ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નદીમાં પગ ધોતા 46 વર્ષીય વ્યક્તિ પર મગરનો હુમલો, ગંભીર ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

જૂનાગઢ / નદીમાં પગ ધોતા 46 વર્ષીય વ્યક્તિ પર મગરનો હુમલો, ગંભીર ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

Published By: Vishal Khamar
Reported By: Jay Virani

Last Updated: 03:57 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માળિયા હાટીનાના જંગર ગીર ગામે મહાદેવ મંદિર પાસે નદીમાં પગ ધોતી વખતે મગરે લક્ષ્મણ વાઘેલા પર હુમલો કર્યો. ગંભીર ઈજાગ્રસ્તને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા.

ADVERTISEMENT

જૂનાગઢ: માળિયા હાટીના તાલુકાના જંગર ગીર ગામે મગરના હુમલાની ઘટના સામે આવી છે. મહાદેવના મંદિર નજીક નદીમાં પગ ધોવા ગયેલા 46 વર્ષીય લક્ષ્મણ વાઘેલા પર મગરે અચાનક હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મગરના હુમલામાં પગમાં ગંભીર ઈજાઓ પહોંચી

મળતી માહિતી મુજબ, લક્ષ્મણ વાઘેલા મહાદેવના મંદિર પાસે નદીમાં પગ ધોઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક મગરે તેમના પગના ભાગે હુમલો કર્યો હતો. મગરના હુમલામાં પગમાં ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘાયલ લક્ષ્મણ વાઘેલાને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ

ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નદી વિસ્તારમાં મગરની હાજરીને ધ્યાનમાં રાખીને ગ્રામજનોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વહેલી વિધાનસભા ચૂંટણીની શંકા, શંકરસિંહ વાઘેલાએ કહ્યુ, ‘કોંગ્રેસમાં ફરી આવું તો ચૂંટણી વહેલી આવી શકે’

પરિવારજનો અને સ્થાનિકોએ વનવિભાગ સમક્ષ મગરને વહેલી તકે પકડી સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને અને નદી વિસ્તારમાં આવતા લોકોની સુરક્ષા જળવાઈ રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maliya Hatina crocodile attack Jangar Gir crocodile Junagadh crocodile attack

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ