ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેલૈયાના સ્વાંગમાં પોલીસ રહેશે તૈનાત, નવરાત્રી દરમિયાન રોમિયોગીરી કરનારાઓ પર રાખશે ખાસ નજર

નવરાત્રી 2026 / ખેલૈયાના સ્વાંગમાં પોલીસ રહેશે તૈનાત, નવરાત્રી દરમિયાન રોમિયોગીરી કરનારાઓ પર રાખશે ખાસ નજર

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 06:01 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમા મહિલાની સુરક્ષાને લઈને પોલીસનો એકશન પ્લાન. નવરાત્રીમા ખૈલયા બનીને રોમીયો કે ચોર ટોળકી સક્રીય થઈ તો તેને પકડવા હવે ટ્રેડીશન ડ્રેસમા ખૈલયાના સ્વાગમા પોલીસનો હશે તૈનાત. મહિલાઓની છેડતી કરનાર રોમીયો જ નહિ હવે ચોર ટોળકીને પકડવા માટે પણ મહિલા પોલીસની સી ટીમ આવી મેદાનમા. શું છે પોલીસનો એકશન પ્લાન.

ADVERTISEMENT

આગામી 11 ઓક્ટોબર થી 21 ઓકટોબર સુઘી નવરાત્રી ની ઉજવણી થઈ રહી છે.ત્યારે પોલીસ દ્રારા લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. નવરાત્રીના પર્વમા 12 હજારથી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમા હાજર રહેશે. ગરબાની રમઝટ વચ્ચે ખૈલ્યાના સ્વાગમા અસામાજીક ત્તત્વો અને રોમીયોની સાથે ચોર ટોળકી પણ સક્રીય થાય છે.

જે મહિલાઓની છેડતી કરીને હેરાન કરે છે તો ચોર ટોળકી મોબાઈલ અને પર્સ જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી છે. આ ઘટનાઓને લઈને હવે અમદાવાદ પોલીસની સી ટીમ મેદાનમા આવી છે. મહિલા ACP, પીઆઈ, પીએસઆઈ અને શી ટીમનો ખાનગી રીતે બંદોબસ્ત ગોઠવવામા આવશે.

ખાસ કરીને સિધુભવન રોડ,એસજી હાઈવે અને રિવરફ્ન્ટ વિસ્તારમા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. જેમા શી ટીમ કોમોર્શીયલ પાર્ટી પ્લોટ પર ટ્રેડીશનલ ડ્રેસમા વોચમા રહેશે.. ખૈલયાની જેમ ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પર સતત નજર રાખશે.. આ પ્રકારે અમદાવાદ શહેરના ખાનગી પાર્ટી પ્લોટમા મહિલા પોલીસની શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમા મહિલાઓની સુરક્ષા સાથે લોકોની કિંમતી વસ્તુઓનુ પણ રક્ષણ કરશે.

શહેરમા ગરબા આયોજક દ્રારા પાર્ટી પ્લોટમા તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે..ત્યારે નવરાત્રીમા ટ્રાફિકની સમસ્યાઓ વધતી હોય છે..જેથી ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી સહિત પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામા તૈનાત રહેશે. જ્યારે સી ટીમ પણ બંદોબસ્ત માં હાજર રહેશે.જેને લઈને વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે.

હિમાલા જોષી (ACP, મહિલા ક્રાઈમ)

આ પણ વાંચોઃ નદીમાં પગ ધોતા 46 વર્ષીય વ્યક્તિ પર મગરનો હુમલો, ગંભીર ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

મહત્વનુ છે કે નવરાત્રીમા રાત્રે પોલીસ રોડ પર યુનિફોર્મમા અને ગરબા સ્થળે ટ્રેડીશનલ ડ્રેસમા શહેરીજનોને સુરક્ષા આપશે. આ ઉપરાંત ટ્રાફિક અને બાઈકર્સ ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Navratri Security Navratri 2026 Ahmedabad Police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ