ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:17 PM, 8 October 2026
ADVERTISEMENT
ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ઈન્ડિયા બ્લોકના વિપક્ષી સાંસદો ગુરુવારે મોડી સાંજે રાજઘાટ પહોંચ્યાં હતા તથા ત્યાંથી નીકળી ગયા હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના લંચ પછી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી સાંસદો બસ દ્વારા રાજઘાટ પહોંચ્યા. શાંતિપૂર્ણ વિરોધ અને પ્રાર્થના પછી, બધા નેતાઓ રવાના થયા. વિપક્ષની ભાવિ રણનીતિ અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે.
ADVERTISEMENT
ચૂંટણી પંચ સામે ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન
રાહુલ ગાંધી , મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ ગુરુવારે સતત ત્રીજા દિવસે ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કર્યું. અગાઉ , ગુરુવારે બપોરે લગભગ 1:45 વાગ્યે, મલ્લિકાર્જુન ખડગેએ કનોટ પ્લેસ રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદો અને અગ્રણી નેતાઓને લંચ માટે આમંત્રણ આપ્યું હતું.
ADVERTISEMENT
બીજી પાર્ટીઓના સાંસદો પણ જોડાયા
કોંગ્રેસ ઉપરાંત, અભિષેક બેનર્જી, સાકેત ગોખલે, તૃણમૂલ કોંગ્રેસના સમીરુલ ઇસ્લામ, રાજીવ રાય, સમાજવાદી પાર્ટીના મોહિબુલ્લાહ, સીપીઆઈ(એમ)ના જોન બ્રિટાસ, સીપીઆઈના પી. સંદોષ અને આરજેડીના સુધાકર સિંહ સહિત અન્ય અનેક પક્ષોના સાંસદોએ લંચમાં હાજરી આપી હતી.
ADVERTISEMENT
દેશનું અપહરણ થયું: રાહુલ ગાંધી
ADVERTISEMENT
રાજઘાટ જતા પહેલા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા હતા . તેમણે કહ્યું હતું કે લગભગ 300 વિપક્ષી સાંસદો શાંતિપૂર્ણ રીતે પોતાના વિચારો રજૂ કરવા માંગતા હતા, પરંતુ પોલીસ વહીવટીતંત્ર દ્વારા તેમના લોકશાહી અધિકારોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT