ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પર્સમાંથી ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ગુમ થાય તો તરત કરો આ કામ, ફ્રોડથી બચવા ટ્રાન્ઝેક્શન એલર્ટ ચાલુ રાખો
5 ફોટો ગેલેરી
Last Updated: 11:47 AM, 10 October 2026
1/5
પર્સમાંથી ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ગાયબ થઈ ગયું છે? તો તમારે ઘબરાવાની જરૂર નથી પણ તરત પગલાં લેવાની જરૂર છે. કાર્ડ કોઈ બીજાના હાથમાં પડી જાય તો તેનો દુરુપયોગ થવાની સંભાવના રહે છે. આથી કાર્ડ ખોવાયું કે ચોરાયું હોવાનું ખબર પડતાં જ તેને તરત બ્લોક કરાવી લો. બેંકની શાખામાં જવાની જરૂર પણ નથી પણ મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ કે SMS દ્વારા આ કામ સરળતાથી થઈ શકે છે.
2/5
તમારી બેંકની મોબાઈલ બેન્કિંગ એપ ખોલો અને લોગિન કરો. કાર્ડ કે કાર્ડ મેનેજમેન્ટ સેક્શનમાં જાઓ. જે કાર્ડ બ્લોક કરવું છે તેને છેલ્લા ચાર અંકથી ઓળખી લો. Manage Card, Manage અથવા Support જેવા વિકલ્પ પર ક્લિક કરો. Disable Card, Permanent Block & Reissue કે તેના જેવો ઓપ્શન પસંદ કરો. કાર્ડ ખોવાયું કે ચોરાયું હોય તો કાયમી બ્લોકનો વિકલ્પ પસંદ કરો અને જરૂર હોય તો નવું કાર્ડ રીઇશ્યુ કરાવવાની વિનંતી પણ કરી શકો છો. સ્ક્રીન પર આપેલી સૂચનાઓ પૂરી કરીને રિકવેસ્ટ કન્ફર્મ કરો.
ADVERTISEMENT
3/5
જો મોબાઈલ એપ ન હોય કે વાપરવી ન હોય તો બેંકની ઓફીશીયલ વેબસાઈટ ખોલો અને લૉગિન કરો. Cards સેક્શનમાં જઈને સંબંધિત ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પસંદ કરો. Manage Cards અથવા Support વિકલ્પમાં જઈને કાર્ડ બ્લોક કરવાની રિકવેસ્ટ મોકલો. જો કારણ પૂછે તો ખોવાયું કે ચોરાયું પસંદ કરીને પ્રક્રિયા પૂરી કરો. કન્ફર્મેશન મેસેજ તપાસો.
4/5
અમુક બેંકો SMS થી પણ કાર્ડ બ્લોક કરવાની સુવિધા આપે છે. પરંતુ દરેક બેંકનો SMS ફોર્મેટ અને નંબર અલગ હોય છે. તેથી પહેલા બેંકની અધિકૃત વેબસાઈટ કે એપ પર જોઈ લો. જેમાં બેંકે આપેલા ફોર્મેટમાં કાર્ડના છેલ્લા ચાર અંક જેવી જરૂરી માહિતી ભરીને નક્કી કરેલા નંબર પર SMS મોકલો. સફળ થયા બાદ કન્ફર્મેશન મેસેજ આવશે.
ADVERTISEMENT
5/5
કાર્ડ બ્લોક કર્યા બાદ તમારા અકાઉન્ટના તાજેતરના ટ્રાન્ઝેક્શન ચેક કરો. કોઈ અનનોન પેમેન્ટ દેખાય તો તરત બેંકને જાણ કરો અને જરૂર પડે તો ફ્રોડની ફરિયાદ નોંધાવો. જેમાં બેંકનો સંપર્ક માત્ર ઓફીશીયલ વેબસાઈટ, એપ કે કાર્ડ સાથે આપેલા નંબર પર જ કરો. કોઈ અનનોન વ્યક્તિ સાથે OTP, PIN કે ઈન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ ક્યારેય શેર ન કરો. જેટલું વહેલું કાર્ડ બ્લોક કરશો તેટલું જ ફ્રોડનું જોખમ ઘટશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
8 ફોટોઝ
Shardiya Navratri Vastu Tips / નવરાત્રી પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દેજો, વાસ્તુ મુજબ ઘરની સ્વચ્છતા-સકારાત્મક વાતાવરણ માટે આ બાબતોનું ધ્યાન રાખવું
7 ફોટોઝ
Shardiya Navratri 2026 / 11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, સવારે આટલા વાગ્યા સુધી ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત
ટોપ સ્ટોરીઝ