ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સ્નાન કરાવતી વખતે વહુએ સાસુને કરી લાફાવાળી, Video વાયરલ થતા સુરત પોલીસ દોડતી થઇ

ગુજરાત / સ્નાન કરાવતી વખતે વહુએ સાસુને કરી લાફાવાળી, Video વાયરલ થતા સુરત પોલીસ દોડતી થઇ

Published By: Nidhi Panchal

Last Updated: 12:11 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સાસુ અને પુત્રવધૂના સંબંધને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂએ તેમને લાફા માર્યા હોવાનો વીડિયો વાયરલ થતાં સરથાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ADVERTISEMENT

સાસુ અને પુત્રવધૂનો સંબંધ વિશ્વાસ અને લાગણીનો માનવામાં આવે છે, પરંતુ સુરતમાં સામે આવેલી એક ઘટનાએ આ સંબંધને શરમાવે તેવા સવાલો ઊભા કર્યા છે. સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂએ તેમને લાફા માર્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો બાજુની ખાનગી બિલ્ડિંગમાંથી એક નાગરિકે બનાવ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને સરથાણા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

SRT-2

મળતી માહિતી મુજબ, આ ઘટના સુરતના સીમાડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની છત પર બની હતી. ગુરુકુળના પ્યુનની પત્ની પોતાની સાસુને સ્નાન કરાવી રહી હતી. આ દરમિયાન કોઈ કારણસર તે આવેશમાં આવી ગઈ હતી અને સાસુને લાફા મારવા લાગી હતી. સાસુ સાથે થઈ રહેલા આ વર્તનને નજીકની ખાનગી બિલ્ડિંગમાંથી એક નાગરિકે જોયું હતું. તેણે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો.

પુત્રવધૂ દ્વારા લાફા મારવામાં આવતા હોવાની ઘટના

વીડિયોમાં સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂ દ્વારા લાફા મારવામાં આવતા હોવાની ઘટના સામે આવતાં લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ હતી. વીડિયો વાયરલ થયા બાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી સરથાણા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસની ટીમ ગુરુકુળ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ તથા પૂછપરછ શરૂ કરી હતી.

પુત્રવધૂએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું

પોલીસની પૂછપરછ દરમિયાન પુત્રવધૂએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે તેની સાસુ માનસિક રીતે અસ્વસ્થ છે અને સ્નાન કરતાં નહોતાં. આ કારણે તે આવેશમાં આવી ગઈ હતી અને ગુસ્સામાં તેનો હાથ ઉપડી ગયો હતો. જોકે, સાસુ સાથે થયેલા આ વર્તનને લઈને પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : વાઘોડિયા પાસે મગરના હુમલામાં નિવૃત્ત પોલીસકર્મીનું મો*ત, ખેતરમાં પાણી લેવા નદીમાં ઉતર્યાને મગર પાણીમાં ખેંચી ગયો

આ ઘટનાને પગલે સરથાણા પોલીસે પુત્ર અને પુત્રવધૂ બંનેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. સાથે જ માફીનામું લેવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક નાગરિકે બનાવેલો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસને તાત્કાલિક પગલાં લેવા પડ્યાં હતાં. સુરતમાં બનેલી આ ઘટનાએ વૃદ્ધોની સંભાળ અને તેમની સાથેના વર્તન અંગે ફરી ચર્ચા જગાવી છે. સાસુની માનસિક સ્થિતિ અને સ્નાન ન કરવાની બાબતને લઈને પુત્રવધૂએ જે કારણ આપ્યું છે, તે છતાં ગુસ્સામાં હાથ ઉપાડવાની ઘટના ગંભીર છે. હાલ સરથાણા પોલીસે બંનેને મથકે લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Viral Video Daughter-in-Law Mother-in-Law

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ