ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેડ સંધુનો હત્યારો અમદાવાદથી ઝડપાયો, કોણ છે?

ક્રાઈમ / સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેડ સંધુનો હત્યારો અમદાવાદથી ઝડપાયો, કોણ છે?

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 04:50 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની હત્યા કરનારો અમદાવાદમાંથી પકડાયો છે.

ADVERTISEMENT

પંજાબના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મધુસૂદન સંધુ ઉર્ફે મેડ સંધુની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી અને ગોળીબાર કરનાર પરમિંદર પ્રસાદની ધરપકડ કરી છે.

શું હતો બનાવ?

ત્રીજી ઓક્ટોબરે અમૃતસરમાં લોહારકા રોડ પર મેડ સંધુની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. મેડ સંધુ પોતાની વોશ કરવા મૂકેલી કાર પાછી લેવા ગયો હતો, તે દરમિયાન બાઈક પર સવાર થઈને આવેલા બે શખ્સોએ તેમની ખૂબ જ નજીક આવીને અચાનક બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં મેડ સંધુને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ત્વરિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું.

હત્યાની જવાબદારી કોણે લીધી?

'ગોલ્ડી ધિલ્લોન ગેંગ' નામના એકાઉન્ટ દ્વારા હત્યાની જવાબદારી સ્વીકારી હતી. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં મેડ સંધુ લોહીથી લથપથ અવસ્થામાં નજરે પડ્યો હતો અને સ્થાનિક લોકો કે સાથીઓ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમૃતસર કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી.

વધુ વાંચો : કોમનવેલ્થની તૈયારીઃ અમદાવાદના સ્પોર્ટ્સ હબને હવે સાત કિમીનો નવો રોડ મળશે

કોણ છે આરોપી?

બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પરમિંદર કાકાને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પરમિંદરે જ મેડ સંધુ પર ફાયરિંગ કર્યું હતું અને હત્યા બાદ તે પંજાબથી નાસીને અમદાવાદ આવી ગયો હતો. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Crime News Ahmedabad Crime Ahmedabad News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ