ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / જંતર-મંતર પર હાઇવોલ્ટેજ ડ્રામા, પોલીસે રોકતાં પ્રિયંકા ગાંધી રસ્તા પર સૂઈ ગયાં, લગાવ્યો ગંભીર આરોપ
Last Updated: 07:15 PM, 7 October 2026
ADVERTISEMENT
દેશની રાજધાની દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન INDIA ના વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હાઈવોલ્ટેજ ડ્રામા અને ધાંધલ-ધમાલના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર તરફ આગળ વધી રહેલા વિપક્ષી નેતાઓને દિલ્હી પોલીસે અટકાવતા વાતાવરણ ગરમાયું હતું. આ મામલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હી પોલીસ પર ભારે બર્બરતાનો આરોપ લગાવતા રસ્તા પર જ સુઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ADVERTISEMENT
#WATCH | Delhi Police personnel remove Congress MP Priyanka Gandhi Vadra from the site near Jantar Mantar where the INDIA bloc MPs have been stopped from going ahead to the protest site. The MPs are now being detained by the Police. (Video: Congress) https://t.co/ZBX8h5HbKH
— ANI (@ANI) October 7, 2026
ADVERTISEMENT
પોલીસ કાર્યવાહી સામે ભારે રોષ વ્યક્ત કરતા પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, મહિલા પોલીસકર્મીઓએ મને અનેક જગ્યાએ સ્ક્રેચ કર્યા છે અને જમીન પર પટકી દીધી હતી. તેઓ માત્ર ચૂંટણી કમિશનરને મળવાની માંગ કરી રહેલા સાંસદો સાથે આવું અમાનવીય વર્તન કરી રહ્યા છે. સાંસદો પર લાઠીઓ ચલાવવામાં આવી રહી છે.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi being detained by the Police near Jantar Mantar. INDIA bloc MPs say they were beaten up by the Police and stopped from moving towards the protest site. (Video: Congress) https://t.co/AzUqdwDDe6
— ANI (@ANI) October 7, 2026
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે હું અહીંથી બિલકુલ હટીશ નહીં. તેઓ પોતાની આખી સેના બોલાવી લે તો પણ હું અહીં જ બેસી રહીશ. પ્રિયંકા ગાંધીને રસ્તા પર સુઈને વિરોધ કરતા જોઈને તેમની સાથે જોડાયેલા અન્ય વિપક્ષી નેતાઓ અને મહિલા કાર્યકર્તાઓ પણ રસ્તા પર જ બેસી ગયા હતા.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi, along with other INDIA bloc MPs, being taken away from the spot near Jantar Mantar by the Police after detention. (Video: Congress) https://t.co/oOD9x9FHIJ
— ANI (@ANI) October 7, 2026
ADVERTISEMENT
સ્થિતિ બેકાબૂ બનતી જોઈ દિલ્હી પોલીસે ત્વરિત એક્શન લેતા તમામ વિરોધકર્તાઓને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ ઘેરી લીધા હતા અને બળજબરીપૂર્વક તેમને પોલીસ બસમાં બેસાડીને અટકાયતમાં લીધા હતા.
ADVERTISEMENT
#WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra lies down as she seems to feel unwell. INDIA bloc MPs are being detained by the Police on their way to Jantar Mantar over CEC Gyanesh Kumar matter. https://t.co/72NEOmvzr8
— ANI (@ANI) October 7, 2026
બીજી તરફ, રસ્તા પર સુઈ રહેલા પ્રિયંકા ગાંધીને પણ જમીન પરથી ઊંચકીને અટકાયતમાં લેવા માટે મહિલા પોલીસકર્મીઓએ ભારે મશક્કત કરવી પડી હતી. કડક ઝપાઝપી બાદ મહિલા પોલીસે પ્રિયંકા ગાંધીને ઊંચકીને અટકાયતી બસમાં બેસાડ્યા હતા. બસમાં બેઠા પછી પણ પ્રિયંકા ગાંધી હાથમાં ભારતનું બંધારણ બતાવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને INDIA ગઠબંધનના નેતાઓએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે વર્તમાન સરકાર અને ચૂંટણી પંચ લોકશાહીના મૂલ્યોની અણદેખી કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો તેમનો બંધારણીય અધિકાર છીનવાઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ