ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / કોકરોચ પાર્ટીના જંતર-મંતર પ્રદર્શન પહેલા પોલીસનું મોટું એક્શન, રીઢા ગુનેગારોની કરી અટકાયત
Last Updated: 08:27 AM, 10 October 2026
ADVERTISEMENT
જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલા દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના તમામ 15 જિલ્લાઓમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોની અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હોવાથી, તમામ 15 જિલ્લાઓમાંથી ગુનાહિત રેકોર્ડ ધરાવતા લગભગ 30 થી 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રસ્તાવિત વિરોધને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો પર ખાસ નજર
સૂત્રે જણાવ્યું હતું કે, પોલીસ કેટલાક લોકોની હિલચાલ પર પણ નજર રાખી રહી છે જે લોકોને એકત્ર કરી શકે છે અથવા તેમને પ્રસ્તાવિત પ્રદર્શનમાં ભાગ લેવા માટે પ્રભાવિત કરી શકે છે. સુરક્ષા પગલાંના ભાગ રૂપે આવા લોકોની હિલચાલ પર કડક નજર રાખવામાં આવી છે.
ADVERTISEMENT
કોકરોચ જનતા પાર્ટીની શું છે મુખ્ય માંગ?
કોકરોચ જનતા પાર્ટીની મુખ્ય માંગમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR રોકવાની વાત સામેલ છે. દિલ્હી પોલીસે સીજેપીના પ્રદર્શનને મંજૂરી આપી નથી.
ADVERTISEMENT
કયા કયા માર્ગો બંધ?
દિલ્હીમાં નીચેના વિસ્તારોમાં સવારના 6 વાગ્યાથી ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જંતર-મંતર અને કનેક્ટિંગ રોડ: અશોકા રોડ-જંતર મંતર રાઉન્ડઅબાઉટ, ટૉલ્સટોય માર્ગ-જનપથ ક્રોસિંગ, રેલ ભવન રાઉન્ડઅબાઉટ, જૈસિંહ રોડ-સંસદ માર્ગ ક્રોસિંગ.
ADVERTISEMENT
વધુ વાંચો : મમતા મરી પરવારી, પંચમહાલમાં માતા-પિતાએ જ માસૂમ દીકરીના જીવનનો અંત આણ્યો
45 મેટ્રો સ્ટેશનો
ADVERTISEMENT
રાજીવ ચૌક, સેન્ટ્રલ સેક્રેટરીયટ, પટેલ ચૌક, જનપથ, મંડી હાઉસ, આઈટીઓ, નવી દિલ્હી વગેરે જેવા 45 સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી શનિવારે સાંજે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં આવેલા સરાય કાલે ખાન અને ન્યૂ અશોક નગર સ્ટેશનો પણ 10 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.