ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના વિંછીયામાં ભગતે મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, ભાંડો ફૂટતાં પતિ-પત્નીને બીભત્સ વીડિયો મોકલ્યાં

ક્રાઈમ / રાજકોટના વિંછીયામાં ભગતે મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, ભાંડો ફૂટતાં પતિ-પત્નીને બીભત્સ વીડિયો મોકલ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 12:50 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના વિંછીયામાં પોતાની જાતને ભગત તરીકે ઓળખાવનાર એક શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

ADVERTISEMENT

વિછીયા તાલુકાના હાથસણી ગામનો દિનેશ ધીરુભાઈ ધોરીયા ઉર્ફે દીલુરામ ભગત પોતાની જાતને ભગવાન ગણાવતો હું કરું તે થાય તેમ કહી અનેક લોકોને પોતાના શિષ્ય બનાવી અને કંઠી બાંધી ભક્તિના નામે ભવાડા કરતો અને ભોળી ભક્તાણી ને પોતાની પ્રેમજાળમાં ફસાવી દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આદરતો રહ્યો જ્યારે તેની પાપ લીલાનો ભાંડો ફૂટ્યો ત્યારે પતિ પત્નીને બિભસ્ત વીડિયોના નામે બ્લેકમેલ કરી તેમના સોના ના દાગીના અને રોકડ રકમ પડાવી લીધી.

ભોળા ભક્તોને પ્રેમ ભરી મીઠી વાતો કરી અને ફસાવતો

વિછીયા તાલુકાના હાથસણી ગામનો યુવક દિનેશ ધીરુભાઈ ધોરીયા ઉર્ફે દિલૂરામ ભગત પોતાની જાતને ભગવાન ગણાવતો. હું ધારું તે થાય ભજન સત્સંગ કરતો ભોળા ભક્તોને પ્રેમ ભરી મીઠી વાતો કરી અને ફસાવતો અને પોતાના શિષ્યો બનાવી ભક્તો ના ઘરે પધરામણી કરતો ભક્તો ભોળા ભાવે તેના સામૈયા કરતા તેના પગ ધોઈ ચરણામત લેતા આ લંપટ ગુરુએ 2 વર્ષ પહેલા હાથસણી ગામ ની બાજુમાં આવેલ જનડા કંધેવાળીયા ગામના એક દંપતીને ભજન કીર્તન કરી જ્ઞાનની વાતો કરી અને કંઠી બાંધી પોતાના શિષ્યો બનાવ્યા હતા ત્યારબાદ તેમના ઘરે અવારનવાર પધરામણી કરતો ભજન સત્સંગ કરતો અને બંને પતિ પત્નીને પોતાની ભક્તિની પ્રેમ ભરી મીઠી મીઠી વાતો કરી અને વિશ્વાસમાં લઈ લીધા

ભક્ત દંપતિને ઘેર ભજન કરવા જતો ત્યારે મહિલાને ફસાવી

અવાર નવાર ભક્ત દંપતી ના ઘરે ભજન કરવા આવતો આમ નામ 6 મહિના સુધી ચાલ્યું ત્યારબાદ પોતાની મહિલા શિષ્યને કહ્યું કે ગુરુ અને શિષ્ય વચ્ચે અંતરો ભાગવો પડે પ્રેમ સંબંધ બાંધવો પડે આ તો પરંપરાથી ચાલ્યું આવે છે તારે ગુરુની વાત માનવી પડે આવી રીતના મહિલા શિષ્યને ફસાવી તેમની સાથે સતત દોઢ વર્ષ સુધી દુષ્કર્મમાં આદર્યું મહિલાના ઘરે ભજન હોય ત્યારે આખી રાત રોકાતો ભજન પૂરા થાય પછી દુષ્કર્મ આદરતો દિલૂરામ ભગત પોતાની ઘરે ભજન રાખતો ત્યારે આ દંપતીને બોલાવતો અને આખી રાત ત્યાં રોકતો ભજનપુરા થાય પછી મહિલા શિષ્ય સાથે દુષ્કર્મ આદરતો પછી ધીરે ધીરે મહિલા શિષ્ય પાસે રૂપિયાની માંગણી કરતો મહિલા અને તેમના પતિએ ગુરુ મહારાજને વેગેનાર ગાડી લઇ આપી ભજન ગાવા માટેની પેટી લઈ આપી અને પોતાના ઘરેણા બે સોનાની વીંટી એક સાડા ત્રણ તોલાનો સોનાનો હાર એક મોબાઈલ લઈ ને આપ્યા.

આ પણ વાંચો : અમદાવાદના શેલા-સનાથલમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹50 કરોડનો પ્રોજેક્ટ, AUDAના 7 તળાવને ઈન્ટરલિંક કરવાની યોજના

મહિલાને બ્લેકમેલ પણ કરી

મહિલાએ તેમને આપેલા રૂપિયાની માંગણી કરી ત્યારે મહિલા ને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું મહિલા સાથેના તેમના બિભસ્ત વિડિયો જે બનાવેલા હતા તે હું વાયરલ કરી દઇશ તારા પતિદેવને મારી નાખીશ આવી ધમકી મારતો પછી તો મહિલાના પતિની સામે દુષ્કર્મમાં આદર તો તેમના પતિને કહેતો તને જાનથી મારી નાખીશ આ વિડીયો વાયરલ કરી દઇશ બંને પતિ પત્ની આ પાખંડીની જાળમાં ફસાઈ ગયા હતા ગમે ત્યારે પતિ-પત્નીને ભજનમાં બોલાવે ભજન પૂરા થાય એટલે દુષ્કર્મ આદરે દોઢ વર્ષ સુધી મહિલાના પતિને ખબર હોવા છતાં તેમની સામે ગમે ત્યાં આ પાખંડી ભગત દુષ્કર્મ આદરતો મહિલાના સાસુ સસરા ને ઘરમાંથી કાઢી મૂક્યા તેમના સગા સંબંધીને ઘરે આવવા દેતો ન હતો મહિલાના ઘરે જાય મહિલાના પતિને કહી દે તુ બહાર વયો જા આખો આખો દિવસ તેમના ઘરે રોકાતો હતો અને પોતાની પાપ લીલા આદર તો ન છૂટકે મહિલા અને તેમના પતિએ આ ભગતના ભવાડા થી કંટાળી અને પોલીસનું ચરણ લીધું વિછીયા પોલીસ સ્ટેશનમાં આ લંપટ ગુરુ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપતો બ્લેકમેલ કરતો અને દુષ્કર્મ કરતો તેવી ફરિયાદ નોંધાવતા પોલીસે આ લંપટ ગુરુની ધરપકર કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot news crime news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ