ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મમતા મરી પરવારી, પંચમહાલમાં માતા-પિતાએ જ માસૂમ દીકરીના જીવનનો અંત આણ્યો
Last Updated: 06:39 PM, 9 October 2026
ADVERTISEMENT
પંચમહાલ જિલ્લામાં માનવતાને હચમચાવી નાખે તેવી એક આઘાતજનક ઘટના સામે આવી છે. ગઢમહુડા ગામના તળાવમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ, ત્રીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થતાં માતા-પિતાએ જ તેની હત્યા કરી હોવાનો આરોપ છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, માસૂમ બાળકીના મૃતદેહને થેલીમાં ઈંટો સાથે બાંધી તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ અમાનવીય ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલોલ રૂરલ પોલીસે તપાસ માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ સહિતની તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલી કાઢ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે આરોપી માતા-પિતા સુરેશ રાઠવા અને સંગીતા રાઠવાની ધરપકડ કરી છે. નવજાત બાળકીની હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં નિર્ણય, કડાણા ડેમમાંથી 5,500 ક્યુસેક પાણી છોડાશે
ADVERTISEMENT
નવજાત બાળકી સાથે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીના જન્મને લઈને આવું ક્રૂર કૃત્ય આચરવામાં આવ્યું હોવાના આરોપથી લોકોમાં ઘેરા શોક અને રોષની લાગણી ફેલાઈ છે.પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.