ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં વહેલી વિધાનસભા ચૂંટણીની શંકા, શંકરસિંહ વાઘેલાએ કહ્યુ, ‘કોંગ્રેસમાં ફરી આવું તો ચૂંટણી વહેલી આવી શકે’
Last Updated: 03:40 PM, 7 October 2026
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા તેજ બની છે. પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં વહેલી વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વાઘેલાએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે પણ પોતાની વાત રજૂ કરી છે.
ADVERTISEMENT
શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેઓ જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવામાં આવી હતી. હવે ફરી જો તેઓ કોંગ્રેસમાં આવે છે, તો વિધાનસભાની ચૂંટણી વહેલી આવી શકે છે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
વાઘેલાએ વધુમાં કહ્યું કે, હાલમાં કેટલાક લોકો જે વાતો કરી રહ્યા છે, તેઓ ભાજપને બચાવવા માટે નથી કરી રહ્યા. તેમના મતે ગુજરાતનો નાગરિક ભાજપના લાંબા સમયથી ચાલી રહેલા શાસનથી સુખી નથી.
સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો વાયરલ
ADVERTISEMENT
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ સમગ્ર મુદ્દે પોતાની વાત લોકો સમક્ષ મૂકી છે. વીડિયોમાં તેમણે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ, ભાજપ સરકારના શાસન અને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
ADVERTISEMENT
ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ
વહેલી ચૂંટણી અંગે વાઘેલાના નિવેદન બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે કે નહીં તે અંગે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વાઘેલાના નિવેદનથી આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવા રાજકીય સમીકરણો અંગેની અટકળોને વધુ વેગ મળવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.