને ખુરશીઓ પણ રાખવામાં આવી છે જ્યાં બેસીને બહારનો નજારો માણી શકાય છે. ઘરની બાલ્કની પણ ખાસ છે. અહીંથી મુંબઈનો સુંદર નજારો જોવા મળે છે જે ઘરની સુંદરતામાં વધારો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. દીકરાઓના રૂમની ડિઝાઇન છે ક્લાસી

માધુરીના દીકરાઓના રૂમને પણ ખાસ રીતે સજાવવામાં આવ્યો છે. રૂમમાં ગ્રે અને બ્લુ કલરની થીમ રાખવામાં આવી છે, જે તેને આધુનિક અને ક્લાસી લુક આપે છે. બેડની પાછળ વર્કિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જ્યાં કમ્પ્યુટરની વ્યવસ્થા છે. દીવાલો પર લગાવેલી આર્ટિસ્ટિક પેઇન્ટિંગ્સ રૂમની સુંદરતામાં વધારો કરે છે. રૂમની ડિઝાઇનમાં આરામની સાથે અભ્યાસ અને કામ માટેની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઘરમાં છે પ્રાઇવેટ મ્યુઝિક રૂમ

માધુરીના ઘરની સૌથી ખાસ જગ્યાઓમાંનું એક છે મ્યુઝિક રૂમ. સંગીત પ્રત્યેના રસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ રૂમમાં તેમના દીકરાઓ ગિટાર વગાડે છે. અહીં મોટા સ્પીકર્સ અને બેસવા માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. દીવાલો પર સુંદર પેઇન્ટિંગ્સ પણ લગાવવામાં આવી છે. આ જગ્યા માત્ર સંગીત માટે જ નહીં પરંતુ પરિવારના સભ્યો સાથે મળીને સમય વિતાવવા માટે પણ ઉપયોગી છે. આ રૂમની બાજુમાં ડાઇનિંગ એરિયા છે, જ્યાં ઓવલ શેપનું ડાઇનિંગ ટેબલ અને એન્ટિક શોપીસ ઘરને આકર્ષક લુક આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વિશાળ કિચન અને MF હુસૈનની બેશકિંમતી પેઇન્ટિંગ્સ

માધુરીના ઘરમાં કિચન પણ વિશાળ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. કિચનમાં મોટી બારીઓ રાખવામાં આવી છે, જેના કારણે કુદરતી પ્રકાશ અંદર આવે છે. અહીં ઇન્ડોર પ્લાન્ટ્સ પણ રાખવામાં આવ્યા છે, જે જગ્યાને તાજગીભર્યો દેખાવ આપે છે. જોકે ઘરની સૌથી ખાસ વાત તેની દીવાલો પર લાગેલી જાણીતા ચિત્રકાર એમ.એફ. હુસૈનની બેશકિંમતી પેઇન્ટિંગ્સ છે. આ પેઇન્ટિંગ્સ માધુરીને ભેટમાં મળી હતી. કળા પ્રત્યેનો તેમનો રસ આ સજાવટમાં સ્પષ્ટ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઘરના દરેક ખૂણામાં પરિવારની યાદો

આલીશાન સજાવટની સાથે માધુરી અને શ્રીરામ નેનેએ પોતાના ઘરને પરિવારની યાદોથી પણ સજાવ્યું છે. ઘરના એક ખાસ ખૂણામાં પરિવારના સભ્યોની તસવીરો રાખવામાં આવી છે. આ ઉપરાંત દીકરાઓની તસવીરો પણ ઘરની અલગ-અલગ જગ્યાએ જોવા મળે છે. આ તસવીરો ઘરની ભવ્યતા વચ્ચે અંગત લાગણીનો સ્પર્શ ઉમેરે છે. માધુરીના ઘરની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. આધુનિક સુવિધાઓ, વિશાળ જગ્યાઓ, કલાત્મક સજાવટ અને પરિવારને આપેલું મહત્ત્વ આ ઘરને ખાસ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Madhuri Dixit Luxury House Madhuri Dixit Mumbai Home Madhuri Dixit Home
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ