ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવરાત્રી પહેલાં 712 મંદિરોની સફાઈ કરાશે, ફૂલ-હારના સમયસર નિકાલ માટે 22થી વધુ વાહનો ફાળવાયાં

અમદાવાદ / નવરાત્રી પહેલાં 712 મંદિરોની સફાઈ કરાશે, ફૂલ-હારના સમયસર નિકાલ માટે 22થી વધુ વાહનો ફાળવાયાં

Published By: Nidhi Panchal

Last Updated: 12:20 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી દરમિયાન અમદાવાદનાં 712 મંદિરોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે AMC દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ફૂલ-હાર અને પૂજા સામગ્રી એકત્રિત કરવા 22થી વધુ વાહનો ફાળવવામાં આવ્યાં છે.

ADVERTISEMENT

નવરાત્રીમાં અમદાવાદનાં મંદિરોમાં ભક્તોની ભીડ વધવાની સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિશેષ આયોજન કર્યું છે. શહેરનાં ૭૧ર મંદિરોમાંથી નિર્માલ્ય એકત્રિત કરવા માટે રરથી વધુ વાહનો ફાળવવામાં આવ્યાં છે. માતાજીને ચઢાવવામાં આવતા ફૂલ-હાર, ચૂંદડી, નારિયેળ અને અન્ય પૂજા સામગ્રીનો સમયસર નિકાલ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી મંદિરોમાં નિર્માલ્યના ઢગલા ન થાય અને આસપાસના વિસ્તારોમાં ગંદકી ન ફેલાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તૈયારીઓ કરી છે.

Navratri-cleaninss

ભક્તોની ભીડ વચ્ચે મંદિરો સ્વચ્છ રાખવાની તૈયારી

નવરાત્રી દરમિયાન શહેરનાં વિવિધ મંદિરોમાં વહેલી સવારથી મોડી રાત સુધી શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. માતાજીને ફૂલ-હાર, ચૂંદડી, નાળિયેર અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવે છે. દિવસ દરમિયાન મોટી માત્રામાં નિર્માલ્ય એકત્રિત થતું હોવાથી તેનો યોગ્ય નિકાલ કરવો જરૂરી બને છે. જો આ સામગ્રી સમયસર દૂર કરવામાં ન આવે તો મંદિર પરિસર અને આસપાસના રસ્તાઓ પર ગંદકી ફેલાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને ૭૧ર મંદિરોમાંથી નિર્માલ્ય એકત્રિત કરવા રરથી વધુ વાહનો ફાળવ્યાં છે. આ વાહનો નિયત સમયે મંદિરો સુધી પહોંચીને પૂજા બાદ એકત્રિત થતી સામગ્રી લઈ જશે. નિર્માલ્યને સામાન્ય કચરાથી અલગ રાખીને તેનો યોગ્ય નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજનથી મંદિરોની આસપાસ સ્વચ્છતા જાળવવા સાથે જાહેર સ્થળોએ કચરો ફેલાતો અટકાવવામાં પણ મદદ મળશે.

અમદાવાદનાં જાણીતાં મંદિરોમાં વિશેષ વ્યવસ્થા

  • અમદાવાદમાં અનેક પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલાં છે, જ્યાં નવરાત્રી દરમિયાન ભક્તોની અવરજવર વધે છે. આ મંદિરોમાં સ્વચ્છતા જાળવવા માટે નિર્માલ્ય એકત્રિત કરવાની વ્યવસ્થા મહત્ત્વપૂર્ણ બની રહેશે.
  • - ભદ્રકાળી માતાજી મંદિર, લાલદરવાજા: શહેરનાં નગરદેવી તરીકે ઓળખાતાં ભદ્રકાળી માતાજીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.
  • - બહુચર માતાજી મંદિર, મણિનગર: નવરાત્રી દરમિયાન પૂજા-અર્ચના બાદ એકત્રિત થતી સામગ્રીના નિકાલ માટે વ્યવસ્થા રહેશે.
  • - ખોડિયાર માતાજી મંદિર, નિકોલ: સ્થાનિક શ્રદ્ધાળુઓની અવરજવર વચ્ચે સ્વચ્છતા જાળવવા નિર્માલ્ય એકત્રિત કરાશે.
  • - મહાકાળી માતાજી મંદિર, દરિયાખાન ઘુમ્મટ પાસે: માતાજીને અર્પણ કરાતા ફૂલ-હાર સહિતની સામગ્રી એકત્રિત કરાશે.
  • - અંબાજી માતાજી મંદિર, માધવપુરા: પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.
  • - મેલડી માતાજી મંદિર, દૂધેશ્વર: નિર્માલ્યને અલગથી એકત્રિત કરવાનો વ્યવસ્થામાં સમાવેશ કરાયો છે.
  • - ખોડિયાર માતાજી મંદિર, આશ્રમ રોડ: નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જળવાય તે માટે વિશેષ વાહનોની વ્યવસ્થા રહેશે.

ફૂલબજારમાં પણ વધારાની સફાઈ ટીમો તહેનાત કરાશે

નવરાત્રી દરમિયાન ફૂલની ખરીદી વધતાં જમાલપુર પુલ પાસે આવેલા અમદાવાદના મોટા ફૂલબજારમાં કચરો વધવાની શક્યતા રહે છે. અહીં ફૂલ અને હારના વેચાણના કારણે મોટી માત્રામાં પાંદડાં અને અન્ય કચરો એકત્રિત થઈ શકે છે. આથી કોર્પોરેશન દ્વારા ફૂલબજારમાં વધારાની સફાઈ ટીમો તહેનાત કરવામાં આવશે. કચરો એકત્રિત થતાં જ તેનો નિકાલ થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પૂજા સામગ્રી કળશકુંડમાં અર્પણ કરવી

મંદિરોની સ્વચ્છતાની સાથે સાબરમતી નદીને પ્રદૂષણથી બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો ફૂલ-હાર, દેવી-દેવતાઓના ફોટોગ્રાફ્સ અને ખંડિત મૂર્તિઓ નદીમાં પધરાવે છે, તેના કારણે નદીમાં પ્રદૂષણ ફેલાવાની શક્યતા રહે છે. આથી નદી પરના પુલ પર મૂકવામાં આવેલા કળશકુંડમાં આવી સામગ્રી અર્પણ કરવા કોર્પોરેશને અપીલ કરી છે. ઘરમાં થતી પૂજા બાદ એકત્રિત થતા નિર્માલ્યને ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતાં વાહનોમાં નાખવાના બદલે અલગ રાખીને યોગ્ય વ્યવસ્થામાં જમા કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે. ૭૧ર મંદિરો માટેની વ્યવસ્થા સફળ બનાવવા તંત્રની કામગીરી સાથે નાગરિકોનો સહકાર પણ જરૂરી છે. નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જળવાય તો ભક્તોને સ્વચ્છ વાતાવરણમાં દર્શનનો લાભ મળશે અને શહેરને સ્વચ્છ રાખવાના પ્રયાસને પણ વેગ મળશે.

આ પણ વાંચો : સ્નાન કરાવતી વખતે વહુએ સાસુને કરી લાફાવાળી, Video વાયરલ થતા સુરત પોલીસ દોડતી થઇ

સ્વચ્છ નવરાત્રી માટે AMCની વ્યવસ્થા

  • ૭૧ર મંદિરોમાંથી નિર્માલ્ય એકત્રિત કરવા રર વાહનો ફાળવાયાં.
  • જાણીતાં મંદિરોમાં ફૂલ-હાર અને પૂજા સામગ્રીનો સમયસર નિકાલ કરાશે.
  • જમાલપુર ફૂલબજારમાં વધારાની સફાઈ ટીમો તહેનાત રહેશે.
  • સાબરમતી નદીમાં પૂજા સામગ્રી પધરાવવાના બદલે કળશકુંડનો ઉપયોગ કરવા અપીલ.
  • ઘરના નિર્માલ્યને સામાન્ય કચરાથી અલગ રાખવા નાગરિકોને સૂચના.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Cleanliness Ahmedabad AMC Temple Waste Management

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ